________________
૨૦
પ્રબુદ્ધ જીવન
ઊંચો કર્યો તો ભીખાએ એનો હાથ પકડી લીધો.
‘હાં હાં, ગિરજા, મોતના મોંમાં હાથ નાખ નહીં. તેને ખરી વાતની ખબર નથી. જો તું માટીના ઢફાનો ઘા કરશે તો ઘુવડ એ ઢેકું લઈ જઈને કૂવામાં નાખશે. ઠંડું ગળતું જશે એમ તુંય ગળતો
જશે.'
ગિરજો હસી પડ્યો : 'હું ગળતો જઈશ?! અરે જા, જા.' ‘હા, સાચું કહું છું, તને, અને હોંકારોય અપાય નહીં અને હુંયે
મરાય નહીં.'
ભીખાની વાત સાંભળીને ધિરજો હસ્યો ઃ 'વાહ રે વાહ ! આ તમારા દાધર્મીઓની વાતો તો ખરી. આવું કશું નથી. કોઈ તમારા ધરમી વડવાએ આવા વહેમ ફેલાવ્યા હશે. એને કારણે મીઠી નિદ્રાનો કર્કશ અવાજથી ભંગ કરનારા, ગોળમટોળ મોં અને મોટી આંખોવાળા, જેને જોયા પછી ખાવું ન ભાવે એવો વિચિત્ર દેખાવ ધરાવતા આ બદસૂરત પ્રાણીને લોકો જીવતું રહેવા દે છે; નહીંતર જેમ માણસ માંકડને પકડીને પકડીને ઠકાણે પાડે છે, એમ આને પણ પકડીને પકડીને દેશવટો આપ્યો હોત. જો આ કટું થા.' એમ કહીને ગિરજાએ તાકીને માટીના ઢેફાનો ઘા કર્યો. પીપળાની ડાળ જોરથી હાલી ઊઠી અને ઘુવડનું બચ્ચું નીચે પડ્યું.
ગિરજાને ખૂબ ગમ્મત લાગી. એ તો દોડ્યો અને જોતજોતામાં ઘુવડના બચ્ચાને પકડીને લઈ આવ્યો. ભીખાએ વિચીયું કે જે ઘુવડે કે એની કેટલીય રાર્તાને બિહામણી બનાવી છે એ ઘુવડને ગાઢ અંધકારમાં ગિરજો હાથમાં પકડીને લઈ આવ્યો! આ ગિરજો તો રાક્ષસ રાવણથીય ચાર તસુ ચડી જાય એવી તાકાતવાળો છે ! સાહસી સિંદબાદ ‘અરેબિયન નાઇટ્સ'માં ઘડામાં રાક્ષસને લઈ આવતો. હોય છે – ભીખાને યાદ આવી ગઈ. મધરાતે અને ઘુવડનું બચ્ચું છે પકડીને ઊભેલો ગિરજો કોઈ મહાપરાક્રમી લાગ્યો. ગિરજાના પગ જાણે થાંભલા અને એનું માથું જાણે આભના મોભાને અડતું દેખાયું. એના લાંબા હાથમાં પીળી આંખોવાળું ઘુવડનું બચ્ચું ફડફડતું હતું.
ગિર ભીખાની પાસે આવ્યો અને પહેલું ઘુવડનું બચ્ચું અને આપવા માંડ્યું. પહેલાં તો ભીખો ભયથી બે ડગલા પછી હતી ગયો. એને થયું ગિરજો આ શું કરે છે? મોતના સંદેશવાહકને મુઠ્ઠીમાં મૂકવા કોશિશ કરે છે! ભીખા અર્ધમીચલી આંખે યુવડ તરફ જોઈ રહ્યો..
ઓહ! એનો ગોળાકાર ચહેરો માણસના જેવી લાગે છે, પણ પીળી પીળી તગતગતી આંખો કેવી ડરામણી છે ! એના લાંબા પગ અને ચીપિયા જેવી પૂંછડી ભીખાએ જોઈ. બે આંખો વચ્ચે કેવી નાની ચાંચ છે, જે એના ચહેરાને વધુ બિહામણો અને ચિત્ર-વિચિત્ર બનાવે છે! કેટલીય રાતો સુધી એનો ભય સેવ્યો હતો, અને ભીખો પોતાની નજર સામે જોઈ રહ્યો હતો. ગિરજાએ કહ્યું, 'લે, આ તારી
દોસ્ત છે; કરતો નહીં.'
