SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ પ્રબુદ્ધ જીવન વહેતો કરે તો એ પૂણ્ય તીર્થ રચનાના પૂણ્યથી ઓછું નહિ હોય. આ પ્રશ્નનો સત્વરે ઉપાય નહિ યોજાય તો એક ખૂન્નેથી એવો અવાજ જરૂર આવશે કે આવા કારણે જૈન સાધુ-સાધ્વીઓએ વાહનનો ઉપયોગ કરવો જોઈએ. આ વિચાર માત્ર જ જૈન શાસન માટે ઘાતક બની જશે, તો એનો અમલ કેટલા બધા દોષો લઈ આવશે? જૈન સાધુ-સાધ્વીના વિહાર અટકશે તો ભગવાન મહાવીરનો વિશ્વ શાંતિનો સંદેશો ખૂણાના ઘરે ઘરે કઈ રીતે પહોંચાડાશે ? આ પાદ વિહાર અને અન્ય તપના આચારને કારણે જ અન્ય ધર્મીઓ જૈન ધર્મને અહીં ભાવથી જૂએ છે અને જૈન સિદ્ધાંતો તરફ આકર્ષાય છે. ગ્રંથોદ્ધારક પૂ. શ્રી જંબૂવિજયજી મ.સા. આ અકસ્માતે એક મહાન આત્માને જૈન સમાજ પાસેથી છીનવી લીધા. જૈન સાહિત્યને માથેથી જાણે આકાશ લુપ્ત થયું! મારા મુરબ્બી મિત્ર ગુલાબભાઈ શાહ અને બિપિનભાઈ જૈન ડૉ. રમણભાઈ સાથે પૂ. જંબૂવિજયજી પાસે આગમ વાચના સાંભળવા જતા. ફોન ઉપર મને ગુલાબભાઈ કહે કે અમારો એ અનુભવ અદ્ભૂત હતો. પૂજ્યશ્રીની વાણી ધીર ગંભીર અસ્ખલિત હે...આપણે જાણે ભગવાન મહાવીરના સમયમાં તીર્થંકર મહાવીર વાણીનું ઘવણ કરતા હોઈએ એવો પાવન પવિત્ર અનુભવ થાય. એમાંય એ આગમ વાણીના ગોપનીય અર્થો પોતાના ત્રીજા નેત્રથી પૂજ્યશ્રી આપણને સમજાવે અને ઉજાગર કરે ત્યારે તો આપો ધન્યતાની ૫૨મ કોટિએ હોઈએ એવી અનુભૂતિ થાય. આ મહાવીર વાણીનું શ્રવણ કર્યા પછી પૂજ્યશ્રી સાથે જિન ભક્તિમાં જઈએ ત્યારે પૂજ્યશ્રી જિન ભક્તિમાં લીન થયા હોય એ દ્રશ્ય જોવું એ તો જાણે જીવનની એક અવિસ્મરણિય ધન્ય પળ!! ત્યારે આપણને ભક્તિનો મર્મ, અર્થ અને ધર્મ સમજાય. જે જે શ્રાવક-શ્રાવિકા, સાધુ-સાધ્વી કે જિજ્ઞાસુ પ્રાજ્ઞજનોને આ પૂજ્યશ્રીનો જીવનમાં ક્યારેય પણ સત્ સંગ થયો હશે એ બધાં પરમ ભાગ્યશાળી જીવો છે. ડિસેમ્બર, ૨૦૦૯ સંસ્કારથી એઓ વિભૂષિત હતા. એઓશ્રીએ વિ. સ. ૧૯૮૮માં આચાર્ય શ્રી વિજય મેઘસૂરિ પાસે યુવાન વયે દીક્ષા લીધી અને મુનિ ભુવન વિજયજી નામાભિધાન ધારણ કર્યું. આ પૂ. ભૂવન વિજય પણ આગમશાસ્ત્રના જ્ઞાતા, ઉત્કટ જિન ભક્ત અને સુપ્રસિદ્ધ મુનિજન. આ કુટુંબમાં આ પૂર્વે પણ ઘણાં કુટુંબીજનોએ દીક્ષા લીધી હતી. પિતાના પગલે પુત્ર ચિનુભાઈમાં પણ દીક્ષા ભાવ જાગૃત થયો. અને એઓશ્રીએ પણ ૧૫ વર્ષની વયે વિ. સ. ૧૯૯૩માં રતલામમાં પિતાને ગુરુસ્થાને સ્થાપી દીક્ષા પ્રાપ્ત કરી અને સંસારી બાળ ચિનુભાઈનું નામ જંબૂવિજયજી નામમાં રૂપાંતરિત થયું. ત્યાર પછી બે વર્ષ બાદ વિ. સ. ૧૯૯૫માં માતા મિબેને પણ દીક્ષા લીધી અને સાધ્વી મનોહ૨શ્રીજીના નામે પ્રખ્યાત થયા. આ સંઘમાતાએ ૧૦૧ વર્ષની ઊંમરે