________________
જુલાઈ, ૨૦૦૯
ઘરના ફળિયામાં ગિરજાનાં ફઈબા સૂતાં હતાં. એ જાગ્યાં અને એમણે આ બે છોકરાઓને એક ખાટલો અને એક ગોદડું કાઢી આપ્યાં.
પ્રબુદ્ધ જીવન
ગિરજા સાથે ભીખાની દોસ્તીનો રંગ ધીરે ધીરે જામતો હતો. ભીખાને એનો સહવાસ ગમવા લાગ્યો હતો. એનું કારણ એ કે ભાખાનું આખું જીવન ડર, માન્યતાઓ, ભય અને નિર્બળ વિચારોથી વીંટળાયેલું હતું, જ્યારે ગિરો નિર્ભય હતો. ભીખાને જીવનમાં ડગલે ને પગલે ભય અને દુઃખ દેખાતાં હતાં. ભીખાના અંતસ્તલમાં ભય આસન જમાવીને બેઠો હતો. જ્યારે ગિરજો ભયને જાણતો નહોતો અને ડર તો એનાથી કેટલાય ગાઉ દૂર રહેતો હતો. ભયભીત માનવીને નિર્ભયનો સાથ સદાય ગમે. આય ભીખાને ગિરજાની દોસ્તી ગમી ગઈ. એની સાથે મુક્તપણે ફરવા મળતું, કોતરોમાં જતાં સહેજે થડકારો થતો નહીં વળી દરેક બાબતમાં ગિરજ પાવરધો હતો એટલે આવનારી પ્રત્યેક મુશ્કેલીનું સમાધાન એની પાસેથી મળી રહેતું.
રામલીલા જોવા ગયેલા ભીખાને ઘેર સિફતથી સંદેશો આપતાં ગિરજાને આવડતું હતું અને એ જ ગિરજાને અંબોડ ગામમાં રાતવાસો ક૨વાની વ્યવસ્થા કરતાં પણ ફાવતું હતું. ગરજો અને ભીખો એક ખાટલામાં ફળિયામાં લંબાવીને સૂતા. રાતના અંધકારમાં ઉપર તારાઓ ટમટમતા હતા, ત્યારે આ દોસ્તો, તારાઓ સામે જોતાં જોતાં ગોઠડી કરતા હતા. ગિરજાએ કોઈ રહસ્ય પ્રગટ કરતો હોય તેમ કહ્યું, ‘આ રામલીલામાં મારાં સગાંઓ પણ કામ કરે છે. એ જાતજાતના ખેલ ભજવે છે, ગામેગામ ફરે છે અને સારા એવા દામ મેળવે છે.'
ગિરજાને ભણવાનું ભારે પડતું, તેથી એનો વિચાર રામલીલામાં જોડાવાનો હતો. પછી ભણવાની ઝંઝટ ન રહે. એણે ભીખાને કહ્યું, 'ભીખા, આપણે પણ મોટા થઈને આ રામલીલા કરશું. કેવી લીલાલહે૨! ન ભણવાની ઝંઝટ, ન નિશાળની ચિંતા! અને જો એ રામલીલામાં તું લક્ષ્મણ થજે અને હું રામ થઈશ.’
ભીખો અને ગિરજો ભાવિની આવી સુંદર કલ્પનામાં રાચી રહ્યા. રામલીલામાં રહીને શું કરશે એની જ એક આખી રામલીલા ભજવી નાખી! ભૂંગળ સાંભળવાની અને રંગલા સાથે રહેવાની કેવી મજા આવશે એની કલ્પનામાં તેઓ ઉડવા લાગ્યા. એથીય વધુ તો ભીખાને રામલીલામાં જે બોલી વપરાતી તેમાં રસ પડ્યો. રામલીલામાં હોંકારા, પડકારા અને ઉશ્કેરાટ સાથે જે બોલી બોલવામાં આવતી, એમાં પણ ભીખાને નાટકની ખૂબીઓનાં દર્શન થયાં. ગામમાં બે પક્ષ હોય તો એ બંને આ બોલી વખતે સામસામી બાંયો ચડાવે ગામના મુખીને મોટો માન-મરતબો મળે તો વળી રામવિવાહના પ્રસંગે થતા નૃત્ય વખતે ગાનારી પર ખુશ થઈને ક્યારેક કોઈ મનમાની રકમની ન્યોછાવરી કરે. આમાં ખોરડું કે ઢાર વેચવાના દિવસો પણ આવે ! તોય રામલીલા વખતે તો મૂછનો વળ જાળવવા માટે પાછું વળીને કોઈ જોતા નહીં. ભીખાએ દેરાસરમાં બોલી બોલાતી જોઈ હતી, પણ તે એને સાવ ફિક્કી લાગી આના જેવું જોશ, ઉશ્કેરાટ કે ગરમાવો એમાં દેખાતાં નહીં.
૧૯
અર્બોડ ગામની ભેખડની તળેટીના છેડે આવેલા ઘરની બહારના ફળિયામાં બંને મિત્રો સુતા હતા. થોડે દૂર એક પીપળાનું ઝાંઠ હતું. ચંદ્રની આછી આછી ઊગી રહેલી રેખા એની ડાળમાં દેખાતી હતી કે મિત્રો એમના ભાવિ જીવનની સ્વપ્નસૃષ્ટિમાં તરબોળ બની ગયા હતા. એવે વખતે પીપળા પર બેઠેલું ઘુવડનું બચ્ચું બૂમો પાડવા લાગ્યું. આનંદ-સરોવરમાં સફર કરી રહેલું ભીખાનું મન અચાનક ભયથી ભરાઈ ગયું. ઘુવડના અવાજથી એનું હૃદય થર થર ધ્રૂજવા લાગ્યું. એનાં અંગો કાંપવા લાગ્યાં અને ડરના બોજથી લદાયેલી અર્ધખુલ્લી દૃષ્ટિથી તે પીપળાના વૃક્ષ પરના ઘુવડને જોવા લાગ્યો.
ઘુવડના અવાજને કારણે એકાએક ભીખાની નજર સમક્ષ એના બાળપણનો સૌથી દુઃખદ પ્રસંગ તરવરી ઊો. સૌથી અધિક સ્નેહ આપનાર ફઈબાનું અવસાન થયા પછી એના ઘરમાં રોજ રાત્રે ઘુવડ ચૂક્યા કરતો હતો અને એના અવાજથી ભીખાનું રૂંવેરૂંવું થથરી ઊઠતું હતું. એના ગોઠિયાઓએ પણ આ ભયમાં વધારો કરીને એને કહ્યું હતું, 'રાત્રે ઘરના મોભારે બેસીને તને નામ દઈને બોલાવશે ત્યારે જો તું હોંકારો દેશે તો તારું આવી બનશે. જો એને ઈંટનો કકડો કે માટીનું ઢેકું મારશે તો એ ઢેકું લઈને કુવામાં નાખશે અને ઢેકું જેમ ગળતું જશે એમ તું પણ ગળતો જશે.' એ ઘુવડનો અવાજ આ અંધારી રાત્રે ફરી સંભળાયો અને પુનઃ બાળપણનાં એ વસમાં સ્મરણો સાથે ભયનું લખલખું પસાર છઈ ગયું.
ખાટલામાં સૂતેલા ભીખાને એટલી હૈયાધારણ હતી કે આ વખતે રાત્રે ઘુવડ બોલ્યું ત્યારે તે એકલો ખાટલામાં નહોતો; આજે એની જોડાજોડ ભડના દીકરા જેવી ગિરજો સૂતો હતો. ભીખાએ પોતાનો ભય વ્યક્ત કરતાં કહ્યું, ‘ગિરજા, જો ને! આ ઘુવડ કેવું ભયંકર બોલે છે?! આ તે કેવું ભયંકર પંખી છે અપશુકનિયાળ અને બિહામણું! એનાથી તો હું બાહ્ય-તોબા પોકારી ગયો છું.' ગિરજાએ કહ્યું, ઘુવડનું બચ્ચું બોલે એમાં ભયંકર શું ? એનાથી આટલો બધો મૂંઝાય છે શાનો? એ તો બોલે.'
—
'શું બોલે ? ગિરજા, ખરું કહું, મને ઘુવડ અને ચીબરીની ભારે બીક લાગે છે. રાતે એનો અવાજ સાંભળું ત્યારે મને એવો ડર લાગે છે કે ગમે તેટલી તરસ લાગી હોય તોય પાણી પીવા પણ ઊડું નહીં. આંખો મીંચી દઉં, લાકડાની જેમ પડ્યો રહું અને જીવ બચાવવા માટે ભગવાનનું નામ લેતો રહું.'
‘તું વાણિયો ખરો ને ?!' ભીખાએ ગિરજાને કહ્યું, ‘ઘુવડનું બચ્ચું આપણે માટે બોલતું નથી એ તો બોલે છે એની માને કંઈક જણાવવા, જીવ માત્રને ભગવાને જીભ આપી છે તો તે શું કામ ન બોલે ?'
‘ના, ઘુવડ બોલે એ ઘણું અશુભ કહેવાય. વળી આ અપશુકનિયાળને કશું કરાય પણ નહીં.'
‘ખેર, તને બીક લાગતી હોય તો લે ત્યારે, એને ઉડાડી મૂકું,' એમ કહીને ગિરો ખાટલામાંથી ઊર્ઝા, પાસે પડેલું માટીનું ઢેકું ઉપાડ્યું અને પીપળાના ઝાડ પર બેઠેલા ઘુવડ તરફ ઘા કરવા હાથ