SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોટા ભાગનાં ઓજારે કવાટ જઈટમાંથી જ બનાવેલ છે. ભુજેડી પાસેથી બીજા અનેક ઓજાર પુરાતત્ત્વ ખાતાના એ વખતના અધીક્ષક શ્રી ચિત્તલવાળાને પ્રાપ્ત થયાં હતાં, પરંતુ એ આ હથિયારોને પરિવર્તનની કડી સમાન ગણી મધ્ય પાષાણકાલની શરૂઆત અથવા આદ્ય પાષાણકાલના આખરી તબક્કામાંનાં માને છે. જો એવું હેય તે એ ખરેખર નોંધપાત્ર ઘટના પ્રાગૈતિહાસિક માનવ-ઉત્ક્રાંતિની ગણાય, કેમકે આવી કડીઓ આપણને બતાવશે કે ભારતમાં યુરોપની જેમ માનવ-વસવાટ કટકે કટકે નહિ, અપિતુ સળંગ અને ક્રમબદ્ધ છે. કચ્છથી પ્રાપ્ત આઘ પાષાણયુગીન હથિયારો મોડેના લાયસ્ટોસિન યુગનાં મનાય છે (વકિલ ઉખનનના અભાવે થોડું નિશ્ચિતપણે કહેવું જોઈએ નહિ); જોકે આ વિધાન આપણે માત્ર અન્ય સ્થળોએથી મળેલ આવાં જ હથિયારોના સ્થળના સ્તર–અભ્યાસ (સ્ટ્રોગ્રાફી)ને આધારે જ કહી શકીએખાસ કરીને સિંધ, રાજસ્થાન અને ગુજરાતમાં થયેલ ઉખનનને આધારે. ઘરૂડ અને ભૂખી નદીથી પ્રાપ્ત આદ્ય પાષાણયુગીન હથિયારે કે જેમાં હાથકુહાડા અને કુહાડી (ચેપર અને હેડએકસ) મુખ્ય છે, જે દેશના અન્ય ભાગેની જેમ મોડેના લાયસ્ટોસિન યુગનાં જ હોય એમ જણાય છે. ટશિયરી યુગને અંતિમ કાલ અને કવાર્ટનરી યુગને પ્રારંભ-કાવ એ યુરોપ અમેરિકા તથા દુનિયાના ઉત્તર ભાગમાં અત્યંત ઠંડા હવામાનને કારણે સામાન્ય રીતે મિકૃત-યુગ (સિયલ પીરિયડ) તરીકે ઓળખાય છે. ભારત વિષુવવૃત્તની નજીક હાઈ કદાચ હિમકૃત યુગમાંથી પસાર ન થયે હોય અને તેથી અહીં હિમયુગ દરમ્યાન માત્ર ઠંડા ભેજવાળું હવામાન રહ્યું હોય (હુવિયલ) એમ મનાય છે, પરંતુ હિમયુગને પ્રભાવ ભારત પર સ્પષ્ટ દેખાય છે. ખાસ કરીને હિમાલય અને એની તળેટીને ભાગ હિસાવરણથી પસાર થયા હતા એ ચકકસ છે, પરંતુ દક્ષિણમાં આવી પરિસ્થિતિ હતી કે કેમ એ કહેવું અઘરું છે. ભૂસ્તરશાસ્ત્રીઓ તથા પ્રાચીન પ્રાણી-વિદ્યાશાસ્ત્રીઓના મત પ્રમાણે આ પ્લાયસ્ટાલિન યુગમાં બીજા હિમાવરણ કાલનાં અંતમાં જારે બનાવનાર બુદ્ધિશાળી અથવા અક્કલવાન મનુષ્ય (હેમેસેપિયન) અસ્તિત્વમાં આવી ગયા હતા. ઉત્ક્રાંતિની શૃંખલામાં કપિ-સમુદાયમાં અંતિમ ચરણમાં પુછ-રહિત વાનર-પરિવારની જ એક શાખામાં મનુષ્યને પણ સમાવી લેવાયેલ છે. આપણું પુરોગામીઓ નિશ્ચય જ આપણાથી વિપરીત, પ્રથમ તે ચિમ્પાઝી અથવા ગેરિલાની જેમ ચોપણા જ હતા, પરંતુ એમને એક વિકસિત સ્વરૂપે બે પગે ઊભા રહેવાનું શરૂ કર્યું, પરંતુ શું આ સ્વરૂપને માનવી તરીકે સ્વીકારી લેવું જોઈએ? આ પ્રશ્નનો ઉત્તર જાણવા પહેલાં આપણે એ જાણવું પડશે કે ઉચ્ચ કપિએ (કપિ એટલે પુછ વગરના વાનરો) અને માનવ વચ્ચે ભેદરેખા કયાં પાડવી. અત્રે યાદ રાખવું ઘટે કે વાણીના માધ્યમ થકી વિચારોની આપ-લે પહેલાં પણ માનવી અસ્તિત્વમાં તે હતો જ, તેથી નૃવંશવિદો માને છે કે અન્ય પુથ્થહીન વાનરેથી જે કોઈ ખૂબી માનવીને જુદે તારવી શકે એમ છે તે એ છે શારીરિક ક્ષમતા, ઉપરાંત પિતાના કાર્ય માટે અન્ય વસ્તુઓને હથિયાર તરીકે ઉપયોગમાં લાવવાનું. એમાં પણ ખાસ કાર્ય માટે ખાસ હથિયારો ઘડવાં અથવા તૈયાર કરીને પછી એને ઉપયોગ, આ માત્ર માનવ જ કરી શકે એમ છે. જૂની દુનિયા (અમેરિકાના ખંડો સિવાયના વિશ્વ)માં૧૮ દરેક સ્થળે પુરાતત્વવિદાએ આજે ઠેક-ઠેકાણેથી આવાં પથ્થરનાં હથિયારો શોધી કાઢવાં કે જે ન કેવળ માનવીના અસ્તિત્વ ઉપર પ્રકાશ નાખે છે, બલકે પુરાતાત્વિક સ્તરવિજ્ઞાન અને ભૂભૌતિકીના અભ્યાસ થકી માનવીના સાંસ્કૃતિક વિકાસની પણ કડીબદ્ધ માહિતી આપણને આપે છે. તાજાનિયા (પૂર્વ આફ્રિકા) ની રિસ્ટ-ખીણમાંની પૂર્વ શાખાના નિખ અને મધ્ય પ્લાયસ્ટેસિન થરો માનવ-ઉત્ક્રાંતિ સાથે મે/૧૯૯૩ [૧૫ For Private and Personal Use Only
SR No.535368
Book TitlePathik 1991 Vol 31 Ank 08
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1991
Total Pages24
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy