Book Title: Vachanamrut 0506 Y
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330627/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 506 શ્રી તીર્થંકરાદિ મહાત્માઓએ એમ કહ્યું છે. મુંબઈ, વૈશાખ, 1950 શ્રી તીર્થકરાદિ મહાત્માઓએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિષે થયેલી આત્મબુદ્ધિ, અને મભાવને વિષે થયેલી દેહબુદ્ધિ તે મટી છે, એટલે આત્મા આત્મપરિણામી થયો છે, તેવા જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે, ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે. કેમ કે, અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં પણ અમે જામ્યો છે. ચાર ઘનઘાતી કર્મ જ્યાં છિન્ન થયાં છે, એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિષે તો સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિરૂપ તુર્યાવસ્થા છે; એટલે ત્યાં અનાદિ વિપર્યાસ નિર્ભીકપણાને પ્રાપ્ત થવાથી કોઈ પણ પ્રકારે ઉદ્ભવ થઈ શકે જ નહીં, તથાપિ તેથી ન્યૂન એવાં વિરત્યાદિ ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીને તો કાર્યું કાર્યો અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે. પ્રમાદવશે ચૌદપૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાનીપુરુષને પણ અનંતકાળ પરિભ્રમણ થયું છે. માટે જેની વ્યવહારને વિષે અનાસક્ત બુદ્ધિ થઈ છે, તેવા પુરુષે પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય તો તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી, અને નિજભાવની જાગૃતિ રાખવી. આ પ્રકારે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થકરાદિકે ભલામણ દીધી છે; તો પછી, જેને માર્ગાનુસારી અવસ્થામાં પણ હજુ પ્રવેશ થયો નથી, એવા જીવને તો આ સર્વ વ્યવસાયથી વિશેષ-વિશેષ નિવૃત્તભાવ રાખવો; અને વિચારજાગૃતિ રાખવી યોગ્ય છે, એમ જણાવવા જેવું પણ રહેતું નથી, કેમ કે તે તો સમજણમાં સહેજ આવી શકે એવું છે. બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે. એક તો ‘સિદ્ધાંતબોધ’ અને બીજો તે સિદ્ધાંતબોધ થવાને કારણભૂત એવો ‘ઉપદેશબોધ'. જો ઉપદેશબોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયો ન હોય તો સિદ્ધાંતબોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. સિદ્ધાંતબોધ' એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે, જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જામ્યો છે તે જે પ્રકારથી વાણી દ્વારા જણાવાય તેમ જણાવ્યો છે એવો જ બોધ છે તે ‘સિદ્ધાંતબોધ’ છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસભાવને પામેલી એવી બુદ્ધિ છે, કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થસ્વરૂપને નિર્ધારી લે છે, તે વિપર્યાયબુદ્ધિનું બળ ઘટવા, યથાવત વસ્તુસ્વરૂપ જાણવાને વિષે પ્રવેશ થવા, જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યાં છે; અને એવાં જે જે સાધનો જીવને સંસારભય દ્રઢ કરાવે છે તે તે સાધનો સંબંધી જે ઉપદેશ કહ્યો છે તે ‘ઉપદેશબોધ' છે. આ ઠેકાણે એવો ભેદ ઉત્પન્ન થાય કે ‘ઉપદેશબોધ’ કરતાં ‘સિદ્ધાંતબોધ'નું મુખ્યપણું જણાય છે, કેમકે ઉપદેશબોધ પણ તેને જ અર્થે છે, તો પછી સિદ્ધાંતબોધનું જ પ્રથમથી અવગાહન કર્યું હોય તો જીવને પ્રથમથી જ ઉન્નતિનો હેતુ છે. આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે તો તે વિપરીત છે, કેમકે સિદ્ધાંતબોધનો જન્મ ઉપદેશબોધથી થાય છે. જેને વૈરાગ્ય-ઉપશમ સંબંધી ઉપદેશબોધ થયો નથી, તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્યા કરે છે, અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે છે. કેમકે ચક્ષને વિષે જેટલી ઝાંખપ છે, તેટલો ઝાંખો પદાર્થ તે દેખે છે. અને જો અત્યંત બળવાન Page #2 -------------------------------------------------------------------------- ________________ પડળ હોય તો તેને સમૂળગો પદાર્થ દેખાતો નથી; તેમ જેને ચક્ષુનું યથાવત્ સંપૂર્ણ તેજ છે તે, પદાર્થને પણ યથાયોગ્ય દેખે છે. તેમ જે જીવને વિષે ગાઢ વિપર્યાયબુદ્ધિ છે, તેને તો કોઈ રીતે સિદ્ધાંતબોધ વિચારમાં આવી શકે નહીં. જેની વિપર્યાયબુદ્ધિ મંદ થઈ છે તેને તે પ્રમાણમાં સિદ્ધાંતનું અવગાહન થાય; અને જેણે તે વિપર્યાયબુદ્ધિ વિશેષપણે ક્ષીણ કરી છે એવા જીવને વિશેષપણે સિદ્ધાંતનું અવગાહન થાય. ગૃહકુટુંબ પરિગ્રહાદિ ભાવને વિષે જે અહંતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કષાય છે, તે જ ‘વિપર્યાયબુદ્ધિ છે; અને અહંતા મમતા તથા કષાય જ્યાં વૈરાગ્ય-ઉપશમ ઉદ્ભવે છે ત્યાં મંદ પડે છે, અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે. ગૃહકુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે ‘વૈરાગ્ય’ છે, અને તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કષાય-ક્લેશ તેનું મંદ થવું તે ‘ઉપશમ’ છે. એટલે તે બે ગુણ વિપર્યાયબુદ્ધિને પર્યાયાંતર કરી સદ્બુદ્ધિ કરે છે, અને તે સદબુદ્ધિ જીવાજીવાદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે, કેમકે ચક્ષને પટળાદિ અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાવત્ દેખાય છે, તેમ અહંતાદિ પટળનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંતભાવ, આત્મભાવ, વિચારચક્ષુએ દેખાય છે. જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે, ત્યાં વિવેક બળવાનપણે હોય છે. વૈરાગ્યઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં, અથવા યથાવત્ વિવેક હોય નહીં. સહજ આત્મસ્વરૂપ છે એવું કેવળજ્ઞાન તે પણ પ્રથમ મોહિનીય કર્મના ક્ષયાંતર પ્રગટે છે. અને તે વાતથી ઉપર જણાવ્યો છે તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે. વળી જ્ઞાની પુરુષોની વિશેષ શિખામણ વૈરાગ્ય-ઉપશમ પ્રતિબોધતી જોવામાં આવે છે. જિનના આગમ પર દ્રષ્ટિ મૂકવાથી એ વાત વિશેષ સ્પષ્ટ જણાઈ શકશે. ‘સિદ્ધાંતબોધ' એટલે જીવાજીવ પદાર્થનું વિશેષપણે કથન તે આગમમાં જેટલું કર્યું છે, તે કરતાં વિશેષપણે, વિશેષપણે વૈરાગ્ય અને ઉપશમને કથન કર્યા છે, કેમકે તેની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે, અને વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમ અંગીકાર કરી શકે છે, એટલે તેની પણ સહેજે સિદ્ધિ થશે; અને તેમજ થતું હોવાથી ઠામ ઠામ એ જ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે. જો જીવને આરંભ-પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે, કેમકે આરંભ-પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમનાં મૂળ છે, વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. શ્રી ઠાણાંગસૂત્રમાં આરંભ અને પરિગ્રહનું બળ જણાવી પછી તેથી નિવર્તવું યોગ્ય છે એવો ઉપદેશ થવા આ ભાવે દ્વિસંગી કહી છે. 1. જીવને મતિજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. 2. જીવને શ્રુતજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. 3. જીવને અવધિજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. 4. જીવને મન:પર્યવજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. Page #3 -------------------------------------------------------------------------- ________________ 5. જીવને કેવળજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. એમ કહી દર્શનાદિના ભેદ જણાવી સત્તર વાર તે ને તે વાત જણાવી છે કે, તે આવરણો ત્યાં સુધી હોય કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય. આવું આરંભપરિગ્રહનું બળ જણાવી ફરી અર્થપત્તિરૂપે પાછું તેનું ત્યાં જ કથન કર્યું છે. 1. જીવને મતિજ્ઞાન ક્યારે ઊપજે? આરંભપરિગ્રહથી નિવત્યું. 2. જીવને શ્રુતજ્ઞાન ક્યારે ઊપજે? આરંભપરિગ્રહથી નિવત્યું. 3. જીવને અવધિજ્ઞાન ક્યારે ઊપજે? આરંભપરિગ્રહથી નિવત્યું. 4. જીવને મન:પર્યવજ્ઞાન ક્યારે ઊપજે? આરંભપરિગ્રહથી નિવચેં. 5. જીવને કેવળજ્ઞાન ક્યારે ઊપજે? આરંભપરિગ્રહથી નિવત્યું. એમ સત્તર પ્રકાર ફરીથી કહી આરંભપરિગ્રહની નિવૃત્તિનું ફળ જ્યાં છેવટે કેવળજ્ઞાન છે ત્યાં સુધી લીધું છે; અને પ્રવૃત્તિનું ફળ કેવળજ્ઞાન સુધીનાં આવરણના હેતુપણે કહી તેનું અત્યંત બળવાનપણું કહી જીવને તેથી નિવૃત્ત થવાનો જ ઉપદેશ કર્યો છે. ફરી ફરીને જ્ઞાની પુરુષોનાં વચન એ ઉપદેશનો જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ઇચ્છે છે; તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઇચ્છાદિ ભાવમાં મૂઢ થયેલો એવો જીવ પ્રતિબૂઝતો નથી; અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા વિના શ્રેય ઇચ્છે છે, કે જેનો સંભવ ક્યારે પણ થઈ શક્યો નથી, વર્તમાનમાં થતો નથી, અને ભવિષ્યમાં થશે નહીં.