________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફ્રીરાઝશાહ સુધીની વિગતો એણે પાતાના ખરની અને અફ્રીક઼ જેવા પુરાગામીને આધારે નોંધી છે. એ પછીના અહેવાલ એણે વિશ્વાસપાત્ર માહિતી તથા જાતનિરીક્ષણના આધારે લખ્યા છે. આ બાબત એણે ગ્રંથની પ્રસ્તાવનામાં સ્પષ્ટ કરી છે.
આ ગ્રંથમાં ફિરાઝશાહ તુધલુકના સમયમાં ઝફરખાન જ્યારે ગુજરાતના સૂક્ષ્મા હતા ત્યારના ગુજરાતની માહિતી છે. એ સમયે ગુજરાતની સમૃદ્ધિને કારણે ગુજરાતની બાગીરી મેળવનારે દિલ્હી દરબારને ધણી ઊંચી કિ`મત ચૂકવવી પડતી હતી. ઈ. સ. ૧૩૭૬-છછ માં શમ્સ દામધાનીએ ગુજરાતની બાગીરીના બદલામાં દર વર્ષે ૪૦ લાખ ટટકા, ૧૦૦ હાથી, ૨૦૦ અરબી ઘેાડા અને ૪૦૦ હિન્દુ તેમજ એબિસિનિયાઈ ગુલામા આપવાનુ વચન આપેલું. એણે ઉપયુક્ત કિંમત કરતાં વધારે કિ ંમતે ગુજરાતની સુખાગીરી મલિક ઝિયા–લમુલ્ક મલિક શમ્મુદ્દીન અબૂ જાને વેચી દીધી. આ પરથી એ સમયે મુસ્લિમ સભાઓ દ્વારા ગુજરાતની પ્રજાને વેરાની વસૂલાત વખતે કેવી લૂંટવામાં આવતી હશે એના ખ્યાલ આવે છે.
સરહિન્દીએ ગુજરાતના અમીરાના બળવાની વિગતા આપી છે. શાહજાદા મહમદખાન પણ ગુજરાતના અમીરાના પક્ષે ભઢ્યા હતા. અશ્વદળના સેનાપતિ મલિક યાકૂબને ‘સિંકદરખાન’તા ઈલ્કાબ આપીને ગુજરાત માકલવામાં આવ્યા. અને ખંભાતના અમીર મલિક મુરીહે કતલ કર્યાં હતા. આ ઉપરાંત ગુજરાતના પ્રથમ સ્વતંત્ર સુલતાન તાતારખાને પોતાની યુવરાજાવસ્થામાં દિલ્હીના રાજકારણમાં સુલતાન મુહમ્મદશાહ તુઘલુકના સમયમાં કેવાં પરાક્રમા કરેલાં એની માહિતી આ ગ્રંથમાં છે. એમાં એવી પણ તેાંધ છે કે તૈમૂરની ચડાઈ વખતે ગુજરાતે સુલતાનને આવકારીને આશ્રય આપ્યા હતા.
અબ્દુલહુસેન તુની : તુનીની રચના ‘સિરે મહમૂદશાહી'ના નામે ઓળખાય છે. એણે એ ગુજરાતના વિખ્યાત સુલતાન મહમૂદ બેગડાના સમયમાં લખેલી. આ ગ્રંથમાં ગુજરાતના સૂબાઓના ઇતિહાસ વિગતપૂર્ણ રીતે આપેલા છે. એમ કહેવાય છે કે એણે આ ઇતિહાસગ્રંથ મહમૂદ બેગડાની ઈચ્છાથી લખ્યા હતા તેથી એમાં ક્રૂરખાન ગુજરાતના એ નિમાયા ત્યારથી ઈ. સ. ૧૪૮૬ ઇતિહાસ છે. તુનીને સૌથી ત્રધારે અનુકૂળતા સરકારી પત્રવ્યવહાર જોવાની હતી, પરિણામે એને આ ઇતિહાસગ્રંથ વધારે આધારભૂત બન્યો છે, જોકે એણે ધણી જગ્યાએ અત્યુક્તિ કરી છે,
શમ્મુદ્દીન મુહમ્મદ ઝીરક અબ્દુલહુસેન તુનીની માફક ઝીરકે પણ પોતાના ગ્રંથનું નામ ‘મઆસિરે મહમૂદશાહ' રાખ્યુ` હતુ`. એણે પોતાની આ રચનામાં સુલતાન મહમૂદ એગડાના શાસનના છેલ્લા બે દાયકાને ઇતિહાસ આલેખ્યો છે. લેખક પોતે એગડાને આશ્રિત હતા. તુનીના ઇતિહાસગ્રંથના અનુસ ંધાને સુલેમાન નામના એગડાના અત્યંત વિશ્વાસુ સરદારે ઝીરકને આગળ વૃત્તાંત લખવાની આજ્ઞા કરી હતી, પરિણામે ઝીરકની આ રચના તૈયાર થઈ.
અબ્દુલકરીમ નીહિન્દી: એનુ આખુ નામ અબ્દુલકરીમ બિન અતાઉલ્લા નીમહિન્દી હતું, એણે ‘તબકાતે મહમૂદશાહી’ નામના ગ્રંથ લખ્યો હતો. આ ગ્રંથને ‘તાકાતે અબ્દુલકરીમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. લેખક પોતે ગુજરાતમાં બહમનીસલ્તનતના રાજદૂત હતા. આ ગ્રંથમાં ઈસ્લામનેા વાસ્તવિક ઇતિહાસ છે. આમ છતાં એનાં છેલ્લાં પ્રકરણેામાં ગુજરાત વિશે ઉપયેગી માહિતી આપવામાં આવી છે. ગુજરાતી સલ્તનતના સમકાલીન ઇતિહાસગ્રંથ તરીકે એનુ મૂલ્ય વિશેષ છે.
ફૈઝુલ્લાહ ખિમ્માની : બિમ્બાનીના ગ્રંથને ‘તારીખ સદેજહાન' તરોકે ઓળખવામાં આવે છે, કારણ કે લેખક પોતે ‘સદેજહાન ગુજરાતી’ તરીકે ઓળખાતા હતા. પ્રસ્તુત રચનામાં સમગ્ર ભારતને
$ ]
મે/૧૯૯૩
[પશ્ચિક
For Private and Personal Use Only