________________
સભાઓ લીધી. ‘મારી માતૃભાષા, મારી જવાબદારી'ને સાર્થક બનાવવા દરેકેદરેક ગુજરાતી પોતાની માતૃભાષા માટે એક અથવા બીજી રીતે કાર્યમાં સહયોગી બને તે માટેનાં આહ્વાન પણ થયાં. દરેકેદરેક ભારતીયની જવાબદારી છે કે પોતાની માતૃભાષાનાં સંવર્ધન માટે કાર્ય કરે અને આપણી વિવિધ સંસ્કૃતિવાળી ભારતીયતા છે તે જાળવી રાખે.
સરકારી તંત્રને પણ આ બાબત વિવિધ સૂચનો આપવાની પહેલ કરવામાં આવી રહી છે. જેથીવધુ મોટા ફલક ઉપર વધારે પ્રભાવી કાર્ય થઈ શકે. વાલીસભામાં પણ અંગ્રેજી માધ્યમ, વિવિધ બોર્ડનાં શિક્ષણ માટે ‘હાય તોબા'નાં પ્રત્યાઘાતો મળી રહ્યાં છે. આવા સમયમાં જો બધાં જ સાથે મળીને જનજાગૃતિના કાર્યને વેગ આપે તો માતૃભાષાની શાળાઓમાં પહેલાં જેવી રોનક આવે એવા એંધાણ છે. અમુક શાળાના આચાર્ય અને શિક્ષકોના ખંતથી બાળમંદિરમાં સંખ્યા વધવાના સંકેત મળ્યા છે અને ઘણી શાળાઓમાં જે સંખ્યા ઘટવાનો દર હતો તે બંધ થયો છે અથવા ઓછો થયો છે.
સમાજના દરેક તબક્કાના લોકો માતૃભાષાના માધ્યમ સાથે જોડાય તે માટેની મહેનત જરૂરી છે, નહિતર આ માધ્યમ ફક્ત
નબળાં વર્ગનાં લોકોએ જ ટકાવી રાખ્યું છે એ કહેવામાં જરાય અસત્ય નથી. આ માટે વિવિધ જૈન મુનિ, સ્વામીનારાયણ સંપ્રદાયનાં, વૈષ્ણવ સંપ્રદાયનાં ગુરુઓ દ્વારા ચાલતી પાઠશાળાઓમાં જ જો માતૃભાષાનાં માધ્યમ દ્વારા ભણાવવા પર આગ્રહ કરી સમજણ આપવામાં આવે તો પંદર વર્ષ પહેલાં જે ભદ્ર સમાજ માતૃભાષામાં પોતાનાં બાળકોને ભણાવતો હતો તે પાછો વળશે - આની તાતી જરૂર છે. માતૃભાષાનાં માધ્યમને જાળવવાની, સંસ્કાર-સંસ્કૃતિ બચાવવાની જવાબદારી ફક્ત આર્થિક રીતે નબળાં વર્ગની જ નથી, એ હવે સમાજે સમજવું પડશે. આ માટે વિવિધ સ્તરે રાજકીય, કાયદાકીય, શિક્ષણસ્તરે સરકારી, સંસ્થા, સંગઠનો, શાળાનાં સંચાલકો, આચાર્યો, શિક્ષકો, સમાચાર પત્રો વગેરેએ એક જ ધ્યેય રાખી ‘મારી માતૃભાષા, મારી જવાબદારી' માટે કાર્ય કરવું પડશે. જેનાં સકારાત્મક પરિણામ જરૂરથી મળશે જ. - અસ્તુ. મો.૯૮૧૯૧૪૫૩૧૩/૯૮૬૯૦૪૦૬૮૦
-
(‘મુંબઈ ગુજરાતી’ એ સંગઠન છે, જે મુંબઈમાં ગુજરાતી માધ્યમની શાળાઓમાં શિક્ષણના સ્તરને શ્રેષ્ઠતમ બનાવવાની અને ગુજરાતી માધ્યમની શાળાઓને ટકાવી રાખવાનું કાર્ય બહુ જ સુંદર રીતે કરે છે.) ---
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની “શ્રીમદ્ રાજચંદ્ર કથા''નું અમદાવાદમાં ભવ્ય આયોજન મિશન, ધરમપુરની રાજપરિવારની સંસ્થાઓએ આના આયોજનની જવાબદારી સંભાળી છે. એની સાથે ભારત અને બ્રિટનમાં કાર્યરત એવી ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી અને ગુજરાતમાં કેળવણી અને સાહિત્યની જ્યોત જલાવનારી ગુજરાતની ૧૬૮ વર્ષનો ગૌરવશાળી ઈતિહાસ ધરાવતી ગુજરાત વિદ્યાસભા પણ આ આર્યજનમાં જોડાઈ છે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા જૈન ધર્મના તીર્થંકરો, ગાધરી અને જૈન જ્યોતિર્ધરોનાં જીવનચરિત્રો કથાના માધ્યમથી વિશાળ જનસમુદાય સુધી પહોંચાડવા જોઈએ, એવા વિચારથી જુદી જુદી કથાઓનો પ્રારંભ કરવામાં આવ્યો. ‘‘પ્રબુદ્ધજીવન''ના તંત્રી અને લેખક વિચારક સ્વ. ધનવંતભાઈ શાહે આ કથાની પરિકલ્પના કરી અને તે મુજબ ડૉ. કુમારપાળ દેસાઈએ દર વર્ષે જુદી જુદી કથા પ્રસ્તુત કરી. ‘'મહાવીર કથા'', ''ગૌતમકથા'', “શ્રી ઋષભ કથા'', “નમ રાજુલ કથા’’, ‘‘શ્રી પાર્શ્વ-પદ્માવતી કથા’’, ‘શ્રી હેમચંદ્રાચાર્ય કથા'', ‘‘શ્રીમદ્ રાજચંદ્ર કથા'' અને તાજેતરમાં “શ્રીમદ્ બુદ્ધિસાગર કથા''નું સફ્ળતાપૂર્વક આયોજન થયું. જૈનદર્શનના આંતરરાષ્ટ્રીય ચિંતક અને પ્રસિદ્ધ સાહિત્યકાર પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની પ્રવાહી શૈલીમાં વહેતી આ કથાઓ ભારતીય વિદ્યાભવનમાં પ્રસ્તુત કરવામાં આવી. શ્રી મુંબઈ જૈન યુવક સંથે તેની ડીવીડી પટ્ટા તૈયાર કરી અને એ પછી તો આ થાઓ લોસ એન્જલિસ, લંડન, ધરમપુર, અમદાવાદ જેવા જુદાં જુદાં સ્થળોએ રજૂ થઈ અને એને બહોળી ચાહના મળી.
આ ચાર દિવસ ચાલનારી ‘શ્રીમદ્ રાજચંદ્ર કથા-દર્શન'' નામની આ કથામાં શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનપ્રસંગો અને તત્ત્વજ્ઞાનનો લક્ષમાં લઈને એની પ્રભાવક વાણીમાં પ્રસ્તુતિ કરવામાં આવશે. ડૉ કુમારપાળ દેસાઈએ શ્રીમદ્ રાજચંદ્રજી વિશે મૂલ્યવાન પુસ્તકો લખ્યો છે. જેમાં શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી’’(છ આવૃત્તિ), શ્રીમદનું જીવન ચરિત્ર આલેખતાં ‘મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર’' તેમજ "A Pinnacle of Spirtuality" નામના અંગ્રેજી ગ્રંથો લખ્યા છે. તેમજ ટૂંક સમયમાં Shrimad Rajchandra and Mahatma Gandhi એમનું અંગ્રેજી પુસ્તક પ્રગટ થશે. એમણે અખબારો અને સામયિકોમાં લેખો પ્રકાશિત કરવા ઉપરાંત શ્રીમદ્ રાજચંદ્રજી વિશે જુદાં જુદાં સ્થળોએ સ્વાધ્યાય પણ આપ્યા છે. અમદાવાદમાં પહેલીવાર શ્રીમદ્ રાજચંદ્ર કથાનું આયોજન થઈ રહ્યું છે, એ શેઠ ચીનુભાઈ ચીમનલાલ સભાગૃહ, એચ. કે. કૉલેજ કેમ્પસ (નટરાજ સિનેમા પાસે, આશ્રમ રોડ)માં તારીખ ૧૮ નવેમ્બર અને ૨૫ નવેમ્બર શનિવારે રાત્રે ૮.૦૦ વાગે અને ૧૯ નવેમ્બર અને ૨૬ નવેમ્બરે રવિવારે સવારે ૯.૩૦ વાગ્યે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
૨૦૧૬માં ૨૨, ૨૩, અને ૨૪ એપ્રિલે ડૉ. કુમારપાળ દેસાઈની ત્રિદિવસીય ‘“શ્રીમદ્ રાજચંદ્ર કથા’’ પ્રસ્તુત થઈ હતી અને હવે દીવે દીવો પેટાય તે રીતે અમદાવાદમાં તેનું ભવ્ય આયોજન થયું છે અને એમાં ''શ્રીમદ્ રાજચંદ્ર કથા'' નિજાભ્યાસ મંડપ અને વિહાર ભવન ટ્રસ્ટ (અમદાવાદ, વડવા, ઈડર), શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા, શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ, સાયલા અને શ્રીમદ્ રાજચંદ્ર
ઓક્ટોબર - ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન : માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક
૨૩