________________
ગાંધીજી
સમીક્ષા કરી, પરીક્ષા કરી. એની તપસ્યા ભાવના જોઈ વધા સ્વગત જનો, આ મહાવીરનો ધર્મપુત્ર તે નહિ? ખ્રીસ્તીઓના ધર્મગુરૂએ ઉપદેર્યું, ઈસુના દર્શનની ઇચ્છા હોય, તે જાઓ હિન્દમાં. આવો પ્રભાવશાળી ને પૂજ્ય છે એ મહાત્મન; એનું શરીર તે છે જર્જરીત,
મુઠીભર હાડકાને સ્વામિન ” પણ એના આત્મામાં ઉગ્યા છે. પયગમ્બરી તેજ, જે આકર્ષે છે સમસ્ત માનવકુળને. કોઈ રૂપાળી રાતના લલિત લલનાઓના કિન્નર કંઠથી કરે છે એના નામજોડ ગરબા ત્યારે સ્મરણપટપર ચડે છે, ભગવાન શ્રી કૃષ્ણ જશેદાને કાનુડઃ ગોપીઓને કહાન. ભગતજનો એનાં ભજન લલકારે, ત્યારે શ્રવણપટ પડે છે એની રામધૂન; વિરે એનું પૂજન કરે છે ત્યારે શકિત સમો ભાસે છે ભાવે છે અને એના વચન પડે ત્યારે થાય, આ બ્રહ્મવાક્ય તે નહિ? સારા જગતના હૃદયમાં એનો વાસ છે, સારા જગતને હૃદય એમાં વાસ કરે છે. એ બ્રહ્મા તે નહિ? એ છે ખરે પ્રેમી, આબાલ-યુવાન વૃદ્ધને એ “બાપુ” છે. બાળકો કહેશે, બાપુ કહે તે ખરું; જુવાને કહેશે, જય બાપુની; વૃદ્ધ ઉચ્ચારશે આજ છે ખરે નર.
સ્વાતંત્ર્યનો એ અમર પૂજારી છે. મતની એને પરવા નથી. જુલ્મ અન્યાય અનીતિને એ છે દુશ્મન. એને ઉત્સાહ અજોડ છે, એની વિચાર-વાણિ સબળ છે, એ કાર્યકુશળ વ્યવહારદક્ષ છે, એનું હૃદય તે સાગર સરખું વિશાળ છે; દયા-પ્રેમ-અહિંસાથી એ સદા ભીનો છે. ગરીબો તે એને ગળે છે. વ્યક્તિમય એનું જીવન નથી. એ તે છે સર્વ જગતમય. ત્યાગ પરોપકાર એનું જીવન છેઃ સદા એ છે પ્રતિનિરd | માનવીની માફક એ રૂવે છે, માનવીની માફક એ હસે છે. એના જીવનમાં ક્યાંય નહિ જાય, એ માનવતાથી પર હોય, આવાજ દેવી-માનવથી ઉદ્ધાર થાય જગતને. આવાજ દૈવી-માનવ હોય મનુકુલના આદર્શ જન. એના જીવનનું અનુસરણ એ તે પરમાત્માની વાટે, પરમાત્માની પીછાન; એનેથી દેવી ગુર્જરી ઉજળી છે. એનેથી માતા ભારતી ભવ્ય છે, એનેથી જગત સારું દીપે છે; એ છે સોને સન્ત, મનુએઇ, દિશ દિશ ગાજ્યા છે-ગાજે છે, એના જયડંકા વિજયશીલ નાદભર્યા.
( હસ્તલિખિત “ ભાઈબંધ” માંથી)