પાલિતાણામાં તીર્થાધિપતિ આદિશ્વર દાદાના સાનિધ્યમાં પોતાનો દેહ છોડ્યો. આજથી ૮૭ વર્ષ પહેલાં ગુજરાતના બહુચરાજી પાસે દેથલી ગામમાં જિન શાસનને સમર્પિત એવા શ્રાવક ઘરમાં એઓશ્રીનો જન્મ (વિક્રમ સંવત ૧૯૭૯ના મહાસુદી એકમ) થયો. પિતા ભોગીલાલભાઈ અને માતા મણિબેન. શંખેશ્વર વિરમગામની વચ્ચે ઝિંઝુવાડા ગામ એ એઓશ્રીનું મોસાળ, પરંતુ બાળપણ વિત્યું પાસેના ગામ માંડલમાં, કારણ કે માંડલમાં એમના પિતાનો કારોબાર હતો તેમજ માંડલ એમના પિતાશ્રીનું મોસાળ પણ હતું. આ માંડલ ગામની ભૂમિ પણ અનોખી. આ ગામના પારણામાં ઘણાં ક્રાંતિકારીઓ અને જ્ઞાનીઓના પારણા ઝૂલ્યાં છે અને અનેક સાધુ-સંતો અને સાધકોના પગલાંથી એ ભૂમિ પાવન બની છે. પૂજ્યશ્રીનું સંસારી નામ ચિનુભાઈ. પિતા ભોગીભાઈ પણ જૈન ધર્મના તત્ત્વચિંતક અને બાળવયથી જ જૈન ધર્મના ઊંડા-ઊંચા પૂ. જંબૂવિજયજીએ જીવનભર આ સંધમાતાની અવિરત અને અનન્ય સેવા કરી હતી. અમારા ગુલાબભાઈ કહે, ‘પોતાના સંસારી માતાની સેવા કરતા પૂ. જંબૂવિજયને નિરખવા એ પણ જીવનનો એક લ્હાવો હતો. પિતા-ગુરુ મુનિરાજશ્રી ભુવન વિજયજીએ પુત્ર-શિષ્ય જંબૂ વિજયજીના સાધુ જીવનને દૈદિપ્યમાન કરવા વાત્સલ્યભર્યો પુરુષાર્થ કર્યો અને એને પરિણામે આપણને જૈન શાસન અને જૈન સાહિત્ય સર્વદા સ્મરણ કરે એવા ઉત્તમ શ્રમણ સિદ્ધયોગી પૂ. જંબૂ વિજયજી પ્રાપ્ત થયા. જૈન સાધુ આચારના સર્વ નિયોને પૂરી રીતે પાળતા પાળતા એઓશ્રીએ પોતાનું જીવન અધ્યયનને સમર્પિત કર્યું અને ઊંડો શાસ્ત્ર અભ્યાસ કર્યો. આ સ્વાધ્યાય કાર્ય શાંતિથી થઈ શકે એ માટે પૂજ્યશ્રી સર્વદા નાના ગામોના ઉપાશ્રયમાં જ પોતાના શિષ્ય સમુદાય સાથે સ્થિર થતા. આવા સ્થાને એઓશ્રીના દર્શને જઈએ તો આપણને ભ્રમણ કરતું પુસ્તકાલય અથવા યુનિવર્સિટી લાગે. ભારતના અનેક જૈન પુસ્તક ભંડારોની એમણે મૂલાકાત લઈ વર્ષોથી અસ્પર્શ રહેલાં એ જ્ઞાન ભંડારનો એમણે સ્પર્શ કર્યો અને એ ગ્રંથોને ઉકેલી એમને જીવંત કર્યા. એ તાડપત્રો અને હસ્તપ્રતોને માઈક્રો ફિલ્મીંગ દ્વારા જાળવીને આ પ્રાચીન જ્ઞાન વારસાને ભવિષ્યની પેઢી પાસે મૂકી આપ્યા. પ્રાચીન લિપિઓ ઉકેલવાના ભગીરથ કાર્ય માટે પૂજ્યશ્રી તિબેટી, જાપાનીઝ, સિંહાલી, પાલી, ફ્રેંચ, જર્મન, અંગ્રેજી વગેરે ૧૮ થી વધુ ભાષા શીખ્યા. પોતાના ૭૪ વર્ષના દીક્ષા જીવન દરમિયાન હજારો માઈલનો પગ વિહાર કર્યો. બદ્રિનાથથી સમ્મેત શિખરનો બે હજાર કિલોમિટરનો અવિસ્મરાિય વિહાર કર્યો અને નવ વખત તો સમ્મેત શિખરની
SR No.526017
Book TitlePrabuddha Jivan 2009 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size680 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy