Book Title: Vachanamrut 0064 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 64 “યથાર્થદ્રષ્ટિ કિંવા વસ્તુધર્મ પામે ત્યાંથી સમ્યકજ્ઞાન સંપ્રાપ્ત થાય - એકને જાણ્યો તેણે સર્વ જાણ્યું - જ્ઞાનવૃદ્ધતા - પુનર્જન્મ સંબંધી વિચાર - આત્મજ્ઞાન શ્રેષ્ઠ - સપુરુષનાં ચરિત્ર દર્પણરૂપ - બુદ્ધ અને જૈનના બોધમાં મહાન તફાવત વવાણિયા બંદર, જયેષ્ઠ સુદ 4, રવિ, 1945 पक्षपातो न मे वीरे, न दवेषः कपिलादिष्। युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः।। -શ્રી હરિભદ્રાચાર્ય આપનું ધર્મપત્ર વૈશાખ વદ 6 નું મળ્યું. આપના વિશેષ અવકાશ માટે વિચાર કરી ઉત્તર લખવામાં આટલો મેં વિલંબ કર્યો છે, જે વિલંબ ક્ષમાપાત્ર છે. તે પત્રમાં આપ દર્શાવો છો કે કોઈ પણ માર્ગથી આધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવું, એ જ્ઞાનીઓનો ઉપદેશ છે, આ વચન મને પણ સમત છે. પ્રત્યેક દર્શનમાં આત્માનો જ બોધ છે; અને મોક્ષ માટે સર્વનો પ્રયત્ન છે; તોપણ આટલું તો આપ પણ માન્ય કરી શકશો કે જે માર્ગથી આત્મા આત્મત્વ-સમ્યફજ્ઞાન-યથાર્થદ્રષ્ટિ-પામે તે માર્ગ સપુરુષની આજ્ઞાનુસાર સમ્મત કરવો જોઈએ. અહીં કોઈ પણ દર્શન માટે બોલવાની ઉચિતતા નથી; છતાં આમ તો કહી શકાય કે જે પુરુષનું વચન પૂર્વાપર અખંડિત છે, તેનું બોધેલું દર્શન તે પૂર્વાપર હિતસ્વી છે. આત્મા જ્યાંથી ‘યથાર્થદ્રષ્ટિ’ કિંવા ‘વસ્તુધર્મ’ પામે ત્યાંથી સમ્યકજ્ઞાન સંપ્રાપ્ત થાય એ સર્વમાન્ય છે. આત્મત્વ પામવા માટે શું હેય, શું ઉપાદેય અને શું ?ય છે તે વિષે પ્રસંગોપાત્ત સપુરુષની આજ્ઞાનુસાર આપની સમીપ કંઈ કંઈ મૂકતો રહીશ. શેય, હેય, અને ઉપાદેયરૂપે કોઈ પદાર્થ, એક પણ પરમાણુ નથી જાણ્યું તો ત્યાં આત્મા પણ જાણ્યો નથી. મહાવીરના બોધેલા ‘આચારાંગ’ નામના એક સિદ્ધાંતિક શાસ્ત્રમાં આમ કહ્યું છે કે " નાગ સે સવૅ નાળ, ને સવૅ નાળ છે અને નાપા - એકને જાણ્યો તેણે સર્વ જાણું, જેણે સર્વને જાણ્યું તેણે એકને જાણ્યો. આ વચનામૃત એમ ઉપદેશ છે કે એક આત્મા, જ્યારે જાણવા માટે પ્રયત્ન કરશે, ત્યારે સર્વ જાણ્યાનું પ્રયત્ન થશે; અને સર્વ જાણ્યાનું પ્રયત્ન એક આત્મા જાણવાને માટે છે; તોપણ વિચિત્ર જગતનું સ્વરૂપ જેણે જાણ્યું નથી તે આત્માને જાણતો નથી. આ બોધ અયથાર્થ ઠરતો નથી. આત્મા શાથી, કેમ, અને કેવા પ્રકારે બંધાયો છે આ જ્ઞાન જેને થયું નથી, તેને તે શાથી, કેમ અને કેવા પ્રકારે મુક્ત થાય તેનું જ્ઞાન પણ થયું નથી, અને ન થાય તો વચનામૃત પણ પ્રમાણભૂત છે. મહાવીરના બોધનો મુખ્ય પાયો ઉપરના વચનામૃતથી શરૂ થાય છે; અને એનું સ્વરૂપ એણે સર્વોત્તમ દર્શાવ્યું છે. તે માટે આપની અનુકૂળતા હશે, તો આગળ ઉપર જણાવીશ.Page Navigation
1