SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુષ્કળ ઉષ્ણતામાં વધારો થતાં, રણપ્રદેશમાં હળવો ભેજ ફરી વળે. સંપૂર્ણ પશ્ચિમ ભારતમાં મધ્ય પાષાણયુગનાં હથિયારો આજ યુગના ઘરોમાં મળે છે. દટાયેલ લાલ માટીના થરે આ સમયના ભૂસ્તરમાં દેખાયા છે, જે પુષ્કળ પ્રમાણમાં વનસ્પતિની પેદાશ જણાવે છે. કચ્છના લીલા પટા સિવાય અન્ય ભાગોમાં પણ આ સમયે વનસ્પતિ વધવા સાથે માનવ-વસવાટ લાયક સ્થળોમાં વધારો થયો જણાય છે. પુરાતત્વ ખાતાની શોધ દરમ્યાન તેથી જ મધ્ય અને ઉત્તર પાષાણયુગનાં હથિયારો સારા પ્રમાણમાં મળ્યાં છે. ૧૪ આ યુગની ખાસિયત એવી છે કે માનવ-જનસંખ્યામાં સ્થાનિક ભેદોને પણ વિકાસ નાંધાતાં સ્થળ-રથળના કૃત્યાવશેષોમાં સ્થાનિક છાંટ જુદી તરી આવે છે. છેલ્લે વધારે પડતી જનસંખ્યા અને લીલેતરીના ભયંકર વિનાશને લીધે (વધુ પડતાં ઘેટાં બકરાં જેવાં પ્રાણીઓ દ્વારા) તથા હવામાનને અન્ય ફેરફારને લીધે સંપૂર્ણ પશ્ચિમ ભારતમાં ફરીથી શુષ્ક કાલ શરૂ થાય છે. વિદ્વાનોનું માનવું છે કે આ જ કાલ દરમ્યાન શુષ્કતા વધતાં દુષ્કાળની હારમાળા સર્જાવા લાગી અને હડપ્પીય લેકેની વસાહત ભાંગી પડી. પશ્ચિમ રાજસ્થાનમાં આ સમયની પાણીના અભાવે સેકીને અસ્મીભૂત થઈ ગયેલ નદીઓના સંખ્યાબંધ અવશેષ આચીન અને હેગડેએ શેધ્યા છે. ૧૫- આજે કચ્છ સેમિએરિડ પરિસ્થિતિમાં છે. આપણે જોયું કે ભૌતિક અને વાતાવરણીય પરિવર્તનનો અભ્યાસ માનવ-ઉતક્રાંતિના ક્રમને જાણવામાં કેટલી મદદ કરે છે. હવે જોઈએ કે કચ્છમાં માનવ-વિકાસ કેમ શરૂ થયું. માનવ-વિકાસના પુરાવા-રૂપે આપણી પાસે છે માત્ર અત્ર-તત્ર મળતાં પાષાણયુગનાં હથિયારો, એ સિવાય કશું બીજું હોય તો હવે કાંતે એ નષ્ટ થઈ ગયેલ છે અથવા તે જડયાં નથી. આપણે પૂર્વે જોયું તેમ, કરછમાં ગુજરાતનાં અન્ય સ્થળોની અપેક્ષાએ પુરાતત્ત્વક્ષેત્રે પ્રાગૈતિહાસિકયુગ ઉપેક્ષિત રહ્યો છે અને જરા વધુ અસ્પર્શ રહ્યો છે, તેથી જે કાંઈ છે તેને જ આપણે આપણા અભ્યાસને આધાર માનીએ. કચ્છમાં ત્રણ સ્થળેથી આઘ પાષાણયુગનાં ઓજારો મળ્યાં છે. નખત્રાણા તાલુકાના અંગિયા ગામ પાસે ભૂખી નદીમાં, ભુજેડી, ધરૂડ નદી (દેશલપર-નૂતળી પાસે અને રાપરમાં ભુટકિયા ગામ પાસેથી પ્રાપ્ત થયાં છે. ડિસેમ્બર, ૧૯૬૭માં ૬ ડેક્કન કોલેજ-પૂનાના પુરાતત્ત્વવિદોએ ભૂખી નદીના કટાવવાળી કાંપની ત્રણ ફૂટ ઊંચાઈ સુધીમાં સંશોધન દરમ્યાન, જમીનના જામી ગયેલ માટીના પડમાંથી ડોલેરાઈટની મોટી ફલેકસ (પથ્થરનાં છાપરા) મેળવી. આ હથિયાર બૈસાટ અને ચટનાં બનેલ છે. એ ફલેકસે છે. એમાંથી હેડએકસ (હાથ-કુહાડી), રપ (૨દા જેવી ઘસવા માટેની ફરસી), કલીવસ (કુઠાર), ચેપ (છૂદવાનાં હથિયાર) વગેરે બનાવાયાં છે. ધરૂડ નદીના કાંઠેના નખત્રાણા તાલુકાના દેશલપર-ગંતળી નામની નજીક નૂતળીગઢના મધ્યકાલીન અવશેષો પાસેથી ત્રણ હાથ-કુહાડીઓ મળી આવી છે (એ કરછ સંગ્રહાલયમાં પ્રદર્શિત છે). આ ત્રણ હાથ-કુહાડીઓમાંની બે ઘેરા રતાશ પડતા રંગની અને એક પીળા રંગના કવાર્ટજેટિક રેતિયા પથ્થરમાંથી બનેલી છે. એક કુહાડી લાંબા આકારની ચારે બાજુએ ધાર કાઢેલી છે. એને હાથાને ભાગ ભરાવદાર અને બંને બાજુએ ઊપસેલે છે, બીજી કુહાડી પીળા રેતિયા પથ્થરની બનેલી છે તે પાન-આકારની (Heart shaped) છે. એને બનાવતી વખતે બંને બાજુથી હળવા હાથે છીપરા છેલવામાં આવ્યાં છે. થોડાક અંશે એ લંબગોળ છે. ઘેરા રાતા રંગના કવાર્ટની ઈટ સેન્ડસ્ટેનમાંથી બનેલ છે તેમાં ઉપરથી પાતળી છીપરાની છાલ જેવી કાઢવામાં આવી છે. ભુજેની પાસે મળેલ હથિયારીમાં હાથકુહાડીઓ ખૂરપીઓ અને ફરસીઓને સમાવેશ થાય છે. ૧૪] [ પથિક મ/૧૩ For Private and Personal Use Only
SR No.535368
Book TitlePathik 1991 Vol 31 Ank 08
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1991
Total Pages24
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy