SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશ્વરે જગતની રચના કરી હાય અને આ જગત સૌદર્યું. અને સત્યનું દર્શન કરાવનારી કવિતા જેવું હાય અને તેમાં નીતિનું શાસન પ્રવર્તમાન હોય તેા તેમાં અનિષ્ટની હાજરી શા માટે જોવા મળે છે ? ઉપર્યુક્ત પ્રશ્ન પરત્વે રમજુભાઈ કહે છે કે, આવા સાયથી મનુષ્ય ભ્રાન્તિમાં પડયા છે, અને પરિણામે કાઇ નાસ્તિક થયા છે, કઈ શંકાવાદી અન્યા છે, કેાઈ પેાતાને જ બ્રહ્મ કહેવડાવા લાગ્યા છે, કાઈ એ પાપ, સેતાન, માયા એ સર્વાંને ઈશ્વરથી સ્વતંત્ર શક્તિએ માની છે; કાઈ એ ઇશ્વર સૃષ્ટિ સજી વેગળા ખસી જાય એ મત ગ્રહણ કર્યાં છે. પોતે ઊભી કરેલી મુશ્કેલીઓને લીધે ઈશ્વરના ન્યાયનેા ખુલાસા ન સમજાયાથી કોઈએ પુર્નજન્માદિ કલ્પિત મત શોધી કાઢયા છે, કેાઈ એ સર્વત્ર કનું જ સામ્રાજ્ય—છે ઈશ્વરની શક્તિ નથી—એમ શેાધી કાઢવું છે, કાઈ એ પાપ પુણ્યની બે જુદી સ્વતંત્ર શક્તિ માની છે. આ સકુતર્ક'માં શ્વરની નિદા થાય છે” [૧૨૭૪-૨૭૫] અર્થાત્ આ બધા ખુલાસાઓ સાષકારક છે પણ તેને લીધે ઈશ્વરની અશક્તિ કે અકલ્યાણમયતા સિદ્ધ થઈ જતાં નથી. ઈશ્વરના ન્યાય મનુષ્ય સાબિત કરી ન આપે તેા ઈશ્વરને માથે કલંક રહી જાય એમ છે જ નહિ છતાં, જે દેષ કહાડવામાં આવે છે તે દોષ છે કે કેમ તે તપાસી જોઈ એ કે ચિત્તનું સમાધાન દતર થાય” [૧૨૭૫] સૃષ્ટિની સમસ્યાને પેાતાને સૂઝતેા ઊકેલ રજૂ કરતાં રમણભાઈ જણાવે છે કે સામાન્ય રીતે અનિષ્ટના મુખ્ય એ પ્રકાર ઉલ્લેખવામાં આવે છેઃ (૧) જુદા જુદા માણસેાની પરિસ્થિતિ વચ્ચે જે વિષમતા કે અસમાનતા છે તેમાં રહેલું અનિષ્ટ; અને (ર) માણસમાત્રને પૈડવા પડતાં એક યા ખીજા પ્રકારનાં દુ:ખામાં અભિવ્યક્ત થતું સટ્ટાની ક્રૂરતા રૂપી અનિષ્ટ. સંક્ષેપમાં કહીએ તે! ઈશ્વરની રચનામાં વૈષમ્ય નૈધૃણ્ય છે એમ આરોપ કરવામાં આવે છે.” [૧૨૭૬] આમાંના પહેલા અનિષ્ટ અંગે રમણભાઈ લખે છે કે “ દુનિયામાં સર્વ મનુષ્યેા સરખા નથી, મનુ k ૩૨૪ ષ્યાની સ્થિતિ અને સ`પત્તિ ભિન્ન ભિન્ન છે એટલું વૈષમ્ય તેા છે જ, પણ એ વિષમતામાં અન્યાય કે સંકટ નથી. ” [ ૧/૨૭૬ ] કારણ કે “ મનુષ્યાની સ્થિતિ ભિન્ન ભિન્ન છે તેથી જ મનુષ્યા ઉદ્યોગી થઈ અમુક અમુક લક્ષ્ય પહેાંચવાના પ્રયત્નમાં પ્રવૃત્ત રહે છે. મનુષ્યાની સ્થિતિમાં ભિન્નતાન હૈાયતે। દુનિયામાં કાઈ કવ્યૂ કરવાનું ન રહે, પાપકાર કરવાનું ન રહે, પ્રયત્ન કરવાનું ન રહે, ઉદ્યમ કરવાના હેતુ ન રહે, આળવી થવામાં પ્રતિબન્ધ ન નડે. પશુ એની દરેક જાતમાં સર્વ વ્યક્તિએ સરખી હોય છે, કોઈ એક બીજાથી ઊંચી પદવીએ પહોંચતું નથી પણ મુદ્ધિમાન મનુષ્યને એવી સ્થિતિ નિરાશા ભરેલી થઈ પડે. બુદ્ધિના ઉપયાગ, પ્રયત્નનું કુલ, સદાચરણનું પરિણામ એ સ` ભિન્નતામાં જ શકય છે. માટે આ વિષમતામાં અન્યાય નથી, પણ યાગ્યતા પ્રમાણે ફલ મેળવવાના ન્યાયને એ માર્ગો છે. '' [ ૧,૨૯૭ ] આમ, મોટાભાગના ભારતીય ચિતાની પેઠે રમણભાઈ પણ કર્મના સિદ્ધાંતના આશ્રમ લઈ તે માણસાની સ્થિતિ અંગે પ્રવર્તતી વિષમતાના ખુલાસે કરે છે. અને ઈશ્વરને તે અંગેની સીધી જવાબદારીમાંથી મુક્ત કરે છે. જો કે આમ કરતી વખતે તેએ એ ભૂલી જાય છે કે, 'ના સિદ્ધાંતના આશ્રય લેવા એ ઈશ્વરનિંદા છે.' એવા મત તેમણે પેતે જ આ ચર્ચાના પ્રારંભમાં પ્રદર્શિત કરેલા છે. ખીજા પ્રકારના અનિષ્ટ અંગે વિચાર કરતાં રમણભાઈ ને લાગે છે કે “ નૈણ્યને આરેાપ પણ એવા જ નિર્મૂલ છે. એ ખરૂ છે કે દુનિયામાં ઠેકાણે ઠેકાણે દુઃખ જોવામાં આવે છે, અને ઈશ્વરને પ્રેમમય પિતા માનનારને સ્વાભાવિક રીતે એ પ્રશ્ન થાય છેકે નિયતામાં પ્રેમ હોય ત્યાં તે સાથે દુ:ખની રચના કેમ સંભવે ? આ પ્રશ્નનેા વિચાર કરવામાં દુઃખના એ પ્રકાર પાડીશું. એક પ્રકારનાં દુઃખ માણસન ભૂલથી ઉત્પન્ન થાય છે, અને બીજા પ્રકારનાં દુઃખ માણસની ભૂલ વિના ઉત્પન્ન થાય છે...વ્યાધિ, દરિદ્રતા વગેરે દુઃખા જ્યારે મનુષ્યની ભૂલથી થાય છે ત્યારે પશ્વિરનું વૈધૃણ્ય છે એમ કહી શકાશે નહિ, [ બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર ૧૯
SR No.522415
Book TitleBuddhiprakash 1969 09 Ank 09
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy