SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટૂંકમાં વૃત્તાંત આવરી લેવાય છે, આમ છતાં એમાં ઈ. સ. ૧૫૦૧ સુધીને મહમૂદ બેગડાને પણ ઈતિહાસ આપવામાં આવ્યો છે. એક ધટનાસભર ગ્રંથ તરીકે એનું વિશેષ મહત્વ છે. ફુદીન મુહમ્મદ બુખારી: સરફુદીન બુખારીને ગ્રંથ “તારીખે સલાતીને ગુજરાતના નામે ઓળખાય છે. એણે ગુજરાતના સુલતાન મુઝફરશાહ બીજાના સમયમાં ગુજરાતમાં નેકરી કરેલી, પરિણામે એને ગુજરાતને વૃત્તાંત વિશેષ આધારભૂત છે. બુખારીને આ ગ્રંથ ઘણે જ વિરતૃત છે અને એ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. એણે પિતાની આ રચનામાં ઈ. સ. ૧૩૪૨ થી ૧૫૧૧ સુધી ગુજરાતને ઇતિહાસ ગુજરાતી સુલતાનોને કેન્દ્રમાં રાખીને આલેખ્યો છે. અત્યારે આ ગ્રંથ સળંગ સ્વરૂપે મળતું નથી, પરિણામે ગુજરાતની પ્રજા સ્વતંત્ર ગુજરાતી સલતનતના સમયની અનેક અગત્યની ઘટનાઓથી અજાણ બની રહી. કરીમુદ્દીન હબીબુલાહ ખામીર: કરીમુદ્દીન અબીલને વતની હતો. એના ગ્રંથને હલીબુસિયર' તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રંથ લખવામાં શૈઝતુસફા' નામના ગ્રંથને આધાર લેવામાં આવ્યો છે. લેખક પોતે પ્રવાસને શોખીન હતા તેથી એમાંની અનેક ઘટનાઓ જાતનિરીક્ષણને આધારે આલેખાઈ છે. આ પુસ્તક મેડમી ૪૮ વર્ષની ઉંમરે લખવાનું શરૂ કર્યું અને આઠ વર્ષની મહેનતને અંતે એ પૂરું કરવામાં આવ્યું. આ વિસ્તૃત ગ્રંથ ત્રણ પ્રસંગોમાં વહેંચાયેલું છે, જેમાં છેલ્લે સમીક્ષા વિભાગ ઘણું જ મહત્વ છે, કરીમુદ્દીને એના ઈતિહાસમાં મુહમદ ગઝનવીની સોમનાથ પરની ગડાઈ વિશે ઘણી વિગતે લખ્યું છે. એના જણાવ્યા પ્રમાણે મહમદે ગુજરાત આવવા પાણીનાં ૨૦,૦૦૦ માટલાંથી લદાયેલા ટો સાથે જેસલમેરના રણને ભાગ લીધો હતો. એ પાટણ થઈને સોમનાથ આવેલ. “મનાથના મંદિરમાં એટલું બધું ધન હતું કે એને દસમે ભાગ પણ કોઈ રાજાના ખજાનામાં નહિ હોય એવી એની ધ ગુજરાત એ સમયે આર્થિક રીતે કેટલું સમૃદ્ધ હશે એનો ખ્યાલ આપે છે. - સેમિનાથના વિજય પછીને કરીમુદ્દીનને અહેવાલ ઘણે જ રોચક છે. એ જણાવે છે તેમ મુહમદે ગુજરાત જીત્યા પછી ત્યાં પોતાના સુબા તરીકે દામ્બીલીમ મુર્તાઝ નામની વ્યક્તિની નિમણૂક કરી હતી. આ વ્યક્તિ કેણ હતી એ ગુજરાતના ઇતિહાસની રહસ્યમય બાબત છે. 'દાલ્સીલીમને શબ્દાર્થ સર ઇલિયટના મતે “સાધુને કસરતબાજ શિષ્ય” એ થાય છે. બર્ડ દાસ્સલીમને “દેવશીલનું અપભ્રંશ રૂ૫ માને છે, જ્યારે એલ્ફિન્સ્ટન એમ માને છે કે આ વ્યક્તિ જૂના ચાવડા વંશની હરો અને ગુજરાતના મૂળ શાસક તરીકે મુહમદે એને ગુજરાત પાછું સેપ્યું હશે. કરીમુદ્દીન પિતે નેધે છે તેમ મનાથના લેકેએ જ મુહમદ ગઝનવીને દાન્સીલીમ પતિના બ્રહ્મન નામના જુવાનને ગુજરાતની ગાદી સોંપવા વિનંતી કરી હતી, જ્યારે લોકોના બીજા જૂથે આ જ જાતિની અન્ય વ્યક્તિને રાજગાદી સોંપવા જણાવેલું. છેવટે દાન્સીલીમ મુર્તાઝને નિયમિત ખંડણી મેકલવાની શરતે ગુજરાત રોપવામાં આવ્યું. હબીમુસ્સિયર' નામના એક અન્ય ગ્રંથનું ગહન અધ્યયન કરતાં એમ લાગે છે કે આ દાન્સીલીમ મુઝ હિન્દુ હતા, કારણ કે કરીમુદ્દીને એના મેમાં “અમારા ધર્મમાં આમ છે” એવું કહેતા શબ્દો મૂક્યા છે કે મુહમદની પૂઠ ફરી કે તરત જ ચૌલુક્ય શાસક ભીમદેવ પ્રથમે આ “મુહમદના માણસને ઉથલાવીને ગુજરાતને ગઝનાથી સંપૂર્ણ સ્વતંત્ર કર્યું. મીર શૈવદ અલી કાશાની : કાશાનીએ પિતાના પુસ્તક “તારીખે મુઝફરશાહી'માં ગુજરાતના સુલતાન મુઝફરશાહ બીજાના સમય ઈ. સ. ૧૫૧૧ થી ૧૫રક સુધીનો ઇતિહાસ આ પથિક] એ/૧૯૯૩ For Private and Personal Use Only
SR No.535368
Book TitlePathik 1991 Vol 31 Ank 08
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1991
Total Pages24
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy