________________ બુદ્ધ ભગવાનનું જન્મચરિત્ર મારી પાસે આવ્યું નથી. અનુકૂળતા હોય તો મોકલાવવા સૂચવન કરશો. સપુરુષનાં ચરિત્ર એ દર્પણરૂપ છે. બુદ્ધ અને જૈનના બોધમાં મહાન તફાવત છે. સર્વ દોષની ક્ષમા ઇચ્છી આ પત્ર પૂરું (અપૂર્ણ સ્થિતિએ) કરું છું. આપની આજ્ઞા હશે, તો એવો વખત મેળવી શકાશે કે, આત્મત્વ દ્રઢ થાય. અસુગમતાથી લેખ દોષિત થયો છે, પણ કેટલીક નિરૂપાયતા હતી. નહીં તો સરળતા વાપરવાથી આત્મત્વની પ્રફુલ્લિતતા વિશેષ થઈ શકે. વિ. ધર્મજીવનના ઇચ્છક રાયચંદ રવજીભાઈના વિનયભાવે પ્રશસ્ત પ્રણામ.