________________ 5. જીવને કેવળજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. એમ કહી દર્શનાદિના ભેદ જણાવી સત્તર વાર તે ને તે વાત જણાવી છે કે, તે આવરણો ત્યાં સુધી હોય કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય. આવું આરંભપરિગ્રહનું બળ જણાવી ફરી અર્થપત્તિરૂપે પાછું તેનું ત્યાં જ કથન કર્યું છે. 1. જીવને મતિજ્ઞાન ક્યારે ઊપજે? આરંભપરિગ્રહથી નિવત્યું. 2. જીવને શ્રુતજ્ઞાન ક્યારે ઊપજે? આરંભપરિગ્રહથી નિવત્યું. 3. જીવને અવધિજ્ઞાન ક્યારે ઊપજે? આરંભપરિગ્રહથી નિવત્યું. 4. જીવને મન:પર્યવજ્ઞાન ક્યારે ઊપજે? આરંભપરિગ્રહથી નિવચેં. 5. જીવને કેવળજ્ઞાન ક્યારે ઊપજે? આરંભપરિગ્રહથી નિવત્યું. એમ સત્તર પ્રકાર ફરીથી કહી આરંભપરિગ્રહની નિવૃત્તિનું ફળ જ્યાં છેવટે કેવળજ્ઞાન છે ત્યાં સુધી લીધું છે; અને પ્રવૃત્તિનું ફળ કેવળજ્ઞાન સુધીનાં આવરણના હેતુપણે કહી તેનું અત્યંત બળવાનપણું કહી જીવને તેથી નિવૃત્ત થવાનો જ ઉપદેશ કર્યો છે. ફરી ફરીને જ્ઞાની પુરુષોનાં વચન એ ઉપદેશનો જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ઇચ્છે છે; તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઇચ્છાદિ ભાવમાં મૂઢ થયેલો એવો જીવ પ્રતિબૂઝતો નથી; અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા વિના શ્રેય ઇચ્છે છે, કે જેનો સંભવ ક્યારે પણ થઈ શક્યો નથી, વર્તમાનમાં થતો નથી, અને ભવિષ્યમાં થશે નહીં.