________________
લાગી એટલે રાષ્ટ્રભાષા હિંદી બની. ભારતની પ્રદેશવાર સ્થાનિક ભાષાઓ બીજા ક્રમે આવી. દક્ષિણના રાજ્યો આજે પણ હિંદીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારતા નથી. ભાષાવાર રાજ્યોની સમસ્યાઓ થયેલી તે આપણે સૌ જાણીએ છીએ.
ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે તેમણે 'Indian Opinion' સામયિક ચલાવેલું જેનાં અંકો અંગ્રેજી, ગુજરાતી, તમિળ અને ઉર્દૂ - એમ ચારેય ભાષામાં બહાર પાડતા. તે માટે તેમણે મિળ ભાષા પણ શીખેલી. એક વિચાર એવો આવે કે હિંદીને રાષ્ટ્રભાષા બનાવવાને બદલે ગાંધીજીએ આવી વૈકલ્પિક વિચાર કર્યો હોત તો માતૃભાષા તરીકે ગુજરાતીનું મહત્ત્વ જેટલું ઘટી ગયું છે તેટલું કદાચ ન ઘટત. ‘પાયાની કેળવણી' પુસ્તકમાં અંગ્રેજીના મહત્ત્વ અંગે તેમણે લખ્યું છે. “અંગ્રેજી આજે આખી દુનિયાની ભાષા બની છે તેથી હું તેને નિશાળના નહીં, પણ વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં મરજિયાત શીખવાના વિષય તરીકે બીજી ભાષાનું સ્થાન આપું.'' નિશાળોમાં તેઓ માતૃભાષા અને હિંદી ભાષા શીખવવાનો આગ્રહ રાખે છે. તેઓ એમ માનતા કે હિંદી રાષ્ટ્રભાષા બનવાને કારણે પ્રારંભિક ભાષાઓના વિકાસને વેગ પણ મળશે. પણ તેવું બન્યું નહિ.
ગાંધીજીએ ઘણું સાહિત્ય અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદિત કર્યું. તેમની સામે જે વિશાળ વર્ગ હતો તે મોટે ભાગે અલ્પશિક્ષિત અને અંગ્રેજી જાણતો જ ન હોય તેવો હતો. આજની પરિસ્થિતિ ભિન્ન છે. શિક્ષિત અને અંગ્રેજી જાણનાર વર્ગ વધ્યું છે. આપણી સામે પ્રશ્ન છે કે ગુજરાતી ભાષાની જરૂરિયાત કેવી રીતે ઊભી કરી શકાય? સામાન્ય પ્રજા માત્ર વર્તમાનપત્રોમાં આવતાં સાહિત્ય વિશેના લેખો વાંચે છે. તે અછડતાં ઉલ્લેખો કાયમ એટલા રસપ્રદ નથી હોતા કે કોઈપણ છાપું વાંચનાર સામાન્ય માણસ પુસ્તક ખરીદવા પ્રેરાય કે ગુજરાતી ભાષા સાહિત્ય તરફ વર્ષ. સાંપ્રત સમયમાં ગુજરાતી ભાષામાં લખનારા સાહિત્યકાર સામે મોટો પ્રશ્ન એ છે કે એમનું લખાણ વાંચનારા કેટલાં ? ભાષા જ્યારે ટકાવી રાખવાનો વિકટ પ્રશ્ન આવી ઊભો હોય ત્યારે કયા પ્રકારની લેખનશૈલી કે ભાષાશૈલી અપનાવવી તે પ્રશ્ન થાય. ગાંધીજીને તે પંડિતયુગના સાહિત્યકારોને જે રીતે વિશાળ વર્ગ સમજી શકે તેવી ભાષા લખવાનો આગ્રહ કરેલો, કંઈક તેવી જ પરિસ્થિતિ ઊભી થાય તે યોગ્ય રહેશે? ગુજરાતી ભાષાનું અવમૂલ્યન થતું રોકવા કયા ઉપાયી અસરકારક બને તેની વારંવાર ચર્ચાઓ થાય છે તે શું માત્ર ચર્ચાના સ્તરે જ રહે છે કે કેમ તે વિચારવું રહ્યું. સુધારકયુગ, ગાંધીયુગ, આધુનિક યુગ અને અનુઆધુનિક યુગ જેવા તબક્કાઓમાંથી પસાર થયેલી ગુજરાતી ભાષાનો જે સાંપ્રતયુગ છે તે ભવિષ્યમાં કયા નામે ઓળખાશે ? ગાંધીયુગની ભાષા જેવી ગુજરાતી ભાષા ફરીથી નિપજાવવાની શક્યતા કેટલી?
જ
સાંપ્રત સમયમાં ગુજરાતી ભાષા સામેનો સૌથી મોટો પડકાર અંગ્રેજી ભાષાની સામે ટક્કર કેવી રીતે ઝીલવી તે છે. ગુજરાતી
ઓક્ટોબર - ૨૦૧૭
ભાષા ભણાવનાર શાળાના શિક્ષકોના એક પરિસંવાદમાં જ્યારે મારે જવાનું થયેલું ત્યારે એક મુદ્દો પાઠ્યપુસ્તકોનો પણ હતો. ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકોમાં પણ વિદ્યાર્થીઓને રસ પડે તેવી સાહિત્યિક અને શિષ્ટ સામગ્રી મૂકવી જોઈએ તેવી ચર્ચા થયેલી. તેને બદલે સાવ સામાન્ય બિનસાહિત્યિક પ્રસંગ કથાઓ કે અંગ્રેજી કે હિંદી ભાષાના લેખોના અનુવાદ પાઠરૂપે ભણાવવા પડે છે તે ખટકે તેવું છે. ઉત્તમ ગુજરાતી કવિતાઓ કે ઉત્તમ ગદ્યના સાહિત્યિક અંશોનો જો પાઠ્યપુસ્તકોમાં સમાવેશ કરવામાં આવે તો વિદ્યાર્થીઓની રુચિ કેળવાય. ઉપરાંત ભાષાના પુસ્તકમાં જોડણીની ભૂલો પણ ન થવી જોઈએ એવી ચર્ચા પણ થયેલી.
ઘણા રાજ્યોમાં પ્રાથમિક વિભાગથી જ માતૃભાષા ફરજિયાત છે. તેવું ગુજરાત રાજ્યમાં પણ થઈ શકે. ગુજરાતી માધ્યમની શાળાઓ ધીમે ધીમે બંધ થઈ રહી છે. જાણીતા કેળવણીકાર હિંમતલાલ કપાસી એ પણ ‘નવનીત સમર્પણ' (સપ્ટેમ્બર૨૦૧૭)માં કબૂલ્યું છે કે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થતાં તેમને તેમની શાળામાં અંગ્રેજી માધ્યમ શરૂ કરવું પડેલું.
ગાંધીજીએ માતૃભાષાના અમલ માટેના કેટલાક ઉપાયો સૂચવેલા તે આજે પણ એટલા જ કારગત નીવડે તેવા છે ઃ(૧)અંગ્રેજી જાશનાર ગુજરાતીએ જાણ્યે અજાળ્યે પણ પરસ્પર વ્યવહારમાં અંગ્રેજીનો પ્રયોગ ન કરવો.
(૨)જેને અંગ્રેજી અને ગુજરાતી બંન્નેનું સારુ જ્ઞાન છે તેણે અંગ્રેજીમાં જે સારા ઉપયોગી પુસ્તકો કે વિચારો હોય તે પ્રજા આગળ ગુજરાતીમાં મૂકવાં. (૩)કેળવણી મંડળોએ પાઠ્યપુસ્તકી તૈયાર કરાવવાં. (૪) ધનાત્ર પુરુર્ષાએ ગુજરાતી મારફત કેળવણી આપવાની શાળાઓ જગે જગે સ્થાપવી. (૫)ઉપલી પ્રવૃત્તિની સાથે જ સરકારને પરિષદોએ અને કેળવણી મંડળોએ અરજી કરવી કે બધી કેળવણી માતૃભાષા મારફતે જ અપાવી જોઈએ ને પ્રજાનું બધું કાર્ય તે જ ભાષામાં થવું જોઈએ. અંગ્રેજી જાણનારને જ સારી નોકરી મળી શકે છે તે પ્રથા બદલી લાયકાત પ્રમાણે ભાષાભેદ રાખ્યા વિના પસંદ કરવા જોઈએ.
તો આ રીતે નર્મદથી માંડીને ગાંધીજી સુધીના અને તેમના પણ અનુગામીઓએ ગુજરાતી ભાષાને ટકાવવા માટે અને સમૃદ્ધ કરવા માટે જે પ્રયત્નો કરેલા તે આપશે યાદ કરીએ તે જરૂરી છે. આપણી જ ભાષાના ઉત્તમ કવિ સિતાંશુ યશશ્ચંદ્રે કહ્યું છે તેમ,
પગને અથડાતા પથરાઓને પરસ્પર ટકરાવી
તણખા ઉપજાવી લઈએ.
સમયના લોઢાની તીણી સારી જાતે ફરે છે. એનાથી વધારે ઝડપે ઘુમાવીને
આપણી જ હથેળીમાં ભાર દઈને પેદા કરી લઈએ થોડીક આગ.’ nou મો. ૯૪૨૮૦૦૫૯૧૬
પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક
૨૭