________________
જૈનયુગ
૩૦૦
ફાગણ ૧૯૮૩
ઉંડા મૂળ નાંખવાના ઉમદા હેતુથી છપાતી આપણી પથપ્રતિક્રમણની ચેાપડીએ છપાવતી વખતે ઘટતી સંભાળ રખાય તે કેવું સારૂં એવી સૂચના જાહેરમાં મુકવાની પૃચ્છા પ્રબળ થાય છે. અર્થે લખતી કે વિચારતી વખતે વ્યુત્પત્તિ અર્થ, રૂઢ અર્થ, ગૌણુ અર્થ વિગેરે તરફ લક્ષ અપાય ત્યાં સુધી તેા વ્યાજખી લેખાય પણ કાઇપણ પ્રાચીન આધાર વિના, ટીકાઓવૃત્તિ જોયા વિના માત્ર કલ્પનાના આશ્રય લેવાય તે। અસહ્ય લાગે છે. વિશેષણને અવ્યય તરીકે, તરતજ પાછળ આવતા ‘નિસીહિઆએ ' શબ્દથી સ્વતંત્ર રીતે, છુટું પાડીને સમજાવવાના પ્રયત્ન કરવે અનુચિત ભાસે છે. આજકાલ જે અર્થે ચાલે છે એ સાધારણ માણસ માટે (જે શબ્દાર્થને પણ મુશ્કેલીથી સમજી શકે તેમને માટે) છે” એ દીલાસા શાંતિ આપતા નથી. તેથી સત્યાર્થ શેાધવા વધુ પ્રયત્ના કરવાનું સદ્ભાગ્ય આપણને પ્રાપ્ત થાય છે.
કેટલાંક પુસ્તકામાં જાવણુજાએ ’શબ્દના ૮ શક્તિસહિત ’એવા અર્થ આપવામાં આવ્યેા છે. એક પુસ્તકમાં તેા એમ પણ લખ્યું છે કે ‘જેના વડે કાળક્ષેપ કરીએ તે યાપનીયા કહિયે તે શક્તિએ સહિત’. જ્યારે ધાર્મિક કેળવણીમાં રસ લેતા એક મિત્રે લખ્યુ` કે “શક્તિસહિત એવા હું વંદન કર્વાને ઈચ્છું છું' અને વધુ ખુલાસા આપ્યા કેઃ—
આપશ્રીના સ્વાધ્યાયાદિકાર્યમાં બાધા-વિક્ષેપ ન આવે તે રીતે વંદન કરવા ઈચ્છું છું' એવે ભાવ
શિષ્યના વિનયતે વધુ શાભાવે, પરંતુ ધાર્મિક ક્રિયાશક્તિસહિત એવા હું–વંદન કરનાર માટે વિશેષણુ નિત્ય–આવશ્યક ક્રિયા કરવા જતાં થાક લગાડે ઉત્સાહ મંદ પાડે તેવે અર્થ કે ખુલાસા ગળે ન ઉતરે એ સ્વાભાવિક છે. ધાર્મિક ક્રિયાના ઉદ્દેશ-આશય હુ'મેશ તદ્દેશીય ઉત્સાહ વધારવાના છે. અને તેમજ સર્વત્ર દેખાય છે તેા પછી અત્રે યથાશક્તિ વંદન કરવા ઇચ્છું છું” તે ભાવ ચિત જણાતા નથી. ઉભા ઉભા કરવાની ક્રિયા હાલતા ખેડા ખેડા થાય છે તે ભવિષ્યમાં સુતા સુતા કે એવીજ કાષ્ઠ પ્રમાદસૂચક દશાએ થાય એવા ભય પેદા થાય છે. ફેટા વંદન, થાભવંદન અને દ્વાદશાવર્ત વંદન એમ વદ નના ત્રણ પ્રકાર પાડી, ગુરૂની અનુકુળતા સાચવવા પુરતું વંદનનુ' ઉચ્ચ રહસ્ય ‘યથાશક્તિ’ જેવા અર્થથી ઉડી જાય એમ ચિંતા થાય છે. બાળદયામાં ધર્મના
રૂપે છે. પૂર્વ મહાન પુરૂષા મેાટી મેટી રીતે વંદના કરી ગયા હશે. હું યથાશક્તિ (શિષ્ય પેાતાની લઘુતા દર્શાવવા માટે ‘શક્તિ સહિત’ એવું વિશેષણુ પેાતાના માટે મુકે છે) વંદન કરૂં છું. ત્યારે તે અતિ વિસ્મય થયા. વિશેષણ અને અવ્યયના તફાવતની ઉપરાંત અણુસમજ કરતાંએ વિભક્તિ તરફની આ દુર્લક્ષતા દુઃખકર થઈ. ‘જાવિણાએ' વિશેષણ છે અને તેને ત્રીજી વિભકિત છે છતાં પ્રથમા વિભક્તિ ગણવાનું આ સાહસ અયેાગ્ય લાગ્યું.
કેટલીક ચેાપડીએમાં‘જાવજ્જિાએ’ના અર્થ યથાશક્તિ' વાંચી મારી મુશ્કેલી વધી, અને તે માટેના ખુલાસાએથી મારી મુંઝવણુ ખમણી થઇ. ગુરૂ વંદન કરવાને ઉત્સુક શિષ્ય વંદન કરવા જતાં પેાતાની શારીરિક શક્તિ માપવા ખેસે-તેને અંગે વિચાર પણ કરે તે મગજમાં ન ઉતરે તેવી વાત થઈ પડી. વંદને ત્સુક વિનયી શિષ્ય પૂજ્ય ગુરૂની અનુકુળતા તપાસે-તેમના સ્વાધ્યાયાદિ કાર્યમાં વિક્ષેપ કાઇપણ રીતે ન પડે તેવું વિચારે, અને તેવીતે રીતે વંદન કરવા ઇચ્છું છું' એમ નમ્ર ભાવે આજ્ઞા માગે પરંતુ તે વખતે ‘ સ્વશક્તિ અનુસાર ' વંદન કરવાની ઇચ્છા તે જાહેર ન કરે. શક્તિ વિનાના માણુસ ઉભા ઉભા હાથ જોડીને પણ નમન કરી શકે, વિશેષ શક્તિવાળા દ્રાદશાવર્ત વાંદાંથી વંદન કરે' એ ખુલાસા ગુરૂની દૃષ્ટિએ ભલે સમાચીન હેાય પણ અત્રે તેા શિષ્યની દૃષ્ટિએ જોવાનું હાઇ, તેવા ખુલાસા વ્યાજખી ન જણાયેા. શિષ્યની વનેચ્છાની દૃષ્ટિએ ‘યથાશક્તિ’ વંદન કરવા ઈચ્છવું તે અવિ રાધ જણાતું નથી. આપશ્રીની અનુકુળતા મુજબ” વંદન કરવા ઇચ્છું છુ એવેા ભાવ કદાચ હોય તે તે અંધખેસતા થઈ પડે.
હવે ‘શક્તિહિત' અર્થ અંધ બેસતા છે કે નહીં તે તપાસવા પહેલાં તેનુ' વિશેષ્ય નિસીહિઆએ' એટલે શું તે પ્રશ્ન ઉપર આવીએ. ‘નિસી(હુઆએ’ એટલે વૈવિધયા એટલે નૈષિધિકા વડે.