________________
૧૧૦
બુદ્ધિધના.
થાય છે કે વિષયનું જ્ઞાન યોગ્ય કે પુરતા પ્રમાણમાં હોવું જોઈએ, એટલું જ નહિ પણ તેને લગતી હકીકત પૈકી કઈ કઈ અને કેટલી બાબતોની આવશ્યકતા છે તેનું તથા તે કેવા રૂપમાં રજુ કરવી જોઈએ તેને તેણે નિર્ણય કરવો જોઈએ. વળી આ ઉપરાંત અમુક વિષયના શિક્ષણ માટે યોજાયેલી જાણતી પદ્ધતિઓ પૈકી કઈ કઈ ઉત્તમ છે અને તે વિશે કેળવણીના સુધારકને શો અભિપ્રાય છે તે તેણે જાણવું જોઇએ. ડેસ્કાર્ટીસ કહે છે કેઃ "Drawing a bow at random is not a good practice for a teacher" અમુક ઉદેશના નિર્ણય વિના શિક્ષણ આપ્યા કરવું એ શિક્ષક માટે આ પદ્ધતિ નથી. આવું છતાં પણ આપણુ સને જેમ વિદિત છે તેમ આપણે આવી જ રીતે ઉદેશને નિર્દેશ કર્યા વિના શિક્ષણ આપીએ છીએ. શિક્ષણ આપવાની અગાઉ ભાગ્યે જ આપણે વિષય matter અને તેની પદ્ધતિ method ને નિર્ણય કરીએ છીએ. પરંતુ આ એક ગંભીર ભુલ છે. વાસ્તવે પદ્ધતિનું જ્ઞાન હતા. ઉપરાંત, દિન પ્રતિદિન કેળવણીના વિષયમાં જે જે પ્રગતિ અને સુધારે વધારો થતો હોય તેથી શિક્ષકે બેનસીબ રહેવું ન જોઇએ. જમાનાની હરોળમાં રહેવાને માટે તેણે કેળવણીના શાસ્ત્ર અને ફિલસુફીનું અધ્યયન કરવું જોઇએ. પેટી કહે છે કે “જેઓને અમુક ધંધાની કે વિષયની પ્રગતિ કરવી હોય તેમણે પરસ્પર જ્ઞાનની આપ લે કરવી જોઈએ. તે કહે છે કે લોકોની બુદ્ધિ અને વને છુટાછવાયા જ્ઞાનની ચીણગારી જેવા છે, કે જે એકતા વિના જલદી ઓલવાઈ જાય છે, પરંતુ તેમને એકત્ર કરવામાં આવે તે તે પુષ્કળ પ્રકાશ અને ગરમી આપી શકે છે. આ રૂપક બાળકેળવણીના વિષયને સારી રીતે લાગુ પડી શકે છે. તે આગળ વધતાં જણાવે છે કે “હાલની ભનયની સ્થિનિ, અલ્પ સમય પર યુદ્ધ થયું હોય તેવા એક રણક્ષેત્ર જેવી છે કે જ્યાં હાથ પગ આદિ અવયે અહિં તહિં વેરાયેલા દષ્ટિએ પડે છે, પરંતુ તે એકતા વિના કે તેમને સજીવન રાખનાર જીવ વિના નિકા થાય છે અને ઉલટા હવાને વિન કરે છે. આ પ્રમાણે ઘણું બુદ્ધિ અને ચતુરાદ દુનીઆમાં અહિંતહિં પ્રસરાએલી આપણને દષ્ટિગોચર થાય છે કે જે બુદ્ધિમાંની ઘણુંખરી અગાઉથી જે સિદ્ધ થયું હોય તેને પુનઃ સાધિત કરવામાં રોકાઈ હોય છે, અગર જેની શોધ થઈ હોય તેની પુનઃ શેપ કરવાના ગુંચવાડામાં પડેલી હોય છે. આ સિવાયની કેટલીક શક્તિઓ તે અન્ય મનુષ્યો સહેલાઈથી જે આપી શકે તેવી સુચનાના અભાવે મુશ્કેલીઓમાં સજજડ દબાઈ ગઈ હોય છે. તે જણાવે છે કે મને અચંબો લાગે છે કે આવી જ રીતે કેટલાક જુવાન શિક્ષકે તેમને અને તેમના વિદ્યાથને સમય આવી વિચિત્ર અને મુશ્કેલી ભરેલી સ્થિતિમાં નિષ્ફળ ગુમાવે છે. પરંપરાબન જ્ઞાનના સંગ્રહને લાભ લેવો એ હિતકારક છે. જે આ પ્રમાણે ઉપલબ્ધ થતા જ્ઞાનનો લાભ લેતા નથી તેઓ એક ઉપયોગી સાધન ગુમાવે છે. આ પ્રમાણે જોતાં એ સ્પષ્ટ થાય છે કે દરેક શિક્ષકે કેળવણીની ફિલસુફીનું અધ્યયન કરવું જોઇએ. જેકટિટ કહે
:-Teachers like every one else who undertakes skilled labour, should be trained before they seek an engagement. Jacotot.
જે કોઈ મનુબ ચતુરાઈ વરેલા કાર્યની જોખમદારી માથે લે છે તેને તે કાર્યમાં જોડાતાં પહેલાં તાલીમ લેવાની જરૂર પડે છે તેમ શિક્ષકે પણ કાર્યમાં જોડાતાં પહેલાં તાલીમ લેવી જોઇએ. મી, કવીક પણ તેવી જ રીતે શિક્ષકો માટે કેળવણીની અગત્ય સ્વીકારે છે અને કહે છે કે પિટીએ દર્શાવેલા વિચારે તે જમાનામાં જ નહિ પરંતુ ચાલુ જમાનામાં પણ સારી