________________
જૈનયુગ
૫૫
સાથેજ અર્થચિંતન અને તે પણ બરાબર ઉપયેગ પૂર્વક કરવાના અભ્યાસ કરતા રહેા તેા, તમને હાલ જે સામાયિક આનંદ આપે છે તેના કરતાં કાઇ નૂતન આનંદ જણાશે, દાખલા તરીકે
અમિદયા--આદિ ધર્યાંવહીમાં આવતા શબ્દોના ઉચ્ચારની સાથે મનમાં ઉપયાગપૂર્વક અર્થચિંતન થતાં તેમાંથી ભાવના અંકુરા જન્મે છે અને તેથી જે જીવાની વિરાધના થઇ હેાય તેની હૃદયપૂર્વક ક્ષમા માગતાં આપણા અંતઃકરણમાં ક્ષમાની લાગણી કે જે અત્યાર સુધીમાં પડી રહેલી હેાય છે. તે જાગે છે અને તે જીવાની જાણે હવેથી આરાધના કરવારૂપી અમૃતનું સિંચન મળ્યું હેાય તેમ તેમાં ચેતન આવે છે. તેમ ઉપયાગ
રાખી શબ્દ અર્થાં ખાલવાથી તેમાં ઘર્ષણ થાય છે અને તેથી ભાવરૂપ પ્રકાશના પ્રાદુર્ભાવ થાય છે માટે સામાયિકના બે ઘડીના કાળ સુધી તે! આપણે વીર્ય ગેાપવ્યા વગર અપવાદ રહિત પૂર્ણ ઉપયાગમાં રહી ક્ષયાપશમપૂર્વક સામાયિક કરવું ઉચિત છે.
શ્રી હરિભદ્રસૂરી કહે છે કે, જે અંતઃકરણ પૂર્વક ઉપદેશ આપે છે તેના ઉપદેશ ગ્રહુણ કરનારને લાભ કરે છે, પણ તેમ ન અને તે પણ સત્યવાદી ઉપદેશકને તેા લાભ છેજ. આગળ થયેલા સામાયિક વ્યાખ્યાનના ખરા પ્રવેશ હવે છે. જો સામાયિક વિધિ પુર:સર ઉપકરણા સહિત કરીએ ત્યારે તેની હેર તા કાઈ આરજ છે.
પ્રમુખ સાહેએ ગયા રવિવારે સામાયિક યાગ સમજાવતાં તેમાં સામાયિક કરીને આપણે શું પામવું છે ? તે નક્કી કર્યું છે. શ્રી મહાવીરે સામાયિક લઇ જે મેળવ્યું છે, તેજ આપણે પણ પ્રાપ્ત કરવાનું છે.
કાઇ ભાઇ કહેશે કે ક્યાં આપણી શક્તિ અને ક્યાં શ્રીવીરે પેાતાની મહાશક્તિથી મેળવેલ મેક્ષ ? કેટલું અંતર !!! તે હું કહું છું કે એમ. એ. તે આર્દશ રાખી અભ્યાસ કરનાર વિદ્યાર્થી પ્રિવિયસ સુધી તે પહેાંચેજ,તેજ રીત્યાનુસાર શ્રી વીરને આદર્શ લઇ મેાક્ષમાર્ગ પર વિચરતાં કાઇ ભવે પણ મેક્ષ અવશ્ય મળે. ભવને ત્યાં દુષ્કાળ નથી, તે ભાવનાને ત્યાં પણ કયાં છે? માત્રના મવના સિની.
આષાઢ-શ્રાવણ ૧૯૮૩
આપણા લક્ષ્યના છેડેા, ત્યાંજ પૂરા થાય છે કે જ્યાં “મોક્ષ” છે. સંપૂર્ણ આનંદ છે ત્યાં અભ્યાબાધ સુખ મળે છે. આવું સુખ કાને નથી જોઈતું? સર્વને જોઈએ છે. ત્યારે તે મળે છે શાથી ?
શ્રી મહાવીર સ્વામી કહે છે કે મેં સામાયિક વડે મેળવ્યું છે. અને તમે પણ તે સામાયિક વડે મેળવવા સમર્થ છે, આત્માના એક એક પ્રદેશમાં અનંત જ્ઞાન ભરેલું છે, છતાં જેને પેાતાના આત્મામાં વિશ્વાસ નથી, તે વિઘ્ન આવતાં પેાતાની પ્રવૃત્તિ છેડી દે છે. પણ આત્મબળને જાણનારે તે વિઘ્નેને નહિ ગણકારતાં પેાતાના માર્ગ નિષ્કંટક કરે છે. આનું નામ વિઘ્નજય', ધારા કે હું એક વ્રત લઉ છું તે તે મનના નિશ્ચલ ભાવથી લઉં છું. મન એ વચન અને કાયામાં વ્યાપક છે અને આત્મા તે ત્રણેમાં એતપ્રેાત છે પણ મનની દ્રઢતાપૂર્વક લેવાયલું વ્રત કાંઇ પણ ક્ષતિ કે સ્ખલના વગર પાળી શકાય છે. કારણકે તે મનને કાયા અને વાણી અનુસરે છે. દાખલા તરીકે સારાભાઇ શેઠે ભીંડી બજારમાંથી પેાતાના ૧૯૬ રતલના વજન વાળા શરીરને ઉપાડી આ સભામાં હાજરી આપે, એ મનપર કાપ્યુ હાવાના પુરાવા છે. જો મન પર તેમના અંકુશ નહિ હતા તા સા વર્ષે પણ ભીંડીબારમાંથી અહીં આવી શકત નહી. વ્યવહારમાં પણ જ્યારે આપણું મન આપણને સહાનુભૂત હાય છે, ત્યારેજ વ્યવસ્થા જળવાઇ રહે છે. અને આપણે ઇચ્છા પ્રમાણે કાર્ય કરીએ છીએ.
ગુરૂ મહારાજ હાજર ન હેાય એવે વખતે આપણે સ્થાપના કરીએ છીએ, એ સ્થાપનામાં આપણે કેવે। ભાવ હ્રદયમાં લાવવા જોઇએ ? પ્રથમ તે આપણે નવકારમંત્ર ઉચ્ચારીએ છીએ. તે સમયે મુનિ, આચાર્ય, અને ઉપાધ્યાય સર્વસામાયિકમાંજ આખાયે દિવસ હોય છે, પણ આપણે તે ૪૮ મિનિટના નિયમબદ્ધ સામાયિકમાં સર્વ જીવાની આરાધના કરી, સકામનિર્જરા કરવાની હાય છે. તથાપિ તેમાંથી મન કદાચ બહાર જાય તેા, પડિઝમામિ’ કહી પાછા પેાતાના સામાયિકના ઉપયેાગમાં મનને પરાવવું.