SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. હતું. કવચિત્ કવચિત વનચરના આવતા બિહામણા અવાજ સિવાય અરણ્યમાં સ્મશાનવત શાંતિ-બિહામણી લાગે તેવી શાંતિ પ્રસરી રહી હતી. આ સમયે એક તરૂણ “પ્રવાસી’ અજાણ્યા રસ્તે બીલકુલ એકલે જ ચાલ્યો જતો હતો. તેનું સુકુમાર શરીર શ્રમથી તદ્દન થાકી ગયેલું જણાવ્યું હતું. પરંતુ કોઈ પણ સ્થળે વિભ્રાંતી ન લેતાં એકદમ આગળ ને આગળ તે વચ્ચે જતો હતો. તેની કમરે લટકી રહેલી તરવારના બાર પણ સહન કરવાને તે અશકત હોય તેમ જણાતું હતું. વનપ્રદેશમાં જરા પણ ખડખડાટ કે અવાજ થતાં જ, ભયભીત હૃદયે હરિણ જેવી કાવરી બાવરી નજરે તે ચારે બાજુ જોવા મંડી જતો, પરંતુ રાત્રિને અંધકાર ધસારાબંધ ચાલ્યો આવતો હોવા છતાં અને તે અરખ્ય પ્રદેશ પ્રવાસીને તદન અપરિચિત હોવા છતાં પણ દ્રઢ નિશ્ચયથી તે આગળ વધોજ જતો હતો. કઢ નિશ્ચયવાળા, આતુર માણસ ભય અને વિનાને ગણકારતા જ નથી. બારવટીઆઓ આવી પિતાના સરદારને ખબર આપી કે “સાહેબ, એક અો શિકાર હાથ આવ્યા છે. તેના માથા પર મંઝિલ, અંબં૫ર રાજય અને કમરે રતનજદિન તલવાર છે.” સરદાર બોલ્યો, “આહા ! ત્યારે તે શિકાર ાજ! તમે બધા અહિં જ રહે !' પ્રવાસી પિતાને માટે ચાલનાં એકાએક તેને ખસ ખસ એવો અવાજ સુકા પાંદડામાંથી આવતો સાંભળી ભયભીત બનીને ચારે તરફ જોવા લાગ્યા. એટલામાં એકાએક એક દિશામાંથી અતિ વેગથી એક તિર આવીને તેની છાતીમાંથી આરપાર નીકળી ગયું. અને “ઓ મા” એટલાજ શબ્દ બોલી પ્રવાસી ભય પર ટુટી પ. લૂંટારાને સરદાર પાસે આવીને ઘુટણીએ પડશે ને નીચે નમીને ઘાયલ થયેલા મનુથના ચહેરા તરર જેવા લાગે. જમીન પર આસનમરણ-નરણે—ખ પડેલા પ્રવાસીએ તે સરદારને હાથ પોતાના સુકોમળ હાથમાં પકડીને અત્યંત કમળ પણ ક્ષિણ સ્વરથી એક વાર હાંક મારી. “લલિત–". તે ણે સરદારના હૃદયને હરે ટુકડા થઈ ગયા. ઉતરી ગયેલા ચહે–આકુળવ્યાકુળ સ્વરે તે ચીસ પાડી ઉ –“રાજકુમારી વિદ્યુમ્ભાલે ?' થોડી વારમાં જ લૂંટારાઓ આવી પહોંચ્યા, ને જુવે છે તે શિકારને શિકારી બેઉ જણે છેવટના આલિંગનમાં અરસ્પરસ મજબુત બાથ ભીડી એક ઠેકાણે મરેલાં પડ્યાં હતાં. એક દિવસ સાયંકાળે રાજકુમારીએ પિતાના અંતઃપુરના ઉપવનમાં અજાણપણે લલિતસિંહ૫ર રાજ દંડને પ્રહાર કરાવ્યો હતો, બીજા એક દિવસે સાયંકાળે વનમાં લલિતસિંહે અજાણપણુમાંજ પિતેજ રાજકન્યા પર શર પ્રહાર કર્યો. જેની ખાતર પિતે સર્વસ્વ ત્યાગ કરી વનવાસ સ્વીકાર્યો, તેજ મનોગત જીવન મિત્રનું મૃત્યુ પિતાને હાથે? આ જોતાં જ પેમેન્મત્ત-લલિત રાજકુમારી વિધૂન્માલાના પર પોતાને દેહ નાંખી મણુ પાપે ને જે ઠેકાણે-કીતીની પીડા–પ્રસારણુ-રાગ-દંશ બંધનકે દુખનો છોટે પણ નથી, તેવા અલોકિક પ્રેમ પ્રદેશમાં “અક્ષય મિલન- કરવા ચાલ્યા ગયા. ધન્ય એ અલૈકિક અક્ષય પ્રેમને ! 6 રસમાલ :
SR No.522064
Book TitleBuddhiprabha 1914 07 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size839 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy