SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષાનું ભવિષ્ય જ્યોતિલા ખારોડ ૧૯૬૮ની એટલે કે ચાળીસેક વર્ષ પહેલાંની વાત છે. વાત બિલકુલ અંગત છે, એટલે શરૂઆત આ વાતથી કરવી, ન કરવી. તેની અવઢવ બહુ રહી. પણ વિષયને સ્પર્શતી હોવાથી આ વાત લખવી જ જોઈએ, એમ લાગ્યું. લગભગ ૧૯૬૬માં અમદાવાદની સ્કૂલ ઑફ આર્કિટેક્ટમાં સિસ્ટર કૉન નામના વિઝિટીંગ પ્રોફેસર આવ્યા. ૪-૫ વર્ષનું રોકાણ હતું એટલે એમનાં પત્ની રુથ કૉને અંગ્રેજી મીડિયમની નર્સરી, કે.જી., શરૂ કર્યાં. પાસે હોવાને કારણે, ચાલતા જ લેવા જવાનું સરળ પડે તેથી અમે અમારા નાના પુત્રને ત્યાં મૂક્યો. બે વર્ષ જોતજોતામાં પૂરાં થઈ ગયાં. રુથ કૉને દરેક માબાપને પુછાવ્યું કે તેઓ તેમની શાળામાં તેમના બાળકને ચાલુ રાખવા માગે છે. કે કેમ? અમે ‘ના’નો જવાબ લખી મોકલ્યો. એમણે અમને રૂબરૂ મળવા બોલાવ્યાં. અને અમને અમારા આ અભિપ્રાય અંગે પૂછ્યું. અમે અમારી વિચારસરણી રજૂ કરી. અમે માનતાં હતાં કે શાળાકીય શિક્ષણ જ માતૃભાષામાં બાળક લે તો તેની ઓછી મહેનતે વધુ મળે, સમજણ સ્પષ્ટ રહે, અને તે સહજપી આગળ વધી શકે. અમારા આશ્ચર્ય વચ્ચે એમણે અમને ખૂબ અભિનંદન આપ્યાં અને કહ્યું કે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં માબાપને પોતાના બાળકને માતૃભાષા છોડી બીજી ભાષામાં ભણાવવાની ઘેલછા છે. પોતે ઘણા દેશોમાં ફર્યાં છે, પણ આવી ઘેલછા તેમણે અહીં જ જોઈ. તેમણે ત્યારે જે કહ્યું તે બરોબર યાદ છે : ‘ગુજરાતી માધ્યમમાં ભણતું તમારું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળક કરતાં જ્યારે અભ્યાસ પૂરો કરશે ત્યારે ક્યાંય આગળ હશે. અમે ૨૮ તો ખરેખર મીઠાં ફળ ચાખ્યાં. પણ દુઃખદ વાત એ છે કે અંગ્રેજી માધ્યમમાં બાળકને શિક્ષા દેવાની વાતે એટલું તો જોર પકડ્યું છે. કે અંગ્રેજી ન જારાનાં માબાપ પણ બાળકને અંગ્રેજી માધ્યમમાં ધકેલે છે અને આપણે આપણી માતૃભાષાથી દૂર, વધુ ને વધુ દૂર જતા જઈએ છીએ. તેનાથી વિખૂટા પડવા માંડ્યા છીએ. અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે. ભૌતિક અને બૌદ્ધિક વિકાસ માટે તેની જરૂર છે, એની ના જ નથી, પણ એ જેટલું જરૂરનું છે તેથીય વધુ તાતી જરૂર આપણા ‘ગુજરાતી’ને મહત્ત્વ આપવાની છે. માને મૂકીને માસીને થોડી પૂજાય ? પણ આપણી માનસિકતા જ આ પ્રકારની થઈ ગઈ છે. માતૃભાષા, માતા અને માતૃભૂમિનું પ્રદાન વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્ત્વનું છે. ઊલટાક્રમમાં લઈએ તો માતૃભૂમિ દ્વારા આપણે આપણી ઓળખને જાળવી રાખીએ છીએ. માના ધાવણ અને માવજતથી ક્લેવર ઘડાય છે, મમતાના - સમજણના પાઠ મળે છે. અને માતૃભાષા (એટલે કે આપણે તો ગુજરાતી જ ને!) આપણને આપણા ઘર અને આપણા સમાજ સાથે જોડાયેલા રાખે છે. માતૃભાષા એટલે કે ગુજરાતીને જો ઉવેખશું તો ઘરમાં પણ પરદેશી બની જઈશું. ગુજરાતી ભાષાને લીધે જે સંસ્કાર - આદર્શનાં બીજ બાળપણથી રોપાય અને પછી વૃક્ષ બનીને ફાલે અને મીઠાં ફળો આપણે ચાખીએ અને બીજાને, પછીની પેઢીને પણ આપીએ, તેનું વર્ણન શબ્દાતીત છે. ગુજરાતી સાહિત્ય ખેડાયેલું સાહિત્ય છે. નરસિંહ-મીરાંઅર્ખા-ભોજો-દયારામ-નર્મદ-ક.દ.ઠાથી માંડીને ઝવેરચંદ મેઘાણી, ૨. વ. દેસાઈ, ઈશ્વર પેટલીકર, ચુનીલાલ મડિયા, સ્નેહરશ્મિ, ઉમાશંકરભાઈ વગેરેએ ગુજરાતના મધુ૨ ગૃહસંસાર, ધર્મ, આદર્શો, સંસ્કારની મોકળે મને લહાણી કરી છે, અને આપણને સંસ્કારસમૃદ્ધ બનાવ્યા છે. આ તો થોડાં જનામો લખ્યાં છે. ગુજરાતી ભાષાએ આપણા મન અને હૃદયને વિશાળ બનાવ્યાં છે. તેથી જ આ ભાષાને વરેલા આપણે સૌએ જુદા જુદા પ્રાંતમાંથી, પરદેશથી આવેલા સૌને આપણા પોતીકા એટલી હદે બનાવ્યા છે કે તેઓ અહીં જ પોતાનું ઘર બનાવી વસી જાય છે. આવનારને ‘આવો’નો મીઠો આવકાર અને જનારને ‘આવજો’ કહી વિદાય આપતા પાછા આવવાનું ઈજન ગુજરાતી ભાષા જ આપી શકે. એને બદલે ‘હાય’ અને બાય' આપણે અપનાવી લીધાં છે. પણ એ કોણ જાશે ‘આવો’ ‘આવજો' જેવું સહજ નથી લાગતું. વિચારતાં થથરી જવાય. અંગ્રેજી ભાષા પ્રત્યે માબાપનું વળગણ આવું જ ચાલ્યા કરે તો ગુજરાતી ભાષાના ભવિષ્ય વિશે એટલું વધી ગયું છે કે ઘરમાં પણ અંગ્રેજીમાં વાતચીત કરવાનો આગ્રહ રખાય છે. અધકચરું ગુજરાતી - અંગ્રેજી બોલતાં બાળકો આપણને ઊંચા લાગે છે. ગુજરાતી ભાષાના મધ્યમવાળી શાળામાં બાળક ભણે છે કહેતાં તો માબાપ જાણે કોચલું વળી જાય છે. એટલી બધી લઘુતાગ્રંથિથી આપણે પીડાતા થઈ ગયા છીએ. ‘વસુધૈવ વમ્'ને આપણે અંગ્રેજી ભાષામાં રૂપકડું નામ આપ્યું છે : 'Globalization'. આપશા બૌદ્ધિક, ભૌતિક વિકાસ માટે આ ખૂબ જરૂરી પણ છે, પશ આપણે સૌ તો એ વિકાસની પાછળ એટલા ગાંડા બની ગયા છીએ કે ‘અંગ્રેજી... માત્ર અંગ્રેજી'ની માળા જપતા થઈ ગયા છીએ. આમ જ થશે, અને ચાલતું રહેશે, તો ગુજરાતી પણ સંસ્કૃતની જેમ જ મૃત ભાષા બની જશે. હમણાં જ શ્રી રમેશભાઈ સંઘવી સંપાદિત ‘અમી ઝરણાં' નામનું પુસ્તક વાંચતી હતી. ગાગરમાં એમણે સાગર સમાવ્યો છે. તેમાં ઉદયન ઠક્કરની કાવ્યપંક્તિઓ ‘એક જાહેરાત' વાંચી. મનમાં રમ્યા જ કરે છે. એ પંક્તિઓ ટાંકવાની લાલચ રોકી શકાતી નથી. એમની ક્ષમાયાચના સાથે એ ટાંકવાની તક લઉં છું પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ઓક્ટોબર - ૨૦૧૭
SR No.526111
Book TitlePrabuddha Jivan 2017 10 Matrubhasha Gandhiji ane Samprat Samay Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy