SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ અલૈકિક ગુફાઓ. વગર ઝેરના વિવિધ રંગના મોટા સાપો બહાર નીકળે છે, તે વખતે એ ગુફાની અંદર વિસ્ફોટક, રક્તપીત્તવાળાં અર્ધગવાયુથી જેના હાથપગ રહી ગયા હોય તે, ગરમીથી પીડાતાં રાકા અને સેવાના દરદીઓ તથા ભગંદર વગેરે રોગોથી પીડાતા માણસો ત્યાં જઈને બે કે સુઈ જાય એટલે તરત કેટલાક સાપ બાકમાંથી બહાર નીકળી દરદી માણસના સઘળ અંગપર લપેટાઇ જઇને પિતાની. લાંબી છો બહાર કાઢી બધા રેગવાળા ભાગ પર ચાટવ લાગી વનય છે, તેથી તેના લીધે દરદીને ઘણેજ પસીને વળે છે. એ મુજબ દરદી બે ત્રણ દિવસે કલાક બે કલાક ગુફામાં જઈને બેસે અને તે તેને ચાટી લે, એટલે આખ જન્મનું તે દરદ મટી જાય છે. આ ગુફામાં જે જે બાકાં છે તેમાંથી હમેશાં ઝીણે અને કોઈ વખત ભારે અવાજ જોરથી આવ્યા કરે છેઃ “દર નાશ કરવાને માટે કેવે કુદરતને ચમત્કારી પ્રભાવ! ... એવું કહેવાય છે કે, રોમનના એક સધળા અંગે સડ ગયેલા રક્તપિત્તવાળા દરદીએ આપઘાત કરવા નિમિત્તે પ્રવેશ કરતાં સાજો થઈ જવાને લીધે આ ગુફાને પ્રસિદ્ધિમાં આણી હતી; અને તેના પ્રતાપે હજારો દરદીઓ પિતાના અમાધ દરદોથી મુક્ત, આજે પણ થાય છે, चमत्कारी फकीर. દશ મહિના જમીનમાં દટાઈ રહેનાર ફકીરની નજરે જોયેલી એક ખરી અને અદભુત વાર્તા ઈસ્વી સન ૧૮૩૮ માં મી, નવરેજછ ફરદુનજી જ્યારે પંજાબ તરફના મુસાફ રીએ ગયા હતા, ત્યારે તેમણે મહારાજ રણજીતસિંહની સમક્ષ લાહોરના દરબારમાં એક ચમત્કારી ફકીરને જોયો હતો. તેને હેવાલ તેઓ નીચે પ્રમાણે આપે છે. એ ફકીર એક મહિનાથી તે બે વરસની લાંબી મુદત સુધી જમીનમાં દટાઈ રહેતો હતા, અને તેમાંથી પાછા જીવતે બહાર નીકળત. એ વાતની ત્રણ ચાર વખત લાહેરમાં અજમાએશ થઇ હતી, એ ફકીર એ નવાઈ સર ખેલ દેખાડવા પહેલાં પિતાની સઘળી તૈયારી કર્યા પછી, એક દિવસે મહારાજ રણજીતસિંહ તથા તેમના દરબારના નામીચા અમલદારો, એ અચરત સર તમાસો જેવાને આવ્યા હતા, તેઓની સામે એ ફકીર દટાએલો હતો. તેની ઉપજ-નીપજ આ પ્રમાણે થઈ હતી, કે તે ધણુએ દાટયાની પહેલાં પિતાના નાકનાં નસકોરાં તેમજ કાન અને શરીર પરના બીજા છે કે જે રસ્તેથી હવા આવાવ કરી શકે તે સઘળામાં મીણ દાબીને બંધ કર્યો, પણ તેણે પિતાનું મોટું ઉધાડું રાખ્યું હતું, અને પિતાની જીભને વાંકી વાળીને પિતાનું ગળું પણ બંધ કર્યું. પછી તેને ઉંચકીને એક કોથળામાં નાંખીને તેનું મોટું સીવી લઇ તે ઉપર મહારાજાએ પોતાની મહોર દાબીને તે કોળાને એક દેવદારની પેટીમાં મૂકીને તેને તાળું મારી તે ઉપર પણ મહારાજાએ પોતાની મહેર દાબી અને જમીનમાં ખાડો ખાદીને તેમાં તે પિટી મૂકી, તે ખાડાને મટેડું નાંખીને પૂરી નાંખ્યો. પછી તે ઉપર તરત જ સર્વના દેખતાં જવના દાણુની રેપણું કીધી, તથા આસપાસ ચોકી કરવા સારૂ પહેરે મેલે. એ રીતે આશરે દશ માસ સુધી એ ફકીરને ભયમાં દાટી રાખ્યા પછી મહારાજા પિતે તે જગ્યા ઉપર તેને બહાર
SR No.522068
Book TitleBuddhiprabha 1914 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size705 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy