Book Title: Vachanamrut 0506 Y Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 506 શ્રી તીર્થંકરાદિ મહાત્માઓએ એમ કહ્યું છે. મુંબઈ, વૈશાખ, 1950 શ્રી તીર્થકરાદિ મહાત્માઓએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિષે થયેલી આત્મબુદ્ધિ, અને મભાવને વિષે થયેલી દેહબુદ્ધિ તે મટી છે, એટલે આત્મા આત્મપરિણામી થયો છે, તેવા જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે, ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે. કેમ કે, અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં પણ અમે જામ્યો છે. ચાર ઘનઘાતી કર્મ જ્યાં છિન્ન થયાં છે, એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિષે તો સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિરૂપ તુર્યાવસ્થા છે; એટલે ત્યાં અનાદિ વિપર્યાસ નિર્ભીકપણાને પ્રાપ્ત થવાથી કોઈ પણ પ્રકારે ઉદ્ભવ થઈ શકે જ નહીં, તથાપિ તેથી ન્યૂન એવાં વિરત્યાદિ ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીને તો કાર્યું કાર્યો અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે. પ્રમાદવશે ચૌદપૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાનીપુરુષને પણ અનંતકાળ પરિભ્રમણ થયું છે. માટે જેની વ્યવહારને વિષે અનાસક્ત બુદ્ધિ થઈ છે, તેવા પુરુષે પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય તો તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી, અને નિજભાવની જાગૃતિ રાખવી. આ પ્રકારે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થકરાદિકે ભલામણ દીધી છે; તો પછી, જેને માર્ગાનુસારી અવસ્થામાં પણ હજુ પ્રવેશ થયો નથી, એવા જીવને તો આ સર્વ વ્યવસાયથી વિશેષ-વિશેષ નિવૃત્તભાવ રાખવો; અને વિચારજાગૃતિ રાખવી યોગ્ય છે, એમ જણાવવા જેવું પણ રહેતું નથી, કેમ કે તે તો સમજણમાં સહેજ આવી શકે એવું છે. બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે. એક તો ‘સિદ્ધાંતબોધ’ અને બીજો તે સિદ્ધાંતબોધ થવાને કારણભૂત એવો ‘ઉપદેશબોધ'. જો ઉપદેશબોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયો ન હોય તો સિદ્ધાંતબોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. સિદ્ધાંતબોધ' એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે, જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જામ્યો છે તે જે પ્રકારથી વાણી દ્વારા જણાવાય તેમ જણાવ્યો છે એવો જ બોધ છે તે ‘સિદ્ધાંતબોધ’ છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસભાવને પામેલી એવી બુદ્ધિ છે, કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થસ્વરૂપને નિર્ધારી લે છે, તે વિપર્યાયબુદ્ધિનું બળ ઘટવા, યથાવત વસ્તુસ્વરૂપ જાણવાને વિષે પ્રવેશ થવા, જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યાં છે; અને એવાં જે જે સાધનો જીવને સંસારભય દ્રઢ કરાવે છે તે તે સાધનો સંબંધી જે ઉપદેશ કહ્યો છે તે ‘ઉપદેશબોધ' છે. આ ઠેકાણે એવો ભેદ ઉત્પન્ન થાય કે ‘ઉપદેશબોધ’ કરતાં ‘સિદ્ધાંતબોધ'નું મુખ્યપણું જણાય છે, કેમકે ઉપદેશબોધ પણ તેને જ અર્થે છે, તો પછી સિદ્ધાંતબોધનું જ પ્રથમથી અવગાહન કર્યું હોય તો જીવને પ્રથમથી જ ઉન્નતિનો હેતુ છે. આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે તો તે વિપરીત છે, કેમકે સિદ્ધાંતબોધનો જન્મ ઉપદેશબોધથી થાય છે. જેને વૈરાગ્ય-ઉપશમ સંબંધી ઉપદેશબોધ થયો નથી, તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્યા કરે છે, અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે છે. કેમકે ચક્ષને વિષે જેટલી ઝાંખપ છે, તેટલો ઝાંખો પદાર્થ તે દેખે છે. અને જો અત્યંત બળવાનPage Navigation
1