________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुत सागर, माघ २०५५
- ૧૧ મહાન શાસન પ્રભાવક, યુગદ્રષ્ટા, સુમધુર પ્રવચન-પ્રભાકર, રાષ્ટ્રસંત જૈનાચાર્ય આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.નું જીવન વૃત્તાન્ત.
કનુભાઈ શાહ ગતાંકથી ચાલુ) આચાર્યશ્રીના જીવનની રજતજયંતીના મહોત્સવ પ્રસંગે તે સમયના રાષ્ટ્રપતિ શ્રી નીલમ સંજીવ રેડ્ડીએ મુંબઈના રાજભવનના વિશાળ દરબાર હોલમાં આચાર્યશ્રીનો અભિનંદન સમારોહ કર્યો હતો. આચાર્યશ્રીનું બહુમાન એ એમની જિનશાસનની સાધુતાની મહાનતાનું બહુમાન હતું.
દક્ષિણ ભારતની યાત્રા : દક્ષિણ ભારતની ઐતિહાસિક યાત્રા દરમિયાન આચાર્યશ્રીએ લોકકલ્યાણ અને ધર્મચિંતનનું કામ કર્યું; લોકોમાં આધ્યાત્મિક ચેતનાને જગાડવાનું અભૂતપૂર્વ કામ કર્યું. સમાજના ધાર્મિક-સામાજિક વિકાસનાં કાર્યોમાં આ રાષ્ટ્રસંતે નવો પ્રાણ પૂર્યો છે. દક્ષિણ ભારતને અનેક મહાન સાધુ-સંતોનો સમાગમ થયો છે. પરંતુ પૂ. પદ્મસાગરસૂરીશ્વરજીના આગમન અને સમાગમ થી દક્ષિણ ભારતને નવી દિશા મળી છે અને જૈન સંઘોની ચેતનાને સંકોરાઈ છે. આચાર્યશ્રીની વાણીથી ત્યાંના જૈન સંઘોમાં શિસ્તબદ્ધતાનો જન્મ થયો છે. ઘણાં વર્ષો પછી દક્ષિણ ભારતના લોકોના જીવનક્રમમાં જિનશાસનને અનુકૂળ અનેક ગતિવિધિઓનો સંચાર થયો છે. જ્ઞાનપિપાસુઓની જિજ્ઞાસાને વધુ પ્રજ્જવલિત કરી તેમને જ્ઞાનરૂપી અમૃતધારાનું પાન કરાવવામાં આચાર્યશ્રીનું મહામૂલું પ્રદાન છે.
અમર અને અનોખું એતિહાસિક સર્જનઃ રાષ્ટ્રસંત પૂ. પદ્મસાગરસૂરીશ્વરે પોતાના દાદાગુરુ પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સાહેબની સ્મૃતિને અમરતા બક્ષે તેવું કલ્પનાતીત અને અવર્ણનીય સર્જન કર્યું છે. સાધુ ભગવંતો તીર્થોનું સર્જન કરે, ગુરુ મંદિરોનું સર્જન કરે; ધર્મસ્થાનોનું સર્જન કરે, પરંતુ અમદાવાદ-ગાંધીનગર હાઈવે ઉપર કોબાની સમીપમાં તીર્થ, ગુરુમંદિર, ધર્મસ્થાનકનું સર્જન કર્યું તો છે જ, પરંતુ તેથી વધુ યશસ્વી કામ જ થયું હોય તો તે છે, આચાર્ય શ્રી કેલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરનું. આ જ્ઞાનમંદિર સાધુ-સાધ્વી ભગવંતો. શ્રાવક-શ્રાવિકાઓ, વિદ્વાનો અને મુમુક્ષુઓ માટે જ્ઞાનપ્રાપ્તિનો એક વિશાળ સાગર છે. વિદ્વાનો અને મુમુક્ષુઓ માટે નિવાસસ્થાન અને ભોજનશાળાનો ઉત્તમ પ્રબંધ છે; વળી સાધુ-સાધ્વી ભગવંતોની જ્ઞાનારાધના માટે અહીં ઉપાશ્રયો પણ છે.
જ્ઞાનમંદિરમાં ગ્રંથાલય અને સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય છે. આ જ્ઞાનમંદિરના ગ્રંથાલય વિભાગમાં ૮૦ હજાર પુસ્તકો છે. આયુર્વેદ, જ્યોતિષ, આગમ, ન્યાય, દર્શન, યોગ, વ્યાકરણ જેવા અનેક વિષયોનો તેમાં સમાવેશ થયેલો છે. આ પુસ્તકોની માહિતી કમ્યુટર દ્વારા ઉપલબ્ધ બનાવાઈ છે. ઇન્ફોર્મેશન ટેક્નોલૉજીના અદ્યતન સાધનો વડે આ પુસ્તકોની માહિતી દરેક જિજ્ઞાસુને ત્વરિત મળી શકે છે. ૮૦,૦૦૦ પુસ્તકો ઉપરાંત ૨,૫૦,૦૦૦ જેટલી પ્રાચીન હસ્તપ્રતોનો અદ્ભુત સંગ્રહ અહીં છે. આ ઉપરાંત ૨,૫૦૦ જેટલી પ્રાચીન અને અમુલ્ય તાડપત્રીય હસ્તપ્રતો છે. અનેક હસ્તપ્રતો ચિત્રયુક્ત તેમ જ સુવર્ણાક્ષરે લખાયેલી છે. સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયમાં પુરાતત્ત્વના જિજ્ઞાસુઓના અભ્યાસ અને દર્શન માટે પ્રાચીન-અર્વાચીન નાની મોટી પ્રતિમાઓ. ચિત્રો, કલાકૃતિઓ, ચિત્રમય સુવર્ણાક્ષરી હસ્તપ્રતો, લેખનના પ્રાચીન સાધનો, ભોજપત્રો ઇત્યાદિ અખૂટ સમૃદ્ધિ પ્રદર્શિત કરેલી છે. ભૂતકાળની ભવ્યતા અને ગૌરવને પ્રદર્શિત કરતું આ સંગ્રહાલય જૈન અને જૈનેતરોને સંસ્કૃતિનાં દર્શન કરાવે છે. જૈન અને ભારતીય સંસ્કૃતિના કલા-વારસાને સંરક્ષવાનું એક આગવું અને ઉમદાકાર્ય અહીં થાય છે..
ધર્મક્ષેત્રે આચાર્યશ્રીનો વ્યાપક પ્રભાવ છે. અન્ય ક્ષેત્રો પણ એમની વાણી, વર્તન, આચાર અને કાર્યોથી પ્રભાવિત થયાં છે. ભારતના મહાન રાજપુરુષો અને રાજનીતિજ્ઞો, ગાંધીવાદી કાર્યકર સ્વ. મોરારજી દેસાઈ,
For Private and Personal Use Only