SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનયુગ પરર નામ પટનાથી ૨૭ માલ ઉત્તરે ) શહેરના કુંડગ્રામ નામક એક પરાના રહેવાસી હતા,૧ ક્ષત્રિય સિદ્ધાર્થ અને સારાં સારાં સગપણ સંબંધેાથી જોડાયેલી ત્રિશલાના તે બીજા પુત્ર હતા. શ્વેતાંબરે એમ માને છે, તથા આચારાંગસૂત્ર અને કલ્પસૂત્રમાં પણ જશુાવ્યું છે કે તે તીર્થંકરના આત્મા પ્રથમ બ્રાહ્મણી દેવાનંદાના કુક્ષિમાં આવ્યા પણ પાછળથી ઇન્દ્રના હુકમથી ત્રિશલાની કુક્ષિમાં ફેરવી નાખવામાં આવ્યા હતા. પરંતુ દિગંબરે। આ વાત માન્ય રાખતા નથી. તેમનાં માબાપ પાર્શ્વનાથના ભક્ત હતાં. તેમણે તેનું વર્ધમાન રાખ્યું. ( વીર અથવા મહાવીરના નામથી પશુ તેઓ એળખાય છે. અર્હત્ ભગવત્ જિન વિ ગેરે નામે સર્વ તીર્થંકરાને સામાન્ય છે ). તે યોાદાને પરણ્યા અને તેાથી તેમને અણુાજા નામની પુત્રી થઇ. જ્યારે તેમની ઉમર ત્રીસવર્ષની થઇ, ત્યારે તેમનાં માબાપ ગુજરી ગયાં અને તેમના મોટાભાઇ નંદીવર્ધન તેમના પિતાની ગાદીપર આવ્યા. પેાતાના ડિલબન્ધુ તથા ખીજા વઢીકેાની અનુજ્ઞાથી તેણે પેાતાના લાંબા વખતથી ઇચ્છિત નિશ્ચય પાર પાડયા અને જૈવિવિધ અનુસાર અણુગારત્વ અંગીકાર કર્યું. ત્યાર પછી ખારવર્ષ પર્યંત દેહદમન કર્યું; મહાવીર સ પ્રકારનાં દુઃખા સહન કરતાં સાધુ વેષે અહીં તહીં ભટકયા, પહેલા તેર મહીના પછી તેમણે વસ્ત્રા સુદ્ધાં છેાડી દીધાં. ત્યાર બાદ ધ્યાનપરાયણ રહ્યા અને આખરે જેને બદ્દા ખેાધિ કહે છે તેવું કેવલજ્ઞાન પામ્યા. જૈનધર્મના ઉપદેશ કરતા અને અને પોતાના અગ્યાર ગણધરાને ભણાવતા તેઓ ખે’તાલીશ વર્ષ વધુ જીવ્યા. ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ. વાયુભૂતિ, આર્યવ્યક્ત, આર્યસુધર્મન, મડિતપુત્ર, મૌર્યપુત્ર, અકમ્પિંત, અચલભ્રાત, મેતાર્ય, અને પ્રભાસ—આ રીતે અગ્યાર ગણધરાનાં નામ છે. ૪ ૧. હાર્નલના કહેવા પ્રમાણે (ઉપર્યુક્ત પુસ્તક પ્ નોટ. ૮) વૈશાલિનાં બન્ને પરાં કુંડામ અને વાણિય· ગામ તે હાલનાં ખાનીયા અને ખસુકુડ ગામે છે. ૨. સરખાવે। રોહિણીના ગર્ભમાંથી દેવકીના ગ ́માં બલદેવને લઈ જવામાં આવ્યા હતા. જેથી તેમનું નામ સણ તથા રાહિણેય પડયું હતું, આષાઢ-શ્રાવણ ૧૯૮૩ ખેતેર વર્ષની ઉમરે પાવામાં તે નિર્વાણ પામ્યા. ત્યાર પછી કેટલેક વખતે યુદ્ધ દૈવલેાક પામ્યા એમ ઉપર જણાવ્યું છે. આ ઉપરથી મહાવીરના કાળ ૪. સ, પૂર્વે ૪૮૦ માં થયે। એમ કહી શકાય, પરંતુ શ્વેતાંબરા મહાવીરના નિર્વાણ કાળ વિક્રમ સંવતથી ૪૭૦ વર્ષ પહેલાં અર્થાત્ ઇ. સ. પૂર્વે પર૭ માં ગણે છે.૧ પણ દિગંબરેા તેથી ૧૮ વર્ષ માટે ગણે છે. ૩. શ્વેતાંબરાનું ( આગમ ) શાસ્રીય સા હિત્યઃ—શ્વેતાંબરાનાં આગમા મહાવીરે પાતે રચેલાં નથી, (દિગ`બરે। તે આગમેને પ્રમાણભૂત માનતા નથી) પરંતુ કેટલાંક આગમામાં ઇન્દ્રભૂતિ ગૌતમને મહાવીરે જે ઉપદેશ આપ્યા હતા તે તેના શિષ્ય ગણુધર સુધર્માંએ પેાતાના શિષ્ય જખુ સ્વામીને આપ્યા છે એમ જણાય છે. હાલમાં હસ્તીમાં રહેલાં આગમા વિષે ચર્ચા કરતાં પહેલાં એટલું જણાવવું જોઇએ કે જૈનમત પ્રમાણે પહેલા તીર્થંકરના સમયથી ચાદપૂર્યાં અને અગીયાર અંગા એમ બે પ્રકારનાં આગમા હતાં; પણ દૃષ્ટિવાદ નામક ૧૨ મા અંગમાં ૧૪ પૂર્વીના સમાવેશ થઇ જાય છે. મહાવીરની પાટે આઠમા આચાર્ય સ્થૂલભદ્ર સુધીજ ચાદ પૂર્વીનું જ્ઞાન રહ્યું; ત્યાર બાદ વજ્ર સુધીના સાત આચાર્યાં સુધી દશ પૂર્વીનું જ્ઞાન રહ્યું. ત્યાર પછી બાકીનાં પૂર્વી એક પછી એક વિચ્છેદ ગયાં, તેથી આખરે જ્યારે (રાત્ સ. ૯૮૦ માં) આગમા પુસ્તકારૂઢ થયાં ત્યારે બધાં પૂર્વી અને તેથી બારમું અંગ વિચ્છેદ ગયાં. આ જાતની પૂર્વી વિષે શ્વેતાંબરાની માન્યના છે. દિગંબરેાની પણ થાડા ફેરફાર સાથે આગમાના વિચ્છેદ વિષે તેવીજ માન્યતા ૧. પરિશિષ્ટ પર્વે (બીબ્લિ ઇંડી, કલકત્તા ૧૮૯૧) ની મારી પ્રસ્તાવના (પૃ. ૪)માં શ્વેતાંબરાની માન્યતા વિષે મહાવીરના નિર્વાણ પછી ૧૫૫ વર્ષે ચંદ્રગુપ્ત ગાદીએ મે' વિવેચન કર્યું છે. અને જૈનલેાકાની માન્યતા પ્રમાણે આવ્યો એ મિતિ, તથા ઇ. સ. પૂર્વે ૩૨૧ અથવા ૩૨૨ માં (ઐતિહાસિક રીતે) ચંદ્રગુપ્ત ગાદીએ આળ્યે, એમ અને મિતિ સરખાવતાં મહાવીરના નિર્વાણની મિતિ લગભગ ઈ. સ. પૂર્વે ૪૭૬, અગર ૪૭૭ આવી રહે છે.
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy