________________
૨૪૬
બુદ્ધિપ્રભા.
કાઢવા માટે ગયા. તે વેળાએ તેમની સંગાથે ઈન્ટરને રેસીડંટ સર સી. એમ. વેડ હિતે: તેઓની નજરે પેલી જમીન ખોદીને તેમાંથી પેલા ફકીરની પેટી બહાર કાઢીને તેનું તાળું ઉધાડયું, તે તેના પર મહારાજે જે મહારે દાબી હતી તે અનામત જોવામાં આવી. તે મહા મહારાજાએ પિતાને હાથે તેડીને તે ફકીરને દસ મહિને તેમાંથી બહાર કાઢ, ત્યારે તેની નાડી સર વેડ પતે જોઈ, તથા તેનું પેટ તપાસ્યું તે પરથી જોવામાં આવ્યું કે તેને દમ બંધાઈ ગયો હતો, તથા નાડી ચાલતી નહોતી; તેમજ તેને પ્રાણુ હોય એવું પણું માલુમ પડયું નહિ. પછી એક જણે તેના મેંઢામાં આંગળી ઘાલીને તેની જીભ છે વાળીને વાંકી કરેલી હતી તે સીધી કરી, તે વેળાએ તેનું કપાળ અતિશય ગરમ : હતું, પણ તેના શરીરના બીજા ભાગે શિતળ હતા. પછી તેના શરીર પર ગરમ પાણું રેડયું. તથા તેના કપાળ ઉપર એક ઉની રોટલી મૂકી, અને તેના નાક તથા કાનમાંથી મીણ કાઢયું, ત્યારે આશરે બે કલાકની વચમાં તે ફકીર પાછો આગળની પેઠે હોંશિયાર થઇને ઉભે થયો, તે જોઈ સર્વ લોક ભારે અચંબો પામ્યા; કારણ કે કોઇને પણ આવી રીતે દશ મહિના સુધી જોયમાં દટાઈ રહેવા છતાં પાછા જીવો નીકળશે એવી બિલકુલ આશા નહોતી. એ ફકીર આશરે ત્રીશ વરસની ઉંમરને એક રૂપાળા અને સહામણું ચહેરાને હતું, અને તે કહેતા હતા કે ગમે તેટલી લાંબી મુદત સુધી તેવી રીતે ભેચમાં રહી શકું છું. જેટલી મુદત તે ભયમાં રહી શકે છે ત્યાં સુધી તેના વાળ તથા નખ વધતા નથી, અને એવી હાલતમાં જે વેળાએ પડી રહે છે, તે વેળાએ તે ઘણુંએક સારા સ્વપનાં જુએ છે, તથા તેવા વખતમાં કશું ખોરાક કે પાણું તેના ખાવા પીવામાં આવતું નથી. વળી એ પરીક્ષા થઈ તેની પહેલાં ડોક્ટર નેકરી ગાદીએ ફકીરને બરાબર તપાસ્યા હતા. તેથી તે ધણો અચરજમાં પડયા હતા કે એ ફકીરે અન્નપાણી તથા શ્વાસ વિના શી રીતે એટલા બધા દિવસ ગુજાર્યા હશે; તેમાં પણ વળી અસ પાણે સિવાય તો ડું ઘણું નભી શકે, પરંતુ હવા સિવાય તે મનુષ્યથી એક ઘડી પણ જીવી શકાય નહિ; તો એ ફકીરને જીવ શી રીતે કયા સાથે હયાતી રહ્યા હશે તે ચમત્કારી માતા કોઈને પણ જાણવામાં આવી શકયું જ નહિ,
काव्यकुंज,
જીવન ,
[ હરિગીત] આવ્યા અહિ શા કામથી, શા પ્રેમથી, શા અર્થથી ? આવ્યા અહિં શા સાથી, શા મથી, શા કર્મથી ? આવ્યાજ હા ! વિદારવા દુઃખે કટુ દિન રંકનાં– આવ્યા નક્કી કર્તવ્યથી ! કરવા જનની સેવને ! સકીર્તિ ઝાંખી સુગંધવિણ સુમને સહુ પ્રસરાવતાં, માધુર્યવિણ શ્રમ કદિ મધુસ્વાદ એ ના ચાખતાં પ્રભુ પ્રેમીઓ પ્રભુમય બની આનન્દમાં સે નાચતા, ભૂ પ્રેમિઓ દીનમય બની જન સેવમાં સે અર્પતા