________________
નો, મુંબઈ એટલે, ગુજરાતીનું મોસાળ કહેવાય છે. કેટલા બધા સાહિત્યકારો ગુલાબદાસ બ્રોકર, જ્યોતિન્દ્ર દવે, કરસનદાસ માણેક, સુંદરજી બેટાઈ, મનસુખલાલ ઝવેરી, સુરેશ દલાલ મુંબઈમાં વસ્યા અને મુંબઈમાં બેસીને ગુજરાતી સાહિત્યનું સર્જન કર્યું. મુંબઈમાં ન વસતા હોય તેવા તેવા સાહિત્યકારોમાં નર્મદથી માંડીને ગોવર્ધનરામ ત્રિપાઠી, બહેરામજી મલબારી, અરદેશર ખબરદાર સૌનો નાતો મુંબઈ સાથે રહ્યો છે.
જુઓને, ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર'માં પહેલા પ્રકરણની શરૂઆત જ સરસ્વતીચંદ્ર, જે ઓવારા ઉપર થાકેલો - પાકેલો મુંબઈથી આવેલો એક યુવાન સુતો હોય છે, તેનું મુંબઈમાં ધર અને બુદ્ધિધનનું ગામ - સુવર્ણપુર સુધી ઉચ્ચ વિચારોને સાથે લઈ જીવનનું ઘડતર કરનાર યુવાન છે.
જો, સાહિત્ય સિદ્ધિની વાત કરીએ તો, અંગત રીતે, હું માનું છું કે, કેટલીય બાબતોમાં ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષા કરતાં પણ વધારે સમૃદ્ધ છે. ખાસ કરીને, લોકસાહિત્યમાં, અંગ્રેજી ભાષામાં લોકસાહિત્ય ઘણું જ ઓછું. બહુ કરે તો વાત આવે Robin Hood, Sheriff of Nottinghamી, કે રાજા Scottની, આપશે
અંગ્રેજીમાં શીખીએ સ્પાર્ટીની વાતો, લાયન એન્ડ ધી એન્ડ્રોક્સીસ, જોન ઓફ આર્ક, વિલિયમ ટેલ કે Hans Christian Andersen. પણ, આ તો બધા યુરોપના દેશોની વાત છે. અનુક્રમે, ગ્રીસ, ફ્રાંસ, સ્વીત્ઝરલેન્ડ અને ડેન્માર્ક એનાં મૂળ અંગ્રેજી લોકસાહિત્ય તો, આ દેશની ભાષાઓના તરજુમા છે.
બહુજ સીધી વાત છે કે, આપણને આપણી ભાષા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. તેને સાચવવાની અને વિકસાવવાની જવાબદારી હોવી જોઈએ. આપણી સંસ્કૃતિના જતન માટે માધ્યમ તરીકે તેની અનિવાર્યતા સમજવી જોઈએ.
ઘણી વખત હું કહું છું કે, સંસ્કૃતમાંથી નીતરી આવેલી આપણી ભારતીય ભાષાઓની માતા એક છે અને એ ન્યાયે મરાઠી, બંગાળી એ બધી બહેનો અને તેથી સૌ આપણી માસી' થાય છે. અંગ્રેજી ભાષા જોર્ડ આપણો કોઈ જ લોહીનો સંબંધ નથી. છતાં, તેને સ્વીકારીએ, માન આપીએ એક બહુ સુંદર, હોશિયાર ગલ્ફ્રેન્ડ તરીકે.
આભાર
વાર્ષિક સામાન્ય સભા
(૧) ગત વાર્ષિક સભાની મિનિટ્સનું વાંચન અને બહાલી. (૨) ગત વર્ષ ૨૦૧૬-૧૭ના શ્રી મુંબઈ જૈન યુવક
non
mipatelmepltube.com
શનિવાર તા. ૧૮-૧૧-૨૦૧૭ના રોજ સાંજના ૫.૦૦ કલાકે મારવાડી વિદ્યાલય હાઈસ્કૂલ, સરદાર વી. પી. રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૪. ખાતે મળશે જે વખતે નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવશે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા જૈન યુવક સંઘના કાર્યાલયમાં રાખવામાં આવ્યા છે. તા. ૬-૧૧-૧૭ થી તા. ૧૧-૧૧-૨૦૧૭ સુધીના દિવસોમાં બોરના ૩ થી ૬ સુધીમાં સંઘના નવા કાર્યાલયમાં કોઈપણ સભ્ય તેનું નિરીક્ષણ કરી શકશે. કોઈને આ સામાન્ય સભામાં હિસાબો અંગે પ્રશ્ન પૂછવાની ઈચ્છા હોય તો વાર્ષિક સામાન્ય સભાના બે દિવસ અગાઉ લેખિત મોકલવા, તેઓને વિનંતી.
જે સભ્યોને ઑડિટ કરેલા હિસાબોની નકલ જોઈએ તો તેમની લેખિત અરજી મળતા નકલ મોકલવામાં આવશે.
સંઘના ઑડિટેડ થયેલા હિસાબો મંજૂર કરવા.
(૩) સને ૨૦૧૭-૧૯ ની સાલ માટે શ્રી મુંબઈ જૈન વાર્ષિક સામાન્ય સભામાં સર્વ સભ્યોને ઉપસ્થિત રહેવા
વિનંતી છે.
યુવક સંઘના પદાધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની નિમણૂક કરવી.
(૪) સને ૨૦૧૭-૧૮ ની સાલ માટે સંઘ માટે ઑડિટરની નિમણૂક કરવી.
(૫) પ્રમુખશ્રીની મંજૂરીથી અન્ય રજૂઆત.
ઉપર જણાવેલી વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં જણાવવાનું કે સંઘના ઑડિટ થયેલા હિસાબો શ્રી મુંબઈ
ઓક્ટોબર - ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક
નિરુબહેન એસ. શાહ ડૉ. સેજલબેન શાહ મંત્રીઓ
કાર્યાલયનું કામચલાઉ સરનામું : ૩૩, મહંમદી મીનાર, ભોંયતળિયે, ૧૪મી ખેતવાડી, A.B.C. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ - ૪૦૦૦૦૪,
૧૭