SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ કેમકે એ આપત્તિ દૂર કરવાની અગમચેતી સા ઈશ્વરે માણસને બુદ્ધિ અને સાધન આપેલાં છે, અને તેનેા અનાદર કર્યાથી માણસને એ દુઃખ થયું હેાય છે.” [ ૧.૨૭૭–૭૮ ] વળી, આ જાત! દુઃખેા કેવળ અનિષ્ટરૂપ નથી કારણ કે “બેદરકારીથી, સ્વચ્છંદવૃત્તિથી અને દુષ્ટતાથી કુદરતના નિયમનું ઉલ્લ ધન કરવાથી મનુષ્યને જે દુઃખ થાય છે તે દયાભરેલી સાવચેતી છે, સુખના ઉપાય મનુષ્ય પાસે લેવડાવવાના એ મા છે.' [૧.૨૭૮–૭૯ ] મનુષ્યે। નિયમભંગની ભૂલ કરે છે અને તેથી દુ:ખી થાય છે એવી દલીલની સામે જો કાઈ એમ જણાવે કે ભૂલ કરવી એ પણ એક અનિષ્ટ જ છે ને ? ઈશ્વરે એવી વ્યવસ્થા કેમ નથી રાખી કે જેને લઇને માણસ ભૂલરૂપી અનિષ્ટથી બચી જાય? આ પ્રકારના પ્રશ્નોના રમણભાઈ એ આપેલેા જવાબ એ છે કે, “ સર્વાં મનુષ્યો ખરે રસ્તે જ જાય એવી ઈશ્વરે ઘટના કરી હાત તેા દુનિયામાં દુઃખ હેાત જ નહિ એમ પણ નહિ કહેવાય કારણ કે આવી ધટનામાં આત્માની કાંઈ કેળવણી ન રહેત, દરેકને ઈચ્છા વ્યાપાર કરી પેાતાના સ્વભાવ અધવાના અવકાશ ન રહેત. આત્માને વગર પ્રયત્ને પુણ્યવાન બનાવી દીધા હત તેા પુણ્યમાં કોઈ મહત્ત્વ ન રહેત. આત્મા નતે ઈચ્છા કરી ખરાખેાટામાંથી ખરા મા` પસંદ કરી તેમાં પ્રવૃત્ત થઈ ઉત્તમતા પ્રાપ્ત કરે એમાં જ મહત્ત્વ છે; અને દુ:ખના સંભવને લીધે સુખ તરફ પ્રવ્રુત્તિ કરવાની તેને વધારે પ્રેરણા થાય છે. કલ્યાણ માટે દુ:ખના અભાવ કરતાં. આત્મ. પ્રયત્ન વધારે આવશ્યક છે. આ રીતે છે તેવી ધટના જ માણસના ઉદ્દાર માટે શ્રેષ્ઠ છે. ” [૨.૨૭૯] ભૂલની શકયતા અંગે રમણભાઈ એ કરેલા આ ખુલાસા પરથી સ્પષ્ટ થાય છે કે માણસને પડતાં દુઃખના વ્યક્તિગત ખુલાસા માટે આખરે તે ઇચ્છા સ્વાતંત્ર્ય અને કમના નિયમના આધાર લે છે અને જો આજ આધાર લેવાના હાય તા કહેવાતાં દુ:ખે કેવળ અનિષ્ટરૂપ ગણાય નહિ અને તેથી તેમાં દયાભરેલી સાવચેતી' કે ' આત્માની કેળવણી ' રહેલી છે એવું ઉપરછલ્લું આશ્વાસન બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર '૬૯ ] ૩ આપવાની કાઈ અવશ્યક્તા રહેતી નથી. kr માણસની ભૂવિના ઉદ્ભવતાં દુઃખા અંગે પેાતાને મત સમજાવતાં રમણભાઈ કહે છે કે, “ ધરતીકંપ, જવાળામુખી, પતનું ફાટવું, વાળાોડાં રેલ, મરકી વગેરે વિ.તેઓ આ પ્રકારની છે.’ [૧•૨૮૦ ] આ બનાવે! વાતાવરણ અને અંત રીક્ષના નિયમા અનુસારે થાય છે. આ નિયમેાને લીધે જ પ્રાણીઓ જીવી શકે છે, ઉત્પન્ન થાય છે, ગતિ કરે છે; વૃદ્ધિ પામે છે, અને સૂર્યના તાપ અનુભવે છે. તેથી જે નિયમે એક ધડી કે એક દિવસ નાશ કારક થાય છે તે જ નિયમા નિત્ય પ્રાણદાયક બની રહે છે. કુદરતના હેતુ અને તાત્પ જોવાં હોય તે કાઈ વખત ક્ષણવાર પલપાથલ થાય તે પરથી નહિ પણ જે શાંતિ અને આનંદ કાયમરૂપે પ્રવતી રહે છે તે પરથી પરીક્ષા કરવી જોઈ એ. ખરેખરા પ્રશ્ન એ જ છે કે કુદરતના જે નિયમેા વિષે ફરિયાદ કરવામાં આવે છે તેથી શું એવું નુકશાન થાય છે કે તે કદિ થવાં જ જોયતા ન હતા; કે કાઈ કાઈ વખત તેમનાથી વિપત્તિ થ ય તેા પણુ જે પ્રાણીશ્માના જીવનને માટે તેએ આવક છે તેમના ઇતિહાસમાં આટલું બાદ કરતાં પણ સુખને ધણે! મેટા શેષ બાકી રહે છે? આ ધારણ લાગુ પાડતાં કાઈ એમ કહી શકશે કે જ્ઞાનવાન કલ્યાણુકારી જગતકર્તાએ પૃથ્વીના નિયમેા રચવા જોઈતા ન હતા ? [૧૨૮૧-૮૨] રમણભાઈના ઉપર્યું`ક્ત મતવ્ય પર વિચાર કરતાં જણાય છે કે તેમના મતે કુદરતી આપત્તિએ એ ખરેખર અનિષ્ટરૂપ તેા છે જ પરંતુ આ આપત્તિઓને આપણે એવું આશ્વાસન લઈ તે સહી લેવી જોઈ એ કે કુદરતમાં એક દરે વધારે સુખ છે અને જે દુઃખ છે તેને સદંતર અભાવ ડૅાય તેવી સૃષ્ટિની કેઈ વૈકલ્પિક કલ્પના આપણી પાસે નથી, અને કદાચ ઈશ્વર પાસે પણ નહિ હૈાય. આના અ` એ કે કુદરતી આપત્તિરૂપ અનિષ્ટને કાઈ પણ જાતનેા ખુલાસેા રમણભાઈની વિચારણામાં નથી તેમ છતાં રમણભાઈ એમ માને છે કે તેમણે આ અંગે પણ સ`તાષકારક ખુલાસા આપેલા છે. ૩૫
SR No.522415
Book TitleBuddhiprakash 1969 09 Ank 09
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy