________________
૨ ૩૮
બુદ્ધિપ્રભા.
પુષ્પ પાંખડી માં દુભાય !
નવરની ત્યાં નહિ આજ્ઞા સર્વ જીવનું કરિ સુખ !
મહા ધીરની શિક્ષા મુખ્ય ! ” અહા ! કેવી વિશાળ દરિયાળી નીતિનિયમથી ભરપુર શીખામણ? જયારે પુષ્પ પાંખડીને દુભવનાનો નિષેધ કરવામાં આવે છે તે મનુષ્ય, પશુ, પંખીને દુ:ખ દેવાનો નિષેધ આપોઆપજ થઈ જાય છે. પશુ કે પશુ જેવા મનુષ્ય આપણી સાથે નીતિથી ન વર્ત માટે આપણે પણ તેનાજ જેવું વર્તન તેના પ્રત્યે રાખવું એ અગ્ય છે, કારણ સારાસાર વિચાર કરવાની શક્તિ આપણુમાં છે જે તેનામાં નથી તેથીજ મનુષ્ય પશુથી શ્રેષ્ઠ ગણાય છે. માટે અન્ય પ્રત્યેની આપણું કરજ યથાતથ્ય રીતે બનાવવી એજ સદ્વર્તન યાને કર્તવ્ય ગણાય. એ સિદ્ધાંતો સિવાય કદી પણ સિદ્ધિ છે જ નહિ. પિતાના પશુને માટે, દેશને માટે કે પિતાના રાજ્યના બચાવને ખાનર હજરો શરાઓ શીર હસ્તાં હસ્તાં કપાવે છે ! શું તેઓને પિતાનાં જીવન વહાલાં નથી? છેજ ! પણ યશ ને સિદ્ધિ પ્રાપ્તિ તેમના જીવન કરતાં વધુ મોંઘી છે ને સિદ્ધિનું મૂલ્ય! દાદાન તથા પ્રાસંશયવાળા શ્રમજ છે. એ મૂલ્યથી તેઓ યશ પણ કરે છે--ક કે ખરીદે છે. તેવી જ રીતે સદ્વર્તનશાળી થવા માટે ને ફરજ બજાવવા માટે પ્રત્યેક નાનાં મોટાં કર્ન અવશ્ય કરવાં જ જોઇએ ને તે કર્તવ્યના પરિપાલન માટે શ્રમ ને કષ્ટ વેઠવાં જ જોઈએ. કારણ કર્તવ્ય પરિપાલનનું મૂલ્ય શ્રમ ને કષ્ટજ છે.
આ સઘળાનો આરંભ બીજા સગુણોની માફકજ નાનાથી જ થાય છે. માÖિવસ ઓફ વૉટર નામના દલિશ સરદારે આરંભમાં ચુલા પર ઉકાળવા મુકેલા પાણુના વાસણપરનું ઢાંકણ–અંદરના બાફથી ઉછળતું જોયું. તે પર પુષ્કળ મોટા માણસોએ પુષ્કળ વિચારો કર્યા અને પરિણામે હાલમાં અસ્તિત્વ ધરાવતાં પ્રબળ રાક્ષસી વરાળય, ઈજીને મેજુદ છે. આ જ પ્રકારે માનસિક શક્તિની વૃદ્ધિનો પણ છે.
આપણા ઘરના નાના માણસે કિંવા ચાકરે આપણી અવજ્ઞા કરી હોય તે સહન કરી જવાની ટેવ પાડવી એ જ મોટાં મેટાં અપમાન સહન કરવાના સામર્થનું બીજ છે. તે બીજ સંભાળવું જોઈએ. સહજ ક્રોધ આવવા મેડતાંજ દશગણી દરેક કામ કસ્તાની ટેવ પાડવી એ ભવિષ્યનાં અનેક કંધનાં પરિણામથી થનારા અનર્થ અટકાવવાનું બીજ ગણી શકાય. આપણું દુર્ગણે આપણાથી સમજાય છે. તે ત્યાગ કરવાને દ્રઢ નિશ્ચય કરવો જોઇએ અને તે માટે આપણને જે મૂલ્ય ખર્ચવું પડે તે ખર્ચવું જ જોઈએ-એકદમ ખર્ચવું જોઈએ. તેજ પ્રમાણે કર્તવ્યથી વિમુખ કરનાર વિચારો-કાર્યોને સાધનોને ઠેકાણે કર્તવ્ય પ્રતિપાલન કરવામાં મદદ કરનાર વિચારે-કાર્યો–ને સાધન સંગ્રહવા એ કર્તવ્ય પ્રતિપાલનનાં સામનાં બીજ સમજવાં ને તે બીજ ગમે તે મૂત્યે પણ તાબડતોબ ખરીદવાં જ જોઈએ.
બીજાનાં કૃત્યે જોઈને તે પરથી આપણે તેના વર્તન સંબંધી અભિપ્રાય બાંધીએ છીએ, તે જ પ્રમાણે આપણું કૃત્યો ઉપરથી આપણું વર્તન સંબંધી લોકનો અભિપ્રાય બંધાવાને છે. તે હમેશાં લક્ષ્યમાં રાખવું જ જોઈએ. પછી ભલે તે રાજાનો અભિપ્રાય હોવા રંકને છે. મોટા પંડિતને હો કે અક્ષર શત્રનો હોય ! સારાને સારું કહેવું ને ખેટાને બટું કહેવું એ ઘણું કરીને સર્વ માન્ય નિયમ છે માટે આપણા માટે અભિપ્રાય સારે કરાવવા માટે જ આપણુ કૃત્યો છે રાખી ઉત્તમ વર્તન વર્તવા પગલે પગલે નવાન થવું એજ કર્તવ્ય ગણાય.