Book Title: Vachanamrut 0040 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 40 તત્વ પામવાનું ઉત્તમ પાત્ર - સુલભબોધિપણાની યોગ્યતા - નિર્ગથદર્શન વિશેષ માનવા યોગ્ય - એક ધર્મપદ્ધતિ - મતપ્રવર્તનમાં મુખ્ય કારણો - સુલભબોધિ આત્માઓને ધર્મની દુર્લભતા - મુખ્ય વિવાદ - પ્રતિમાસિદ્ધિનાં પ્રમાણ - છેવટની ભલામણ મુંબઈ, 1944 વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, અને જિતેંદ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. અનંત જન્મમરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે જ કર્મમુક્ત થવાનો જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં યોજાય છે. જે આત્મા મુક્ત થયા છે તે આત્મા કંઈ સ્વચ્છંદવર્તનાથી મુક્ત થયા નથી, પણ આપ્ત પુરુષે બોધેલા માર્ગના પ્રબળ અવલંબનથી મુક્ત થયા છે. અનાદિકાળના મહાન્નુરૂપ રાગ, દ્વેષ અને મોહના બંધનમાં તે પોતા સંબંધી વિચાર કરી શક્યો નથી. મનુષ્યત્વ, આર્ય દેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે; અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે. એમ જો સુલભબોધિપણાની યોગ્યતા આત્મામાં આવી હોય તો તે, જે પુરુષો મુક્ત થયા છે અથવા વર્તમાનમાં મુક્તપણે કે આત્મજ્ઞાનદશાએ વિચારે છે તેમણે ઉપદેશેલા માર્ગમાં નિઃસંદેહપણે શ્રદ્ધાશીલ થાય. રાગ, દ્વેષ અને મોહ એ જેનામાં નથી તે પુરુષ તે ત્રણ દોષથી રહિત માર્ગ ઉપદેશી શકે, અને તે જ પદ્ધતિએ નિઃસંદેહપણે પ્રવર્તનાર સપુરુષો કાં તે માર્ગ ઉપદેશી શકે. સર્વ દર્શનની શૈલીનો વિચાર કરતાં એ રાગ, દ્વેષ અને મોહરહિત પુરુષનું બોધેલું નિર્ગથદર્શન વિશેષ માનવા યોગ્ય છે. એ ત્રણ દોષથી રહિત, મહાઅતિશયથી પ્રતાપી એવા તીર્થકર દેવ તેણે મોક્ષના કારણરૂપે જે ધર્મ બોધ્યો છે, તે ધર્મ ગમે તે મનુષ્યો સ્વીકારતાં હોય પણ તે એક પદ્ધતિએ હોવાં જોઈએ, આ વાત નિઃશંક છે.Page Navigation
1