Page #1
--------------------------------------------------------------------------
________________ 64 “યથાર્થદ્રષ્ટિ કિંવા વસ્તુધર્મ પામે ત્યાંથી સમ્યકજ્ઞાન સંપ્રાપ્ત થાય - એકને જાણ્યો તેણે સર્વ જાણ્યું - જ્ઞાનવૃદ્ધતા - પુનર્જન્મ સંબંધી વિચાર - આત્મજ્ઞાન શ્રેષ્ઠ - સપુરુષનાં ચરિત્ર દર્પણરૂપ - બુદ્ધ અને જૈનના બોધમાં મહાન તફાવત વવાણિયા બંદર, જયેષ્ઠ સુદ 4, રવિ, 1945 पक्षपातो न मे वीरे, न दवेषः कपिलादिष्। युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः।। -શ્રી હરિભદ્રાચાર્ય આપનું ધર્મપત્ર વૈશાખ વદ 6 નું મળ્યું. આપના વિશેષ અવકાશ માટે વિચાર કરી ઉત્તર લખવામાં આટલો મેં વિલંબ કર્યો છે, જે વિલંબ ક્ષમાપાત્ર છે. તે પત્રમાં આપ દર્શાવો છો કે કોઈ પણ માર્ગથી આધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવું, એ જ્ઞાનીઓનો ઉપદેશ છે, આ વચન મને પણ સમત છે. પ્રત્યેક દર્શનમાં આત્માનો જ બોધ છે; અને મોક્ષ માટે સર્વનો પ્રયત્ન છે; તોપણ આટલું તો આપ પણ માન્ય કરી શકશો કે જે માર્ગથી આત્મા આત્મત્વ-સમ્યફજ્ઞાન-યથાર્થદ્રષ્ટિ-પામે તે માર્ગ સપુરુષની આજ્ઞાનુસાર સમ્મત કરવો જોઈએ. અહીં કોઈ પણ દર્શન માટે બોલવાની ઉચિતતા નથી; છતાં આમ તો કહી શકાય કે જે પુરુષનું વચન પૂર્વાપર અખંડિત છે, તેનું બોધેલું દર્શન તે પૂર્વાપર હિતસ્વી છે. આત્મા જ્યાંથી ‘યથાર્થદ્રષ્ટિ’ કિંવા ‘વસ્તુધર્મ’ પામે ત્યાંથી સમ્યકજ્ઞાન સંપ્રાપ્ત થાય એ સર્વમાન્ય છે. આત્મત્વ પામવા માટે શું હેય, શું ઉપાદેય અને શું ?ય છે તે વિષે પ્રસંગોપાત્ત સપુરુષની આજ્ઞાનુસાર આપની સમીપ કંઈ કંઈ મૂકતો રહીશ. શેય, હેય, અને ઉપાદેયરૂપે કોઈ પદાર્થ, એક પણ પરમાણુ નથી જાણ્યું તો ત્યાં આત્મા પણ જાણ્યો નથી. મહાવીરના બોધેલા ‘આચારાંગ’ નામના એક સિદ્ધાંતિક શાસ્ત્રમાં આમ કહ્યું છે કે " નાગ સે સવૅ નાળ, ને સવૅ નાળ છે અને નાપા - એકને જાણ્યો તેણે સર્વ જાણું, જેણે સર્વને જાણ્યું તેણે એકને જાણ્યો. આ વચનામૃત એમ ઉપદેશ છે કે એક આત્મા, જ્યારે જાણવા માટે પ્રયત્ન કરશે, ત્યારે સર્વ જાણ્યાનું પ્રયત્ન થશે; અને સર્વ જાણ્યાનું પ્રયત્ન એક આત્મા જાણવાને માટે છે; તોપણ વિચિત્ર જગતનું સ્વરૂપ જેણે જાણ્યું નથી તે આત્માને જાણતો નથી. આ બોધ અયથાર્થ ઠરતો નથી. આત્મા શાથી, કેમ, અને કેવા પ્રકારે બંધાયો છે આ જ્ઞાન જેને થયું નથી, તેને તે શાથી, કેમ અને કેવા પ્રકારે મુક્ત થાય તેનું જ્ઞાન પણ થયું નથી, અને ન થાય તો વચનામૃત પણ પ્રમાણભૂત છે. મહાવીરના બોધનો મુખ્ય પાયો ઉપરના વચનામૃતથી શરૂ થાય છે; અને એનું સ્વરૂપ એણે સર્વોત્તમ દર્શાવ્યું છે. તે માટે આપની અનુકૂળતા હશે, તો આગળ ઉપર જણાવીશ.
Page #2
--------------------------------------------------------------------------
________________ અહીં એક આ પણ વિજ્ઞાપના આપને કરવી યોગ્ય છે કે, મહાવીર કે કોઈ પણ બીજા ઉપદેશકના પક્ષપાત માટે મારું કંઈ પણ કથન અથવા માનવું નથી; પણ આત્મત્વ પામવા માટે જેનો બોધ અનુકૂળ છે તેને માટે પક્ષપાત (!), દ્રષ્ટિરાગ, પ્રશસ્ત રાગ, કે માન્યતા છે; અને તેને આધારે વર્તના છે; તો આત્મત્વને બાધા કરતું એવું કોઈ પણ મારું કથન હોય, તો દર્શાવી ઉપકાર કરતા રહેશો. પ્રત્યક્ષ સત્સંગની તો બલિહારી છે. અને તે પુણ્યાનુબંધી પુણ્યનું ફળ છે; છતાં જ્યાં સુધી પરોક્ષ સત્સંગ જ્ઞાનીદ્રષ્ટાનુસાર મળ્યા કરશે ત્યાં સુધી પણ મારા ભાગ્યનો ઉદય જ છે. 2. નિર્ગથશાસન જ્ઞાનવૃદ્ધને સર્વોત્તમવૃદ્ધ ગણે છે. જાતિવૃદ્ધતા, પર્યાયવૃદ્ધતા એવા વૃદ્ધતાના અનેક ભેદ છે, પણ જ્ઞાનવૃદ્ધતા વિના એ સઘળી વૃદ્ધતા તે નામવૃદ્ધતા છે; કિંવા શૂન્યવૃદ્ધતા છે. . પુનર્જન્મ સંબંધી મારા વિચાર દર્શાવવા આપે સૂચવ્યું તે માટે અહીં પ્રસંગ પૂરતું સંક્ષેપમાત્ર દર્શાવું છું : (અ) મારું કેટલાક નિર્ણય પરથી આમ માનવું થયું છે કે, આ કાળમાં પણ કોઈ કોઈ મહાત્માઓ ગતભવને જાતિસ્મરણજ્ઞાન વડે જાણી શકે છે, જે જાણવું કલ્પિત નહીં પણ સમ્યક હોય છે. ઉત્કૃષ્ટ સંવેગ - જ્ઞાનયોગ - અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે શું કે ભૂતભવ પ્રત્યક્ષાનુભવરૂપ થાય છે. જ્યાં સુધી ભૂતભવ અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળનું ધર્મપ્રયત્ન શંકાસહ આત્મા કર્યા કરે છે; અને શંકા સહ પ્રયત્ન તે યોગ્ય સિદ્ધિ આપતું નથી. (આ) પુનર્જન્મ છે', આટલું પરોક્ષ-પ્રત્યક્ષે નિઃશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી, તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસ્ત્રશૈલી કહેતી નથી. પુનર્જન્મને માટે શ્રુતજ્ઞાનથી મેળવેલો આશય મને જે અનુભવગમ્ય થયો છે તે કંઈક અહીં દર્શાવી જઉં છું. (1) “ચૈતન્ય’ અને ‘જડ” એ બે ઓળખવાને માટે તે બન્ને વચ્ચે જે ભિન્ન ધર્મ છે તે પ્રથમ ઓળખાવો જોઈએ; અને તે ભિન્ન ધર્મમાં પણ મુખ્ય ભિન્ન ધર્મ ને ઓળખવાનો છે તે આ છે કે, “ચૈતન્યમાં ‘ઉપયોગ’ (કોઈ પણ વસ્તુનો જે વડે બોધ થાય તે વસ્તુ) રહ્યો છે અને ‘જડ'માં તે નથી. અહીં કદાપિ આમ કોઈ નિર્ણય કરવા ઇચ્છે કે, ‘જડ'માં ‘શબ્દ', ‘સ્પર્શ', ‘રૂપ’, ‘રસ’ અને ‘ગંધ’ એ શક્તિઓ રહી છે, અને ચૈતન્યમાં તે નથી, પણ એ ભિન્નતા આકાશની અપેક્ષા લેતાં ન સમજાય તેવી છે, કારણ તેવા કેટલાક ગુણો આકાશમાં પણ રહ્યા છે; જેવા કે, નિરંજન, નિરાકાર, અરૂપી ઇ0 તે તે આત્માની સદ્રશ ગણી શકાય; કારણ ભિન્ન ધર્મ ન રહ્યા, પરંતુ ભિન્ન ધર્મ ‘ઉપયોગ’ નામનો આગળ કહેલો ગુણ તે દર્શાવે છે, અને પછીથી જડ ચૈતન્યનું સ્વરૂપ સમજવું સુગમ પડે છે. (2) જીવનો મુખ્ય ગુણ ના લક્ષણ છે તે ‘ઉપયોગ’ (કોઈ પણ વસ્તુસંબંધી લાગણી, બોધ, જ્ઞાન), અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ - ‘વ્યવહારની અપેક્ષાએ' - આત્મા સ્વસ્વરૂપે પરમાત્મા જ છે, પણ જ્યાં સુધી સ્વસ્વરૂપ યથાર્થ સમજ્યો નથી ત્યાં સુધી (આત્મા) છદ્મસ્થ જીવ છે - પરમાત્મદશામાં આવ્યો નથી. શુદ્ધ અને સંપૂર્ણ યથાર્થ ઉપયોગ જેને રહ્યો છે તે પરમાત્મદશાને પ્રાપ્ત થયેલો આત્મા ગણાય. અશુદ્ધ ઉપયોગી હોવાથી જ આત્મા કલ્પિતજ્ઞાન(અજ્ઞાન)ને સમ્યકજ્ઞાન માની રહ્યો છે, અને સમ્યકજ્ઞાન વિના
Page #3
--------------------------------------------------------------------------
________________ પુનર્જન્મનો નિશ્ચય કોઈ અંશે પણ યથાર્થ થતો નથી, અશુદ્ધ ઉપયોગ થવાનું કંઈ પણ નિમિત્ત હોવું જોઈએ. તે નિમિત્ત અનુપૂર્વીએ ચાલ્યાં આવતાં બાહ્યભાવે ગ્રહેલાં કર્મપુદગલ છે. (તે કર્મનું યથાર્થ સ્વરૂપ સૂક્ષ્મતાથી સમજવા જેવું છે. કારણ આત્માને આવી દશા કાંઈ પણ નિમિત્તથી જ હોવી જોઈએ અને તે નિમિત્ત જ્યાં સુધી જે પ્રકારે છે તે પ્રકારે ન સમજાય ત્યાં સુધી જે વાટે જવું છે તે વાટની નિકટતા ન થાય.) જેનું પરિણામ વિપર્યય હોય તેનો પ્રારંભ અશુદ્ધ ઉપયોગ વિના ન થાય, અને અશુદ્ધ ઉપયોગ ભૂતકાળના કંઈ પણ સંલગ્ન વિના ન થાય. વર્તમાનકાળમાંથી આપણે એકેકી પળ બાદ કરતા જઈએ, અને તપાસતા જઈએ, તો પ્રત્યેક પળ ભિન્ન ભિન્ન સ્વરૂપે ગઈ જણાશે. (તે ભિન્ન ભિન્ન થવાનું કારણ કંઈ હોય જ.) એક માણસે એવો દ્રઢ સંકલ્પ કર્યો કે, માવજીવનકાળ સ્ત્રીનું ચિંતવન પણ મારે ન કરવું; છતાં પાંચ પળ ન જાય, અને ચિંતવન થયું તો પછી તેનું કારણ જોઈએ. મને જે શાસ્ત્ર સંબંધી અલ્પ બોધ થયો છે તેથી એમ કહી શકું છું કે, તે પૂર્વકર્મનો કોઈ પણ અંશે ઉદય જોઈએ. કેવા કર્મનો ? તો કહી શકીશ કે, મોહનીય કર્મનો; કઈ તેની પ્રકૃતિનો ? તો કહી શકીશ કે, પુરુષવેદનો. (પુરુષવેદની પંદર પ્રકૃતિ છે.) પુરુષવેદનો ઉદય દ્રઢ સંકલ્પ રોક્યો છતાં થયો તેનું કારણ હવે કહી શકાશે કે, કંઈ ભૂતકાળનું હોવું જોઈએ; અને અનુપૂર્વીએ તેનું સ્વરૂપ વિચારતાં પુનર્જન્મ સિદ્ધ થશે. આ સ્થળે બહુ દ્રષ્ટાંતોથી કહેવાની મારી ઇચ્છા હતી, પણ ધાર્યા કરતાં કહેવું વધી ગયું છે. તેમ આત્માને જે બોધ થયો તે મન યથાર્થ ન જાણી શકે. મનનો બોધ વચન યથાર્થ ન કહી શકે. વચનનો કથનબોધ પણ કલમ લખી ન શકે. આમ હોવાથી અને આ વિષયસંબંધે કેટલાક શૈલીશબ્દો વાપરવાની આવશ્યક્તા હોવાથી અત્યારે અપૂર્ણ ભાગે આ વિષય મૂકી દઉં છું. એ અનુમાનપ્રમાણ કહી ગયો. પ્રત્યક્ષ પ્રમાણ સંબંધી જ્ઞાનીદ્રષ્ટ હશે, તો હવે પછી, વા દર્શનસમય મળ્યો તો ત્યારે કંઈક દર્શાવી શકીશ. આપના ઉપયોગમાં રમી રહ્યું છે, છતાં બે એક વચનો અહીં પ્રસન્નતાર્થે મૂકું છું :1. સર્વ કરતાં આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે. 2. ધર્મવિષય, ગતિ, આગતિ નિશ્ચય છે. 3. જેમ ઉપયોગની શુદ્ધતા તેમ આત્મજ્ઞાન પમાય છે. 4. એ માટે નિર્વિકાર દ્રષ્ટિની અગત્ય છે. 5. ‘પુનર્જન્મ છે? તે યોગથી, શાસ્ત્રથી અને સહજરૂપે અનેક સપુરુષોને સિદ્ધ થયેલ છે. આ કાળમાં એ વિષે અનેક પુરુષોને નિઃશંકતા નથી થતી તેનાં કારણો માત્ર સાત્વિકતાની ન્યૂનત, ત્રિવિધતાપની મર્થના, શ્રી ગોકળચરિત્ર'માં આપે દર્શાવેલી નિર્જનાવસ્થા તેની ખામી, સત્સંગ વિનાનો વાસ, સ્વમાન અને અયથાર્થ દ્રષ્ટિ એ છે. ફરી એ વિષે વિશેષ આપને અનુકૂળ હશે, તો દર્શાવીશ. આથી મને આત્મોન્લલતાનો પરમ લાભ છે. તેથી આપને અનુકૂળ થશે જ. વખત હોય તો બે ચાર વખત આ પત્ર મનન થવાથી મારો કહેલો અલ્પ આશય આપને બહુ દ્રષ્ટિગોચર થશે. શૈલીને માટે થઈને વિસ્તારથી કંઈક લખ્યું છે, છતાં જેવું જોઈએ તેવું સમજાવાયું નથી એમ મારું માનવું છે. પણ હળવે હળવે હું ધારું છું કે, તે આપની પાસે સરળરૂપે મૂકી શકીશ.
Page #4
--------------------------------------------------------------------------
________________ બુદ્ધ ભગવાનનું જન્મચરિત્ર મારી પાસે આવ્યું નથી. અનુકૂળતા હોય તો મોકલાવવા સૂચવન કરશો. સપુરુષનાં ચરિત્ર એ દર્પણરૂપ છે. બુદ્ધ અને જૈનના બોધમાં મહાન તફાવત છે. સર્વ દોષની ક્ષમા ઇચ્છી આ પત્ર પૂરું (અપૂર્ણ સ્થિતિએ) કરું છું. આપની આજ્ઞા હશે, તો એવો વખત મેળવી શકાશે કે, આત્મત્વ દ્રઢ થાય. અસુગમતાથી લેખ દોષિત થયો છે, પણ કેટલીક નિરૂપાયતા હતી. નહીં તો સરળતા વાપરવાથી આત્મત્વની પ્રફુલ્લિતતા વિશેષ થઈ શકે. વિ. ધર્મજીવનના ઇચ્છક રાયચંદ રવજીભાઈના વિનયભાવે પ્રશસ્ત પ્રણામ.