SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. એ કવિ અને વૃત્તાંતનિવેક હતું તેથી આ પુસ્તકને અર્ધો ભાગ પદ્યમાં લખાયો છે. એમને ગુજરાતને માળવા વિજયને અહેવાલ નોંધપાત્ર છે, કારણ કે આ અભિયાન વખતે લેખક હાજર હતા. સુલતાન તરફને અનુગ્રહ એના પુસ્તકમાં સ્પષ્ટ દેખાય છે. | મુઘલ સમ્રાટ બાબર : બાબરે એની આત્મકથા “તુઝક-ઈ-બાબરી” તુકી ભાષામાં લખી હતી. અકબરના રાજય-અમલ દરમ્યાન એનું ફારસીમાં ભાષાંતર અબ્દુર્રહીમખાનખાનાએ કર્યું હતું, બાબરે પોતાના સમયની હિંદની સ્થિતિનું વર્ણન કરતાં જે પાંચ મહત્ત્વના મુસ્લિમ શાસકો ગણુવ્યા છે તેમાં ગુજરાતને બીજા ક્રમે મૂકયું છે. એણે સુલતાન મુહમ્મદ મુઝફર વિશે પણ લખ્યું છે. એની ધાર્મિકતાનાં આ પ્રથમ મુઘલ સમ્રાટે પુષ્કળ વખાણ કર્યા છે. ગુજરાતના સુલતાનના પૂર્વ વિશે પણ એ માહિતી આપે છે. સુલતાન બહાદુરશાહ વિશેનાં એનાં વિધાને મુસ્લિમ તવારીખ-સાહિત્યમાં પ્રચલિત બન્યાં છે. ઇબ્રાહિમ બિન હરીરીઃ હરીરીના ગ્રંથનું નામ “તારીખ–ઈ–ઈબ્રાહીમ” છે. એમાં એક પ્રાચીન સમયથી બાબરે હિંદમાં પિતાનું રાજ્ય સ્થિર કર્યું ત્યાંસુધીને ઈતિહાસ છે. હિંદના ઈતિહાસની શરૂઆત એણે દિલ્હીના ગુલામ વંશના શાસકોથી નકરી છે. એમાં ગુજરાત પર હુમાયુએ આક્રમણ કર્યું એને અહેવાલ આપવામાં આવ્યો છે. આ પુસ્તક લેખકે હુમાયુના રાજયકાળ દરમ્યાન લખ્યું હતું તેથી એને “તારીખ-ઇ–હુમાયુની” પણ કહેવામાં આવે છે, હુસામુદ્દીનખાન : હુસામુદ્દીનખાન અમદાવાદને વતની હતો. એના દાદા જલાલુદ્દીન મુહમ્મદ મુહાફીઝખાને મહમૂદ બેગડાના સમયમાં અમદાવાદની હાકેમી કરેલી અને છેવટે બેગડાનો વજીર બને. એના ગ્રંથને તારીખે બહાદુરશાહી' તરીકે ઓળખવામાં આવે છે. એમાં દિલ્હી સલતનતથી શરૂ કરી સુલતાન બહાદુરશાહના શાસનને અંત સુધીના સમયને, અર્થાત ઈ. સ. ૧પરથી ૧૫૩૭ સુધીને ઇતિહાસ આલેખાય છે. એના પુસ્તકને લેખકના નામ પરથી “તબકતે હુસામખાની' કે “તારીખે હુસામખાને” તરીકે એના અનુગામીઓએ ઉલ્લેખ કર્યો છે. શરૂઆતમાં “તારીખે બહાદુરશાહી'ના લેખકને વિવાદ ઊભે થયેલે, કારણ કે મિરાતે સિંકદરી’ અને હાછબીરના ગુજરાતના અરબી ઇતિહાસમાં એનાં ઉતારા અને નેધે પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, પરંતુ ક્યાંય ઈતિહાસલેખકનું નામ મળતું નથી. હાઇદબીરના ઇતિહાસના વિદ્વાન સંપાદક સર ડેનિસન રોસે “તારીખે બહાદુરશાહીને લેખક હરામખાન હોત એમ સર્વપ્રથમ દર્શાવ્યું અને એમના સંપાદનની અરબી આવૃત્તિની અંગ્રેજી પ્રસ્તાવનામાં સબળ કારણો-પ્રમાણે આપીને આ બાબતે સિદ્ધ કરી. ઈ. સ. ૧૭૬૧ માં અમદાવાદના અલીમુહમ્મદખાને “મિરાતે અહમદી'માં આ પુરતકને ઉલ્લેખ કર્યો છે, પરંતુ હજુ સુધી એની મૂળ પ્રત મળી શકી નથી, લેખક સમકાલીનની સાથે એ સમયના ઘણું બનાવોને સાક્ષી હતા. રાણા સંગ્રામસિંહે ગુજરાત પર આક્રમણ કર્યું તથા મલિક આયાઝે પ્રતિઆક્રમણ કર્યું ત્યારે મુસ્લિમ લશ્કરમાં લેખક પોતે સામેલ હતા. આ યુદ્ધનું વર્ણન હુસામ-ઉદ્દીનખાનના અનુગામીઓએ તારીખે બહાદુરશાહીમાંથી લેવાનું યોગ્ય માન્યું છે. તદુપરાંત સુલતાન મુઝફરશાહ બીજાને રાજ-અમલ દરમ્યાન થયેલાં અનેક યુદ્ધોમાં લેખક હાજર હતે. એક વૃત્તાંત પ્રમાણે ગુજરાતના માળવા પરનાં આક્રમણ તથા યુદ્ધમાં લેખકે જાતે ભાગ લીધેલો તેથી ગુજરાતના લશ્કરની આવી ઘટનાના એના વૃત્તાંતે મુસ્લિમ તવારીખકારની સ્વભાવગત ધમધતાના અત્યુક્તિના અંશોને બાદ કરતાં થોડા આધારભૂત છે. હુસામુદ્દીનખાન સુલતાન બહાદુરશાહને મહત્ત્વને અમીર તેમજ અંગત મિત્ર હતા. હુમાયુના ગુજરાત-આક્રમણ વખતે મુઘલ સામેના પ્રતિ આક્રમણની યોજના ઘડવા માટે એ પિતાના સાથીદારે મે ૧૯૯૩ [પશ્ચિક For Private and Personal Use Only
SR No.535368
Book TitlePathik 1991 Vol 31 Ank 08
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1991
Total Pages24
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy