SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ન્હાનાં મોટાં કર્તવ્યો. ૨૩૭ માણસ સાથે હસીને મીઠાશથી શાંતિપૂર્વક વાત કરવી. એવા એગ નાના મોટા રા મનુOોને વારંવાર આવે છેજ. તેનો ઉપયોગ યથાગ્ય રીતે કરવો તે જ સર્જન છે. એવા પ્રસંગે અલ્પ આવે છે ને તેમાં કંઈ ઘણું મહત્વ સમાયેલું હતું નથી પરંતુ તેમાંની અડચણોને લીધે તેની યોગ્યતા વૃદ્ધિગત થાય છે. બીજાઓને માટે અડચણ વેઠી લેવી, કિંવા બીજાના સુખ માટે પોતાના સુખની ગુપ્ત રીતે ભોગ આપવો એનું નામ મોટાપણું કહી શકાય. એકાદ હમાલને બોજો ચસ્થામાં સહાયભૂત થવું ને તેને હાથ ૫. એકાદ રડતા બાળકને છાને રાખવાની કોશીષ કરવી. એકાદ વસ્તુ આપણું નુકશાન થયું છતાં પણ ન ડગમગવું. કામ-ક્રોધાદિકના સખ્ત આવેશમાં આવે તે પણ તે ને ગાંડવું. ગમે તે થાય–આકાશ પાતાળ એક થાય તે પણ સત્યનો ત્યાગ ન કરવો. પિતાનું માન-દ્રવ્ય અને શારીરિક કષ્ટના ભાગે પણ ફરજથી વિમુખ ન થવું એનું જ નામ મોટાપણું ! તેનું જ નામ પ્રસૂતા ! અલબત તેમ કરવામાં શ્રમ પડે છે, કષ્ટ પડે છે, પિતાના સુખ સગવડ અને દ્રવ્યના સ્કૂલ બેગ આપવા પડે છે પણ આ જગમાં શ્રમ સિવાય સિદ્ધિ પ્રાપ્તિ કદાપી પણ થતી જ નથી. અને કષ્ટ સિવાય મોટાઈ કદી પણ મળવાનીજ નથી. કારણ શ્રેમ એ કાર્ય સિદ્ધિનું મૂળ છે. અને કષ્ટ એ મેટાઇનું મૂલ્ય છે. ને મૂલ્ય આપ્યા વિના માલ મળતોજ નથી. આ નિયમ અખિલ વિશ્વમાં અપ્રતિબદ્ધ ચાલી રહ્યા છે. એટલાજ માટે આપણું નિત્યકોમાં પણ પગલે પગલે શ્રમ કરીને અને કષ્ટ સેવીને પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા કટિબદ્ધ થવું જોઈએ. રાજ હરિશ્ચંદ્ર સત્યને ખાતર વિશ્વામિત્રને રાજ્ય ન આપ્યું હોત ને માત્ર જ જુડું બોલ્યા હત તો કોઈ મારી નાખનાર નહતું. રામચંદ્રજીએ પિતૃ આના ખાતર વનવાસ ન સ્વિકારતાં રાજય ગ્રહણ કર્યું હોત તો તેમને કોઈ કાઢી મુકનાર નહતું. દેવતાઈ વિલાસ વૈભવ ત્યાગ કરી દિક્ષા ન લેતાં મહાવીર સ્વામી ભગવાન સંસારમાં જ રહ્યા હતા ને ભયંકર પરિસહ ન સહન કર્યા હતા તે તેમને કઈ પુછનાર નહતું. સ્થૂલિભદ્ર, ધન્ના, શાલિભદ્ર ને ગજસુકુમાલ જેવાં શ્રાવક રત્નો જે પરિસહ સહન ન કરતાં નિરાંતે દિવ્ય વિલાસ ભોગવ્યા કરત તો તેમને કંઈ દુ:ખ નહતાં પણ રે ! ફરજ ને ઉષ્ટ સિદ્ધિની પ્રાપ્તિ માટે તો તેઓને તે કરવાની ખાસ આવશ્યકતા હતી જ. શ્રમ ન લેવાય તે સિદ્ધિ કપથી ? માટે જ શ્રમ-કછ–આત્મભોગને સહન કરવું એ જે શાણું અને સુજી છે તેમની નજરમાં આપણે માટે સારો અભિપ્રાય મેળવ એ કંઈ બહુ કઠણ નથી. કારણ તેમને સારાસાર વિચાર હોય છે, અને તેમનાં મન મોટાંજ રહે છે. ચોર કે લુંટારા હોય છે તેમનામાં પણ ખરા બેલાનું વજન વધારે હોય છે. માટે આપણે ગમે તે પરિસ્થિતિમાં હોઈએ, ગમે ત્યાં હાઈએ, ગમે તેની સાથે એ પણ આપણે તે આપણું મનોદેવતાની અનુજ્ઞા પ્રમાણે નીતિથીજ વર્તવું જોઈએ એનું પરિણામ શ્રેષ્ટ આવ્યા સિવાય રહેવાનું જ નથી. લક્ષ્મિવાન કે બળવાન અગર પંડિત સાથે મૃદુતાથી માયાળુપણે ને સત્યનાથી વર્તવું અને ગરીબ, હલકા, અભણ, કંગાલ કે નબળા સાથે તેથી વિરૂદ્ધ વર્તવું એ કર્તવ્યથી વિમુખ થવા સરખું બલકે કર્તવ્યનું ખુન કરવા સરખું જ સમજવું. નાનામાં નાનું કુતરું કે બીલાડું, બાળક કે પંખી કહે તેની સાથે તેને પરિતાપ ઉપજાવે તેવી રીતે વર્તવાને, તેને નુકશાન થાય તેવી રીતે વર્તવાને યાતો નીતિ નિયમથી ઉલટી રીતે વર્તવાને તેમને શે હક છે વારૂ? અમે તા એટલે સુધી વધીને કહીચે છે
SR No.522068
Book TitleBuddhiprabha 1914 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size705 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy