________________ Errorl Reference source not found. Error! Reference source not found. કેળવણી વગરના લોકોમાં સ્વાભાવિક એક આ ગુણ રહ્યો છે કે આપણા બાપદાદા જે ધર્મને સ્વીકારતા આવ્યા છે, તે ધર્મમાં જ આપણે પ્રવર્તવું જોઈએ, અને તે જ મત સત્ય હોવો જોઈએ; તેમ જ આપણા ગુરુનાં વચન પર જ આપણે વિશ્વાસ રાખવો જોઈએ પછી તે ગુરુ ગમે તો શાસ્ત્રનાં નામ પણ જાણતા ન હોય, પણ તે જ મહાજ્ઞાની છે એમ માની પ્રવર્તવું જોઈએ. તેમ જ આપણે જે માનીએ છીએ તે જ વીતરાગનો બોધેલો ધર્મ છે, બાકી જૈન નામે પ્રવર્તે છે તે મત સઘળા અસત છે. આમ તેમની સમજણ હોવાથી તેઓ બિચારા તે જ મતમાં મચ્યા રહે છે એનો પણ અપેક્ષાથી જોતાં દોષ નથી. જે જે મત જૈનમાં પડેલા છે તેમાં જૈન સંબંધી જ ઘણે ભાગે ક્રિયાઓ હોય એ માન્ય વાત છે. તે પ્રમાણે પ્રવૃત્તિ જોઈ જે મતમાં પોતે દીક્ષિત થયા હોય, તે મતમાં જ દીક્ષિત પુરુષોનું મચ્યા રહેવું થાય છે. દીક્ષિતમાં પણ ભદ્રિકતાને લીધે કાં તો દીક્ષા, કાં તો ભિક્ષા માગ્યા જેવી સ્થિતિથી મૂંઝાઈને પ્રાપ્ત થયેલી દીક્ષા, કાં તો સ્મશાનવૈરાગ્યમાં લેવાઈ ગયેલી દીક્ષા હોય છે. શિક્ષાની સાપેક્ષ સ્કુરણાથી પ્રાપ્ત થયેલી દીક્ષાવાળો પુરુષ તમે વિરલ જ દેખશો, અને દેખશો તો તે મતથી કંટાળી વીતરાગ દેવની આજ્ઞામાં રાચવા વધારે તત્પર હશે. શિક્ષાની સાપેક્ષ ફુરણા જેને થઈ છે, તે સિવાયના બીજા જેટલા મનુષ્યો દીક્ષિત કે ગૃહસ્થ રહ્યા તેટલા બધા જે મતમાં પોતે પડ્યા હોય તેમાં જ રાગી હોય; તેઓને વિચારની પ્રેરણા કરનાર કોઈ ન મળે. પોતાના મત સંબંધી નાના પ્રકારના યોજી રાખેલા વિકલ્પો (ગમે તો પછી તેમાં યથાર્થ પ્રમાણ હો કે ન હો,) સમજાવી દઈ ગુરુઓ પોતાના પંજામાં રાખી તેમને પ્રવર્તાવી રહ્યા છે. તેમ જ ત્યાગી ગરઓ સિવાયના પરાણે થઈ પડેલા મહાવીર દેવના માર્ગરક્ષક તરીકે ગણાવતા યતિઓ, તેમની તો માર્ગ પ્રવર્તાવવાની શૈલી માટે કંઈ બોલવું રહેતું નથી. કારણ ગૃહસ્થને અણુવ્રત પણ હોય છે; પણ આ તો તીર્થકર દેવની પેઠે કલ્પાતીત પુરુષ થઈ બેઠા છે. સંશોધક પુરુષો બહુ ઓછા છે. મુક્ત થવાની અંતઃકરણે જિજ્ઞાસા રાખનારા અને પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે. તેમને સાહિત્યો જેવાં કે સગુરુ, સત્સંગ કે સાસ્ત્રો મળવાં દુર્લભ થઈ પડ્યાં છે, જ્યાં પૂછવા જાઓ ત્યાં સર્વ પોતપોતાની ગાય છે. પછી તે સાચી કે જૂઠી તેનો કોઈ ભાવ પૂછતું નથી. ભાવ પૂછનાર આગળ મિથ્યા વિકલ્પો કરી પોતાની સંસારસ્થિતિ વધારે છે અને બીજાને તેવું નિમિત્ત કરે છે. ઓછામાં પૂરું કોઈ સંશોધક આત્મા હશે તો તેને અપ્રયોજનભૂત પૃથ્વી ઇત્યાદિક વિષયોમાં શંકાએ કરી રોકાવું થઈ ગયું છે. અનુભવ ધર્મ પર આવવું તેમને પણ દુર્લભ થઈ પડ્યું છે. આ પરથી મારું એમ કહેવું નથી કે કોઈ પણ અત્યારે જૈનદર્શનના આરાધક નથી; છે ખરા, પણ બહુ જ અલ્પ, બહુ જ અલ્પ, અને જે છે તે મુક્ત થવા સિવાયની બીજી જિજ્ઞાસા જેને નથી તેવા અને વીતરાગની આજ્ઞામાં જેણે પોતાનો આત્મા સમપ્યું છે તેવા પણ તે આંગળીએ ગણી લઈએ તેટલા હશે. બાકી તો