SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ મનની ભાષા માતૃભાષા કનુભાઈ સૂચક ગુજરાતી ભાષાની વાત કરવી હોય તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ લખ્યું છે તેનાથી જ શરૂઆત કરવી જરૂરી લાગે છે. “માતાના ધાવા સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે, તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફત કેળવણી લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપો કરી રહ્યા છીએ તેનું ભારે પ્રાયશ્ચિત આપણે કરવું પડશે.'' ગાંધીજી આર્ષદ્રષ્ટા હતા. આજે પણ તેઓ ભૂતકાળ જેવા જ પ્રસ્તુત છે. માતૃભાષામાં બાળક જ્ઞાનને ઝડપથી ઝીલે છે. જે ભાષામાં બાળકનો ઉછેર થયો હોય તે જ ભાષામાં તેની ગ્રહણશક્તિ, સમજશક્તિ અને વિચારશક્તિનો સહજ વિકાસ થાય છે. વિશ્વની ઘણી ભાષાઓની સરખામણીમાં ભારતમાં ગુજરાતી ભાષાનો વિસ્તાર શ્રેષ્ઠ રહ્યો છે. આ નો ભદ્રાઃ વાવો ચત્તુ વિશ્વતઃ ઋગ્વેદના આ પ્રખ્યાત શ્લોકનો ભાવાનુવાદઃ વિશ્વના કોઈ પણ ખૂર્શથી આવતા શુભ વિચારો અમારાં માટે સ્વીકાર્ય છે. ૫૦૦૦ વર્ષ પહેલાં ઋષિઓએ કહેલી વાત ભારતની સંસ્કૃતિની ઉદ્ઘોષણા છે. શુભવિચારો ગમે તે દિશા કે દેશમાંથી આવે આપશે તે સ્વીકારવાની તૈયારી હોય તો જે ભાષામાંથી એ શુભ વિચારની પ્રાપ્તિ થાય તેને પણ આવકાર આપીએ. આપણે સંસ્કૃતિને સમૃદ્ધ કરવી હોય તો વિચારોનું પ્રત્યાયન કરવું જ રહ્યું. કોઈ પણ ભાષા સાથે છોછ છે જ નહીં અન્ય ભાષાઓ દ્વારા આપણા જ્ઞાનમાં વધારો કરવા તેનો સાધન સ્વરૂપે ઉપયોગ કરવાનો છે. ભાષા બાબત પરિસ્થિતિએ કંઈક એવો વિકૃત વળાંક લીધો છે. આપી જ્ઞાનને નહીં તેના સાધનને મહત્વ આપી દીધું છે. જ્ઞાનના નિમિત્તની પૂજા શરુ કરી દીધી છે. સામાજિક જીવનમાં પણ આવું બનતું રહ્યું છે અને તેના દુષ્પરિણામો ધર્મપ્રચારકોના કૌભાંડી દ્વારા આપણે જોઈ રહ્યા છીએ. ધર્મપ્રસારણનો ઝંડો લઈ ફરતી વ્યક્તિઓની પૂજા થવા માંડી છે. બોધ નહીં પણ નિમિત્તનો સ્વીકાર થવા માંડ્યો છે. એવુ જ ભાષામાં પણ બન્યું છે. અંગ્રેજી ભાષાકર્મ દ્વારા પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ કરવાને બદલે આપશે તે ભાષા બોલતાં લોકોની નકલ કરવાનું શરુ કરી દીધુ છે. આપણી ભાષા ભૂલવા માંડ્યા અને અંગ્રેજી અપનાવવા સાથે તેની આંધળી પૂજા કરવાનું વલણ બની ગયું. આની એક અન્ય અસર સર્જનાત્મકતા પર પણ પડી છે. કારણ એ છે કે લોકો માતૃભાષામાં કામ કરતી વખતે અન્ય ભાષાની અસરથી પૂર્વગ્રહિત પ્રભાવોને લીધે અનુકરણાત્મક બની જાય છે. સ્વતંત્ર અને સ્વયંના સંશોધનના ૧૮ વિચારમાર્ગને તે બાધારૂપ બની જવાથી સર્જનશીલતા નબળી પડતી જાય છે. જેમની પાસેથી સંસ્કૃતિના અને ભાષાના સંવર્ધનની અપેક્ષાઓ રહે છે તેવુ સર્જન અને સંશોધન બન્ને ઘટકો પાંખો બને છે. ભારતની શિક્ષણ પધ્ધતિમાં બહુભાષી પ્રણાલીનો સ્વીકાર છે. બોલાતી ભાષાના આધારે રાજ્યોની રચના થઈ. અપેક્ષિત તો એ જ છે કે ભાષા જળવાય અને તેના સંવર્ધન અંગે સરકારી સ્તરે પણ પગલાઓ લેવાય. ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં સરકારે આ હેતુ પુઃ૨સ૨ અકાદમીઓની રચના કરી. સાહિત્યસર્જકોએ અને સાહિત્યરસિકોએ સ્વતંત્ર સંગઠનો રચ્યાં. પરિાર્મ પ્રવૃત્તિ થતી રહી. સાહિત્યસર્જકોએ પોતાના સર્જનોથી ભાષાને રળિયાત કરી. ઇતિહાસકારોની નોંધ મુજબ ઈ.સ. ૭૦૦થી પ્રદેશની ભાષાનું નામાભિધાન ગુજરાતી થયું. ત્યાર પછી શ્રુતિ સ્વરૂપે અને પછી લિપી સ્વરૂપે તેનો વિકાસ થયો છે. આદિકવિ નરસિંહથી અર્વાચીનકાળ સુધી ભાષામાં ઉત્તમ સર્જન કાર્ય થયું છે. અંદાજે સાડા પાંચ કરોડ ગુજરાતી ભાષીઓ છે. ઉહાપોહ છે કે આપણી ભાષા તેના અંત તરફ ઝડપથી જઈ રહી છે. આ સત્ય નથી તેમ પડકાર રૂપે કહી શકાય પરંતુ ચિંતા નો છે. ચિંતા હોય તો નિરાકરણ પણ હોય. માતૃભાષા સંકટમાં હોય તો પ્રતિકાર શોધવો જ રહ્યો. જાગૃત થવું જોઈએ અને પ્રમાદમાં ન રહેવું જોઈએ, પ્રયાસ કરવા જોઈએ. આ પ્રયાસ કઈ રીતે અને કઈ કક્ષાએ થવા જોઈએ તેનું ક્રમબદ્ધ આયોજન થવુ જોઈએ. આ માટે પ્રથમ શરત એટલી જ છે કે આપણી માતૃભાષા પર પ્રેમ કરીએ અને તેની જાળવણીમાં કસર ન કરીએ. બાળકોમાં ભાષા ગ્રહણની અદ્ભુત ક્ષમતા હોય છે. તેના સંપર્કમાં આવતી એક કરતાં વધુ ભાષાઓ તે શીખી લે છે. પ્રથમ માતૃભાષામાં શિક્ષણ આપવાની અનિવાર્ય શરત છે. તે પછી ક્રમિક રીતે અન્ય ભાષાઓનું શિક્ષશ આપવામાં આવે. આ સમય અને વયનું આયોજન એવી રીતે થતુ રહેવું જોઈએ કે બાળક ભાર વગર ભશત્તર કરે. બાળકના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિની ગોઠવામાં બાળકની વયને અનુરૂપ સમય ફાળવવામાં આવે તેમાં કુટુંબ અને શિક્ષકો વચ્ચે સતત સંપર્ક રાખી શકાય તે આદર્શ સ્થિતિ છે. ખાસ કરીને શહેરોમાં વિભક્ત કુટુંબો અને માતાપિતાની વ્યવસાયી વ્યસ્તતાને કારણે મમતાને બદલે વ્યાપારિક મંડળોના હાથમાં બાળકનો ઉછેર મૂકાઈ જાય છે. જે બાળકની માતૃભાષા ગુજરાતી હોય તેમને માટે લિપીની ઓળખ પછી ભાષા સહજ છે. (વધુ માટે જુઓ અનુસંધાન પાનું ૩૩) ઓક્ટોબર - ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક
SR No.526111
Book TitlePrabuddha Jivan 2017 10 Matrubhasha Gandhiji ane Samprat Samay Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy