________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
{ વર્ષે જ સગ્ન ટુ અકબરને આ ફલધારા સરિઝના સ્વર્ગગમનના સમાચાર પહોંચાડાય છે. સમાને પણ એક મહાત્મા જવાથી બહુ દુખ થાય છે. ઉપસંહાર
જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી એક મહાપ્રતાપી યુગપ્રધાન પુરુષ થયા છે. એમના સમયમાં મુસલમાની યુમમાં તૂટેલાં કેટલાંયે મંદિરના જીર્ણોદ્ધાર થયા, અનેક પુસ્તકે માયાં– નવા બન્યાં, પ્રતિષ્ઠા અને અંજન શલાકાઓ ખૂબ થઈ આચાર્યશ્રી વિજયસેનસૂરીશ્વરજી અને વિજયદેવસૂરીશ્વર જેવા શાનનાય ગુરુજી ને પ્રગટાવેલી જોતિ જલંત રાખી જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબના દરબારમાં જૈન સાધુઓનું આવાગમન ચાલુ રાખ્યું. અને અહિંસાધર્મનો પ્રચાર ચાલુ રાખ્યો.
હીરયુગના પ્રતાપી સૂર્ય શ્રીરવિજયસૂરીશ્વરજી અને તેમનાં નક્ષેત્ર મંડલમાં વિજયસેનસૂરીશ્વરજી, શ્રી વિજયદેવસૂરીશ્વરજી, શાંતિચંદ્રજી ઉપાધ્યાય, શ્રી ભાનુચંદ્રજી ઊપાધ્યાય, શ્રી સિદ્ધિચંદ્રજી ઉપાધ્યાય, વિવેકહર્ષ ગણી, પરમાનંદ, મહાનંદ, ઉદયહર્ષ વગેરે શેમે છે. ખરતર ગચ્છના મહાન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરીશ્વર છ તથા જિનસિંહસૂરિજી વગેરે પણ આ સમયમાં થયા છે. અને છેલ્લે મહાપ્રતાપી ક્રિોદ્ધારક શ્રી સત્યવિજ્યમણિ, મહાપાધ્યાય શ્રી વિનયવિજયજી, અને મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજદિને પણ હું તો હૈ યુગની મહાતેજસ્વી ગ્રહ-નક્ષત્ર સમજું છું.
કવિ ઋષભદાસે જગલુરુના ગુણોનું વર્ણન કરતાં કહ્યું છે કે –
એ ચેલા ગુરુ હીરનાં હેય, હીર સમે નવિ હુઓ કઈ; તપે કરી ધન્નો અણગાર, શીવે યુલિભદ્ર અવતાર. વેરાગે છમ વરકુમાર, નેમિપરિ બાલહ બ્રહ્મચાર; ગૌતમપરે ગુરુ મહિમાવંત, રૂપે જાણું મયણ અયું ત. રાજ્ય માને છમ હેમરીન્દ, પરિવારે છમ ગ્રગણુ ચંદ;
ધ્યાને જાણું મુનિદમદંત, ક્ષમાયે કુરગંડુને જંત, સરિખા તુજ પૂજા અપમાન, સરિએ જેને રાજનગાન; પંકજ પરે નિર્લેપ જ હીર, સરિખાં રબ અને વલી ખીર.”
આ લેખ લખવામાં નીચેનાં સાધનોનો મેં ઉપયોગ કર્યો છે તેથી તે સર્વેને હું અહીં આભાર માનું છું.
સૂરીશ્વર ને સમ્રાટ, જેને મેં ખૂબ જ ઉપયોગ કર્યો છે. હીરસૂરિરાસ, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, મારી નોંધપોથીનાં પાનાં, જે ધર્મ પ્રકાશનું જુનું પાનું, હીરવિખ્યસરિ પુસ્તિકા, વિજયપ્રશસ્તિસાર,
જેમને જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજનું વિસ્તારથી જીવનચરિત્ર વાંચવું હોય તેમણે જગદગુર કાવ્ય, હીરસૌભાગ્ય કાવ્ય, હીરવિજયસૂરિ રાસ. (આનંદ કાવ્ય મહાદધી મકિતક પાંચમું) અને સૂરીશ્વર ને સમ્રાટ જરૂર વાંચવાં.
શાસનદેવ આપણું સંઘને શ્રેરક યુગ જેવા સમર્થ યુગને પ્રગટાવવાનું સામર્થ્ય આપે અને આપણે સૌ જે શાસનની અહિંસાની વિજયપતાકા સર્વત્ર ફેલાવવા ભાગ્યશાળી થઈએ એ ભાવના સાથે વિરમું છું.
For Private And Personal Use Only