________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાજિક સુધારે અને કરસનદાસ મૂળજી [૧૯મા સૈકાના પૂર્વાર્ધ
શ્રી વિકેશ સુશીલચંદ્ર પંડયા ઈ. સ૧૮૧૮ માં ગુજરાત ઉપર બ્રિટિશ શાસનની સ્થાપના થયા બાદ ગુજરાતમાં નવી સામાજિક ચેતનાને ઉગમકાલ શરૂ થશે. બ્રિટિશ શાસએ વિકસાવેલ વહીવટી અને કાનૂની સંસ્થાઓ તેમજ વ્યક્તિ સ્વાતંત્રયનાં મૂલ્ય ઉપર રચાયેલા વિચારોને પરિણામે ગુજરાતમાં એક ન મધ્યમ વર્ગ ઉત્પન્ન થયેલ. આ નવા બૌદ્ધિક મધ્યમ વર્ગે ગુજરાતમાં ઘર કરી ગયેલાં વહેમ અંધશ્રદ્ધા તેમજ સામાજિક અનિષ્ટો અને કુરિવાજો સામે ઝુંબેશ ઉઠાવી. દુર્ગારામ મહેતાજી, કવિ નર્મદ, મહીપતરામ રૂપરામ અને કવિ દલપતરામ જેવા સંનિષ્ઠ સુધારકે સમાજસુધારાના વાઉકબન્યા,
આ સૌ સમાજસુધારકોમાં જે કોઈ મહાન અગ્રેસર હોય તે એ કરસનદામ મૂળજી (૧૮૩૨૧૮૭૧) હતા. એઓ સાચા અર્થ માં યુગપલટાનું સંતાન હતા. એમના પૂર્વજે મૂળ સૌરાષ્ટ્રના હતા, પણ સૌરાષ્ટ્રના બીજા અનેક કપોળ વણિકની જેમ એઓ મુંબઈમાં સ્થાયી થયા હતા અને આમ કરસનદાસને જન્મ પણ મુંબઈમાં ૧૯૩૨ ના જુલાઈમાં થયેલે.
કરસનદાસ તેજસ્વી વિદ્યાર્થી હતા. ૧૮૫૩ માં એએ ૨૧ વર્ષની ઉંમરે એરિસ્ટન કૉલેજમાં જોડાયા અને શરૂઆતથી જ આ કૅલેજની બૌદ્ધિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયા. કોલેજ-કાલથી જ એઓ “રાસ્ત ગોફતાર” નામના સામયિકમાં લેખો લખતા. આ ઉપરાંત એઓ બુદ્ધિવર્ધક હિંદુ સભા”, સાથે પણ ઘનિષ્ઠ રીતે સંકળાયા. ૧૮૫૩ માં એમણે માત્ર ૨૨ વર્ષની ઉંમરે “વિધવા-પુતંલગ્ન” શીર્ષક નીચે નિબંધ લખ્યો. આ નિબંધમાં એમણે સ્ત્રી-પુરુષના સમાન અધિકારની ઘોષણા કરી અને વિધવાની અત્યંત લાચાર પરિસ્થિતિનું વર્ણન કર્યું. એમણે દલીલ કરી કે “જે પુરુષો એમની પત્નીના અવસાન પછી બીજી ત્રીજી કે ચેથી વાર લગ્ન કરી શકતા હોય તો બાર-ચૌદ વર્ષની બાળવિધવાને લગ્ન કરવાને અને જીવન જીવવાને કોઈ જ અધિકાર નહિ?” આ વખતે કરસનદાસનાં માતા મૃત્યુ પામ્યાં હોવાથી, અને બાપે બીજા લગ્ન કર્યા હોવાથી જુવાન કરસનદાસ એમનાં માતાનાં વિધવા કાકીને ઘેર રહેતા હતા, પણ કરસનદાસનાં કમનસીબે કરસનદાસે સંતાડી રાખેલે આ નિબંધ કાકીના હાથે ચડી ગયે અને કાકીએ કરસનદાસને ઘરની બહાર હાંકી કાઢયા.૩
આમ અચાનક હકાલપટ્ટી થવાથી કરસનદાસને નોકરી કરવી પડી, પરંતુ નોકરીની સાથે સાથે એમણે મુંબઈથી પ્રસિદ્ધ થતા “સત્યપ્રકાશ” સામયિકમાં સુધારાના લેખ લખવા માંડ્યા. ૧૮૫૫ માં એ એના તંત્રી પણ બન્યા.
કરસનદાસે સ્ત્રી-પુરુષનાં કડાં, બાળલગ્ન, વિધવા ઉપરના અત્યાચાર, પરદેશગમન, જ્ઞાતિ દ્વારા થતાં શેષશુ વગેરે વિષયો ઉપર ઘણા લેખ લખ્યા હતા અને વ્યક્તિગત રીતે તથા સંસ્થાઓ દ્વારા આ કુરિવાજો સામે ઝુંબેશ પણ શરૂ કરી હતી. આમ છતાં પણ સુધારક તરીકેની કારકિર્દીના સિતાજ૨૫ જે કોઈ પ્રસંગ હોય તે એ ૧૮૬૧ ને “મહારાજ લાયબલ કેસ' હતો. વલભ-સંપ્રદાયના કઈ ધર્મગુરુઓની ક્યાંક કયાંક જોવામાં આવતી અનીતિમાંથી આ કેસ ઉજવ્યો હતો. એ સંપ્રદાયના કોઈ કઈ ધર્મગુરુઓની એમના સેવકે--અનુયાયીઓ ઉપરની પકડ કપી ન શકાય તેટલી મજબૂત હતી. એઓએ અનુયાયીઓ ઉપરની સત્તા જમાવવા તેમજ ટકાવી રાખવા એમની જ્ઞાતિઓ તેમ મહાજને દ્વારા જાળ બિછાવી હતી. ભાટિયા અને કળ વાણિયા જેવા વેપારીઓ ઉપર એ રીતસરના
એપ્રિલ/૧૯૯૦
પથિક
For Private and Personal Use Only