________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ બતાવી આપ્યું છે કે સેન ખીણનાં ઓજાર મોડેના પ્લાયસ્ટેસિન યુગનાં છે અને શિવાલિક કે અન્ય નવા બનેલ પર્વતની ટેકરીઓમાં સતત ઊંચકાતાં હિમાલયનાં પડેમાં નીચે નીચે અને નીચે દટાતાં જાય છે, તેથી ઉત્તર ભારતની પ્રાગૈતિહાસિક પ્રથમ માનવસભ્યતાના અભ્યાસ અને દેશના અન્ય ભાગો સાથે સરખામણી માટે એ સમયના હિમાલયનાં ભૂસ્તર અને પર્યાવરણને અભ્યાસ કરવા જરૂરી છે. પિટર્સનના વિધાન પછી પ્રાગૈતિહાસિક કાલના અભ્યાસીઓએ સમગ્રરૂપે ભારત અને વિશિષ્ટરૂપે પશ્ચિમ ભારતની ભૌતિક સંસ્થાના અભ્યાસમાં રસ લેવા લાગ્યા ત્યારે જણાયું કે વાસ્તવમાં સમસ્ત વિશ્વની જેમ ભારતીય ઉપખંડ પણ સ્થાયી અને અસ્થાયી વાતાવરણીય પરિવતનેને ભોગ બન્યા છે.
આ અભ્યાસના ફલસ્વરૂપે આપણને ખ્યાલ આવે છે કે કચ્છ ન તો કાયમ ખુશ્કીવાળે રણપ્રદેશ રહ્યો છે કે ન તો કાયમી લીલે અને ભેજયુક્ત વનપ્રદેશ. ખરેખર છેલ્લા હિમપ્રપાતયુગના અંત સાથે કચ્છમાં સમયે સમયે લીલેતરીવાળી અને શુષ્ક બેઉ પરિસ્થિતિ સર્જાતી રહી છે. કચ્છની ભૂસ્તરીય રચના વચ્ચે લાવારસની ટેકરીઓને ચારે બાજુ પથરાયેલ–એક બાજુ જ્યાં પરવાળાં અને જીવાશ્મીય ચૂનાના થરોથી બની છે, તે બીજી બાજુ વાગડ અને બન્નીને પ્રદેશ તથા સિંધના કાંપે અને રાજપૂતાનાની મભૂમિને ભાગ છે. ઉત્તરીય કચ્છ સીધે-સીધે સિંધ રાજપૂતાના અને પંજાબના સપાટ ભાગોના રસ્તે હિમાલય સુધી ધરાતલીય સપાટ પ્રદેશની એક પહોળી ગલી જેવા વિસ્તારથી સંકળાયેલ છે, તેથી શિયાળામાં ગુજરાતના અન્ય વિસ્તારની અપેક્ષાએ અહીં ઠંડી વધુ સખત પડે છે. કાંઠા વિસ્તાર ભૂજની ઊંચાઈથી ન કેવળ આ ઠંડીથી સુરક્ષિત રહે છે, દરિયાઈ ભેજથી ઉષ્ણતા પણ મેળવે છે.
મેડેના-ગ્લાયસ્ટોસિન યુગમાં કે જયારે વિશ્વમાં ખાસ તે આફ્રિકા એશિયા અને પશ્ચિમ યુરોપમાં માનવની ઉત્ક્રાંતિની સૌથી સારી વાતાવરણીય પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે કરછમાં પણ સરસ વસવાટ કરવાની પરિસ્થિતિ હતી. રિમોટ-સેસિંગ પદ્ધતિથી મેળવેલ ઉપગ્રહચિત્રો જણાવે છે કે કચ્છના ઉત્તરમાં પ્રાથળ અને દક્ષિણમાં મુંદ્રા સુધીના વિસ્તારમાં લાયસ્ટેસિન પૂર્વેના સમયને લીલે પટો જોવા મળે છે, જે પાછળથી રેતીના થરો નીચે દબાઈ ગયે (શુષ્ક સમયમાં), તે વાગડ અને ઉત્તર ગુજરાતના ભૂસ્તરીય અભ્યાસમાં વિદ્વાનોએ ૨ રેતીને અસ્મીભૂત થયેલ મોટા ટેકરાઓ (આ ટેકરાઓ આજે રેતિયા પથ્થરના ટેકરા જેવા લાગે છે, ખરેખર તે આ ટેકરા જામી ગયેલ રેતીના ટીંબા જ હતા.) જેવા છે. આ અસ્મીભૂત રેતીના ટેકરાએ છેક દિલ્હીથી વડોદરા સુધી વિસ્તાર દર્શાવે છે, તેથી આવ્યીન અને હેગડે વગેરે જણાવવા પ્રેરાય છે કે મધ્ય-પ્લાયસ્ટાસિન યુગમાં રણને વિસ્તાર આજે છે તેના કરતાં વધારે વિસ્તૃત હતું, પરંતુ મોડેના પ્લાયસિન યુગમાં હવામાં ભેજને વધારે થતાં વનસ્પતિયુક્ત વિસ્તારને વધારે થયે અને ઉત્તરગુજરાત સિંધ કરછ સૌરાષ્ટ્ર અને રાજપૂતાનાના શુષ્ક પ્રદેશમાં ઘાસ-ચારાની સુવિધા વધી, ઘાસચાર વધતાં તૃણભક્ષીઓ અને કંદમૂળ-ફળોનું પ્રમાણ ખૂબ જ વધ્યું. આ બેઉ આદિમાનવના ઉછેર માટે ખૂબ જ જરૂરી હતું, તેથી જ્યારે આ લીલેરી વધી ત્યારે જ માનવને ઉદ્દભવ જે આપણે પ્રોફેસર ચોપરાને મત સ્વીકારીએ તે)' અથવા આગમન (જે માનીએ કે એ આફ્રિકાથી અથવા ઈન્ડોનેશિયાથી આવ્યો હોય તે) થે. રિમેટ-સેસિંગ ચિત્રો આપણા કચ્છનાં રજુ કર્યા છે તે બતાવે જ છે કે મોડેના પ્લાયસિન યુગમાં કચ્છ ભેજયુક્ત લીલેરીથી આચ્છાદિત પ્રદેશ હ.
ધીમે ધીમે વાતાવરણમાં પરિવર્તન આવ્યું અને શુષ્કતા વધતી ગઈ. એને લીધે રેતીના થરમાંથી વનસ્પતિ લુપ્ત થઈ ગઈ અને રેતાળ વિસ્તાર વધે, પરંતુ આ પરિસ્થિતિમાં હિમાલયવિસ્તારમાં
પથિક
૧૯૯૩
For Private and Personal Use Only