________________
તેમનું સામર્થ્ય સ્થિર રહે છે, સામાન્ય ચૂંટણીઓમાં સૉંસદીય સભ્યો પેાતાના પક્ષના વિશાળ વ્યવસ્થાતંત્ર ઉપર જ આધાર રાખે છે, આામ, સંસદના સભ્યો અને પક્ષ એકમેકના આધારે તેમનું કામ કરતા હાય છે. કારાબારીના ઠરાવમાં પણ આ વાતના ઉલ્લેખ કરવામાં આવ્યું છે.
ફ્રાન્ગ્રેસની છેલ્લા બે માસની કટાકટી દરમિયાન વડાપ્રધાનની વ્યૂહરચનામાં મુખ્યત્વે એ લક્ષ્યા થાં છે. એક, તેમણે વિચારસરણીને પ્રાધાન્ય આપ્યું છે અને ખે, તેમણે લેાકા સાથેના સંબધાને વિકસાવ્યા છે. આ બન્ને લક્ષ્યા એકબીજા ઉપર આધારિત રહ્યાં છે દેશ સમક્ષની તેમની પ્રતિમાને વિકસાવવામાં તેમણે કુનેહ અને દુર ંદેશી દૃષ્ટ ખતાવ્યાં છે અને સિન્ડીકેટની સરખામણીમાં દરેક પગલે પહેલ કરી છે. ગાંધીજી અને નહેરુના પગલે ચાલીને તેમણે પક્ષ ઉપરાંત લેાકેા સાથેનેા સીધા સંપર્ક કેળવાયે છે અને તે એટલી હદે કે હવે પછીના દિવસેામાં પક્ષને તેમના વગર ચાલે નહિ તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વડાપ્રધાનની રાજકીય ચાલમાં ૧૯૭૨ ની ચૂંટણી શરૂઆત જ લક્ષમાં રખાઇ છે, અને તેમાં તેમને સારી સફળતા મળે તેવાં ચિહ્નો અત્યારે તા દેખાય છે.
૧૯૬૬ થી સત્તા ઉપર આવેલાં વડાપ્રધાન આજ દિન સુધી તેમનાં સ્થાને સંપૂર્ણ રીતે સ્થિર થઈ શકર્યાં ન હતાં અગર તેા તેએ પેાતે એમ માનતાં હતાં. પક્ષના અગ્રગણ્ય નેતાઓના મનમાં પણ આ વાત હતી. ૧૯૬૬ પછીના દેશના રાજકારણમાં સત્તાનાં ચાર કેન્દ્રો હતાં, જેમાં સિન્ડીકેટ સિવાયનાં ખીજાં ત્રણ વ્યક્તિનિષ્ટ હતાં. એક, વડાપ્રધાન પેાતે; બીજુ કેન્દ્ર તે સિન્ડીકેટ અને તેના સભ્યા. સત્તાનાં ત્રીજા અને ચોથાં કેન્દ્રો હતા મેારારજી દેસાઈ અને યશવતરાય ચવાણુ. જ્યાં સુધી વડા પ્રધાનની સામે
ખીજા` પણ કેન્દ્રો એકત્રિત થયાં ન હતાં ત્યાં સુધી તેએ પેાતાને સલામત ગણાતાં હતાં. પણ રાષ્ટ્રપતિપદ માટેના ઉમેદવારની શેાધમાં સિન્ડીકેટ, મેારારજી દેસાઈ તથા ચવાણુ એકત્રિત થયા અને વડાપ્રધાનને
મુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર '૬૯ ]
પેાતાની સ્થિરતા જોખમાતી લાગી. આ પરિસ્થિતિમાં તેમણે તેમની વ્યૂહરચના ગાઠવી અને પેાતાના સ્થાન અને ભવિષ્યને હાડમાં મૂકી લડન ચલાવી.
લગભગ ચાલીસ દિવસ ચાલેલા આ સગ્રામ ભારતના રાજકારણમાં એક અદ્વિતીય બનાવ હતા. તેના મૂળમાં એક જ સવાલ હતેા; એક પક્ષ તરીકે કૉન્ગ્રેસ કૈાના હાથમાં છે ? એટલે કે, કાંગ્રેસને પેાતાના નેતા તળે રાખવાની લત હતી. આ લડત ગાંધીજીના સમયમાં પણ ચાલી હતી. ૧૯૦૭ માં સુરતની બેઠકમાં મવાળ અને જહાલ પક્ષો લડયા હતા. તેનું આ વખતે પુનરાવર્તન થયું છે. ગાંધીજી અને સુભાષ વચ્ચે જે ખટરાગ હતા તેના મૂળમાં પણ આ જ પ્રશ્ન હતા. આ પ્રશ્નનાં સત્તા કબજે કરવાની, તેને અજમાવવાની અને વધારવાની હરીફાઈ હતી તેમાં શંકા નથી. પરંતુ રાજકારણમાં સત્તા ન હેાય તેવી કલ્પના કરી શકાય તેમ નથી. ખુદ ગાંધીજીએ પણ કાંગ્રેસને પેાતાના પ્રભા તળે રાખી હતી અને તેની પાસે કાર્યક્રમા મૂકીને તેને દિશાસૂચન કર્યુ હતું. તેમનું સિદ્ધાન્તપાલન પણ ચુસ્ત અને કડક હતું અને તેમનું પ્રભુત્વ અવિચ્છિન્ન રાખવા તે પ્રયત્ન શીલ રહેતા. અલબત્ત, રાજકીય સત્તાના ઉપયેાગ લેાકકલ્યાણના હેતુ માટે થાય તે ઋષ્ટ છે. પણુ સત્તાના ઉપયેાગ પહેલાં તેને કબજે કરવી પડે છે, તેની ઉપર પકડ જમાવી પડે છે. આ કામ વડા પ્રધાને હવે આટાપી લાલુ છે એમ ગણીએ તે। હવે પછીના વિચારામાં તેમની કસેાટી થનાર છે. આજે
વડાપ્રધાને લોકાના હ્રદયમાં અપેક્ષાએ જગાવી હોય તેા તેનું કારણ તેમની હિંમત, નેતૃત્વ અને એન્કાના રાષ્ટ્રીકરણનું તેમનું પગલું છે. 'ઝંક સ્થગિત થઈ ગયેલા રાજકારણનાં પાણી તેમના પગલાંને કારણે ફરીતે વહેતાં થયાં છે. રાજકારણમાં નિશ્ચયાત્મક્તા અને ક્રિયાશીલતા પ્રવેશ્યાં છે અને પક્ષીય રાજકારણ
વ્યક્તિ ઉપરથી ક ંઈક વિચાર ઉપર ખસ્યું છે.
પણ કદાચ સૌથી અગત્યની વાત હેાય તે તે એ કે ચાળીસ દિવસ ચાલેલું આ રાજકારણ સંપૂર્ણ રીતે લેાકશાહી ઢબે ચાલ્યું છે. જે કાઈ નિયા
३२७