જુલાઈ, ૨૦૦૯ આબરૂનો ગંભીર સવાલ પણ ઊભો હતો. ગિરજો અને ભીખો બન્ને સમોવડિયો હતો અને પોતાના સોડિયા સામે હલકા કે કે ઊતરતા દેખાવું એ તો આબરૂના કાંકરા કરવા જેવું ગણાય. આથી ભીખાએ એની તમામ હિંમત એકઠી કરી, સઘળું શરીરબળ હાથમાં સંચિત કર્યું. મનમાં દેવ-દેવીઓનું સ્મરણ કરવા લાગ્યો.એમને તાકીદે મદદે આવવા માટે આવાહન આપ્યું અને હિંમતનો દેખાવ કરીને ભીખાએ હિંમતભેર હાથ લાંબા કર્યા. ભીખાને લાગ્યું કે ટચલી આંગળીએ સુદર્શનચક્ર રાખનાર મહારથી કૃષ્ણને પણ આટલું જોર અજમાવવું પડ્યું નહીં હોય! ભીખાએ ઘુવડનું બચ્ચું હાથમાં લીધું. એક પળ તો એને પૃથ્વી સરકતી લાગી, આસપાસની દુનિયા ફરતી લાગી, નસેનસ ખેંચાવા લાગી અને એની આંખો તો સ્થિર જ ન થાય.
ગિરજાએ કહ્યું, ‘જો દોસ્ત, મનસા ભૂત ને શંકા ડાકણ. જેનું મન હાર્યું એ જગત હાર્યો. જો મન મજબૂત હોય તો ખુદ જમરાજા પણ એક વાર પાછા ફરી જાય.
ભયના માહોલમાં બાળપણના દિવસો ગાળનાર ભીખાને ઘુવડને પકડતાં જરૂર ભય લાગતો હતો, પરંતુ સામે એને માટે
ગિરજાના શબ્દોની હિંમત ભીખાને ગમી ગઈ. મૃત્યુ પામતા માનવીના મુખમાં મુકાતા અમૃતબિંદુ જેવાં એનાં એ વચનો લાગ્યાં. ગિરજાએ પોતાના ભીરુ સાથીને ભયહીન બનાવતાં કહ્યું.
‘આપણે તો જીવ-જન. આપણને એ બિચારાં જાનવર શું કરી શકે? જો ભીખા, હું તો મસાણમાંયે ગયો છું. ચોરોમાંય ર્યો છું, વનવગડા પણ ખૂંદ્યા છે. ન તો ક્યાંય ભૂત મળ્યું છે કે ન ડાકણ. માણસનું મન મજબૂત હોય તો કદી કોઈ એને હેરાન કરી શકે નહીં.’
ગિરનાં વચનો સાંભળીને ભીખાના શરીરમાંથી ભયની છેલ્લી
ધ્રૂજારી પણ ઓસરી ગઈ. એ સ્વસ્ય બનીને યુવડના બચ્ચાનું બારીકાઈથી નિરીક્ષણ કરવા લાગ્યો. વર્ષોથી મન પર લદાયેલો ભયનો ભાર દૂર થઈ ગયો. દીર્ઘકાળનો રોગી જેમ રોગમુક્ત થાય. એવી ભીખાની દશા હતી.
ગિરજાએ કહ્યું, ‘હવે છોડી દે એ બિચારાને! એની મા ક્યાંક એને શોધતી હશે..
ભીખાએ હાથ ઢીલો કર્યો. દૂર દૂરથી ઘુવડનો એકધારો અવાજ આવી રહ્યો હતો. ઘુવડનું બચ્ચું એના હાથમાંથી છૂટીને એ દિશામાં ઊડી ગયું. બન્ને મિત્રો ફરી પાછા સૂતા, પરંતુ આંખમાંથી ઊંઘ ઊડી ગઈ હતી. ગિરજાએ પોતાના સાથી સાથે સુંડલા ભરી ભરીને વાતો કરી. એ ઘુવડની હતી, ચીબરીની હતી, નિશાળની અને માસ્તરની હતી. છેવટે કૃષ્ણ, શિવાજી અને મહારાણા પ્રતાપની જીવનકથા પણ કહી. ભીખાના જીવનનો આ સૌથી વધુ આનંદનો દિવસ હતો. એક રામે રાવણને મારીને જેટલો આનંદ નહીં મેળવ્યો હોય તેટલો ભીખાના આત્મા-શર્મ બીકરૂપી રાવણને હણીને મેળવ્યો. દિવસે વાથ અને રાત પડે રાંક બની જના૨ ભીખો હવે ભયમુક્ત થયો. ગિરજાએ બીકથી થરથર ધ્રૂજતા ભીખાના કાળજાને મજબૂત પથ્થરનું બનાવ્યું. (ક્રમશ:) ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી,
અમદાવાદ-૩૮૦ ૦૦૭. મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫.