Page #1
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 40 તત્વ પામવાનું ઉત્તમ પાત્ર - સુલભબોધિપણાની યોગ્યતા - નિર્ગથદર્શન વિશેષ માનવા યોગ્ય - એક ધર્મપદ્ધતિ - મતપ્રવર્તનમાં મુખ્ય કારણો - સુલભબોધિ આત્માઓને ધર્મની દુર્લભતા - મુખ્ય વિવાદ - પ્રતિમાસિદ્ધિનાં પ્રમાણ - છેવટની ભલામણ મુંબઈ, 1944 વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, અને જિતેંદ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. અનંત જન્મમરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે જ કર્મમુક્ત થવાનો જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં યોજાય છે. જે આત્મા મુક્ત થયા છે તે આત્મા કંઈ સ્વચ્છંદવર્તનાથી મુક્ત થયા નથી, પણ આપ્ત પુરુષે બોધેલા માર્ગના પ્રબળ અવલંબનથી મુક્ત થયા છે. અનાદિકાળના મહાન્નુરૂપ રાગ, દ્વેષ અને મોહના બંધનમાં તે પોતા સંબંધી વિચાર કરી શક્યો નથી. મનુષ્યત્વ, આર્ય દેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે; અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે. એમ જો સુલભબોધિપણાની યોગ્યતા આત્મામાં આવી હોય તો તે, જે પુરુષો મુક્ત થયા છે અથવા વર્તમાનમાં મુક્તપણે કે આત્મજ્ઞાનદશાએ વિચારે છે તેમણે ઉપદેશેલા માર્ગમાં નિઃસંદેહપણે શ્રદ્ધાશીલ થાય. રાગ, દ્વેષ અને મોહ એ જેનામાં નથી તે પુરુષ તે ત્રણ દોષથી રહિત માર્ગ ઉપદેશી શકે, અને તે જ પદ્ધતિએ નિઃસંદેહપણે પ્રવર્તનાર સપુરુષો કાં તે માર્ગ ઉપદેશી શકે. સર્વ દર્શનની શૈલીનો વિચાર કરતાં એ રાગ, દ્વેષ અને મોહરહિત પુરુષનું બોધેલું નિર્ગથદર્શન વિશેષ માનવા યોગ્ય છે. એ ત્રણ દોષથી રહિત, મહાઅતિશયથી પ્રતાપી એવા તીર્થકર દેવ તેણે મોક્ષના કારણરૂપે જે ધર્મ બોધ્યો છે, તે ધર્મ ગમે તે મનુષ્યો સ્વીકારતાં હોય પણ તે એક પદ્ધતિએ હોવાં જોઈએ, આ વાત નિઃશંક છે.
Page #2
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. અનેક પદ્ધતિએ અનેક મનુષ્યો તે ધર્મનું પ્રતિપાદન કરતાં હોય અને તે મનુષ્યોને પરસ્પર મતભેદનું કારણ થતું હોય તો તેમાં તીર્થકર દેવની એક પદ્ધતિને દોષ નથી પણ તે મનુષ્યોની સમજણ શક્તિનો દોષ ગણી શકાય. એ રીતે નિર્ગથધર્મપ્રવર્તક અમે છીએ, એમ જુદા જુદા મનુષ્યો કહેતા હોય, તો તેમાંથી તે મનુષ્ય પ્રમાણાબાધિત ગણી શકાય કે જે વીતરાગ દેવની આજ્ઞાના સભાવે પ્રરૂપક અને પ્રવર્તક હોય. આ કાળ દુ:સમ નામથી પ્રખ્યાત છે. દુ:સમકાળ એટલે જે કાળમાં મનુષ્યો મહાદુઃખ વડે આયુષ્ય પૂર્ણ કરતા હોય, તેમ જ ધર્મારાધનારૂપ પદાર્થો પ્રાપ્ત કરવામાં દુ:સમતા એટલે મહાવિઘ્નો આવતાં હોય, તેને કહેવામાં આવે છે. અત્યારે વીતરાગ દેવને નામે જૈન દર્શનમાં એટલા બધા મત ચાલે છે કે તે મત, તે મતરૂપ છે, પણ સતરૂપ જ્યાં સુધી વીતરાગ દેવની આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તતા ન હોય ત્યાં સુધી કહી શકાય નહીં. એ મતપ્રવર્તનમાં મુખ્ય કારણો મને આટલાં સંભવે છેઃ (1) પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિર્ગથદશાની પ્રાધાન્યતા ઘટાડી હોય. (2) પરસ્પર બે આચાર્યોને વાદવિવાદ. (3) મોહનીય કર્મનો ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું. (4) ગ્રહાયા પછી તે વાતનો માર્ગ મળતો હોય તોપણ તે દુર્લભબોધિતાને લીધે ન ગ્રહવો. (5) મતિની ન્યૂનતા. (6) જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારાં ઘણાં મનુષ્યો. 7) દુઃસમ કાળ અને (8) શાસ્ત્રજ્ઞાનનું ઘટી જવું. એટલા બધા મતો સંબંધી સમાધાન થઈ નિઃશંકપણે વીતરાગની આજ્ઞારૂપે માર્ગ પ્રવર્તે એમ થાય તો મહાકલ્યાણ, પણ તેવો સંભવ ઓછો છે; મોક્ષની જિજ્ઞાસા જેને છે તેની પ્રવર્તતા તો તે જ માર્ગમાં હોય છે; પણ લોક કે ઓઘદ્રષ્ટિએ પ્રવર્તનારા પુરુષો, તેમ જ પૂર્વના દુર્ઘટ કર્મના ઉદયને લીધે મતની શ્રદ્ધામાં પડેલાં મનુષ્યો તે માર્ગનો વિચાર કરી શકે, કે બોધ લઈ શકે એમ તેના કેટલાક દુર્લભબોધી ગરઓ કરવા દે, અને મતભેદ ટળી પરમાત્માની આજ્ઞાનું સમ્મદશાથી આરાધન કરતાં તે મતવાદીઓને જોઈએ, એ બહુ અસંભવિત છે. સર્વને સરખી બુદ્ધિ આવી જઈ, સંશોધન થઈ, વીતરાગની આજ્ઞારૂપ માર્ગનું પ્રતિપાદન થાય એ સર્વથા જોકે બને તેવું નથી; તોપણ સુલભબોધી આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કર્યા રહે, તો પરિણામ શ્રેષ્ઠ આવે, એ વાત મને સંભવિત લાગે છે. દુ:સમ કાળના પ્રતાપે, જે લોકો વિદ્યાનો બોધ લઈ શક્યા છે, તેમને ધર્મતત્વ પર મૂળથી શ્રદ્ધા જણાતી નથી. જેને કંઈ સરળતાને લીધે હોય છે, તેને તે વિષયની કંઈ ગતાગમ જણાતી નથી, ગતાગમવાળો કોઈ નીકળે તો તેને તે વસ્તુની વૃદ્ધિમાં વિઘ્ન કરનારા નીકળે, પણ સહાયક ન થાય, એવી આજની કાળચર્યા છે. એમ કેળવણી પામેલાને ધર્મની દુર્લભતા થઈ પડી છે.
Page #3
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. કેળવણી વગરના લોકોમાં સ્વાભાવિક એક આ ગુણ રહ્યો છે કે આપણા બાપદાદા જે ધર્મને સ્વીકારતા આવ્યા છે, તે ધર્મમાં જ આપણે પ્રવર્તવું જોઈએ, અને તે જ મત સત્ય હોવો જોઈએ; તેમ જ આપણા ગુરુનાં વચન પર જ આપણે વિશ્વાસ રાખવો જોઈએ પછી તે ગુરુ ગમે તો શાસ્ત્રનાં નામ પણ જાણતા ન હોય, પણ તે જ મહાજ્ઞાની છે એમ માની પ્રવર્તવું જોઈએ. તેમ જ આપણે જે માનીએ છીએ તે જ વીતરાગનો બોધેલો ધર્મ છે, બાકી જૈન નામે પ્રવર્તે છે તે મત સઘળા અસત છે. આમ તેમની સમજણ હોવાથી તેઓ બિચારા તે જ મતમાં મચ્યા રહે છે એનો પણ અપેક્ષાથી જોતાં દોષ નથી. જે જે મત જૈનમાં પડેલા છે તેમાં જૈન સંબંધી જ ઘણે ભાગે ક્રિયાઓ હોય એ માન્ય વાત છે. તે પ્રમાણે પ્રવૃત્તિ જોઈ જે મતમાં પોતે દીક્ષિત થયા હોય, તે મતમાં જ દીક્ષિત પુરુષોનું મચ્યા રહેવું થાય છે. દીક્ષિતમાં પણ ભદ્રિકતાને લીધે કાં તો દીક્ષા, કાં તો ભિક્ષા માગ્યા જેવી સ્થિતિથી મૂંઝાઈને પ્રાપ્ત થયેલી દીક્ષા, કાં તો સ્મશાનવૈરાગ્યમાં લેવાઈ ગયેલી દીક્ષા હોય છે. શિક્ષાની સાપેક્ષ સ્કુરણાથી પ્રાપ્ત થયેલી દીક્ષાવાળો પુરુષ તમે વિરલ જ દેખશો, અને દેખશો તો તે મતથી કંટાળી વીતરાગ દેવની આજ્ઞામાં રાચવા વધારે તત્પર હશે. શિક્ષાની સાપેક્ષ ફુરણા જેને થઈ છે, તે સિવાયના બીજા જેટલા મનુષ્યો દીક્ષિત કે ગૃહસ્થ રહ્યા તેટલા બધા જે મતમાં પોતે પડ્યા હોય તેમાં જ રાગી હોય; તેઓને વિચારની પ્રેરણા કરનાર કોઈ ન મળે. પોતાના મત સંબંધી નાના પ્રકારના યોજી રાખેલા વિકલ્પો (ગમે તો પછી તેમાં યથાર્થ પ્રમાણ હો કે ન હો,) સમજાવી દઈ ગુરુઓ પોતાના પંજામાં રાખી તેમને પ્રવર્તાવી રહ્યા છે. તેમ જ ત્યાગી ગરઓ સિવાયના પરાણે થઈ પડેલા મહાવીર દેવના માર્ગરક્ષક તરીકે ગણાવતા યતિઓ, તેમની તો માર્ગ પ્રવર્તાવવાની શૈલી માટે કંઈ બોલવું રહેતું નથી. કારણ ગૃહસ્થને અણુવ્રત પણ હોય છે; પણ આ તો તીર્થકર દેવની પેઠે કલ્પાતીત પુરુષ થઈ બેઠા છે. સંશોધક પુરુષો બહુ ઓછા છે. મુક્ત થવાની અંતઃકરણે જિજ્ઞાસા રાખનારા અને પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે. તેમને સાહિત્યો જેવાં કે સગુરુ, સત્સંગ કે સાસ્ત્રો મળવાં દુર્લભ થઈ પડ્યાં છે, જ્યાં પૂછવા જાઓ ત્યાં સર્વ પોતપોતાની ગાય છે. પછી તે સાચી કે જૂઠી તેનો કોઈ ભાવ પૂછતું નથી. ભાવ પૂછનાર આગળ મિથ્યા વિકલ્પો કરી પોતાની સંસારસ્થિતિ વધારે છે અને બીજાને તેવું નિમિત્ત કરે છે. ઓછામાં પૂરું કોઈ સંશોધક આત્મા હશે તો તેને અપ્રયોજનભૂત પૃથ્વી ઇત્યાદિક વિષયોમાં શંકાએ કરી રોકાવું થઈ ગયું છે. અનુભવ ધર્મ પર આવવું તેમને પણ દુર્લભ થઈ પડ્યું છે. આ પરથી મારું એમ કહેવું નથી કે કોઈ પણ અત્યારે જૈનદર્શનના આરાધક નથી; છે ખરા, પણ બહુ જ અલ્પ, બહુ જ અલ્પ, અને જે છે તે મુક્ત થવા સિવાયની બીજી જિજ્ઞાસા જેને નથી તેવા અને વીતરાગની આજ્ઞામાં જેણે પોતાનો આત્મા સમપ્યું છે તેવા પણ તે આંગળીએ ગણી લઈએ તેટલા હશે. બાકી તો
Page #4
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. દર્શનની દશા જોઈ કરુણા ઊપજે તેવું છે; સ્થિર ચિત્તથી વિચાર કરી જોશો તો આ મારું કહેવું તમને સપ્રમાણ લાગશે. એ સઘળા મતોમાં કેટલાકને તો સહજ સહજ વિવાદ છે. મુખ્ય વિવાદઃ- એકનું કહેવું પ્રતિમાની સિદ્ધિ માટે છે. બીજા તેને કેવળ ઉથાપે છે (એ મુખ્ય વિવાદ છે). બીજા ભાગમાં પ્રથમ હું પણ ગણાયો હતો. મારી જિજ્ઞાસા વીતરાગ દેવની આજ્ઞાના આરાધન ભણી છે. એમ સત્યતાને ખાતર કહી દઈ દર્શાવું છું કે પ્રથમ પક્ષ સત્ય છે, એટલે કે જિન પ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, પ્રમાણોક્ત, અનુભવોક્ત અને અનુભવમાં લેવા યોગ્ય છે. મને તે પદાર્થોનો જે રૂપે બોધ થયો અથવા તે વિષય સંબંધી મને જે અલ્પ શંકા હતી તે નીકળી ગઈ, તે વસ્તુનું કંઈ પણ પ્રતિપાદન થવાથી કોઈ પણ આત્મા તે સંબંધી વિચાર કરી શકશે, અને તે વસ્તુની સિદ્ધિ જણાય તો તે સંબંધી મતભેદ તેને ટળી જાય; તે સુલભબોધિપણાનું કાર્ય થાય એમ ગણી, ટૂંકામાં કેટલાક વિચારો પ્રતિમાસિદ્ધિ માટે દર્શાવું છું. મારી પ્રતિમામાં શ્રદ્ધા છે, માટે તમે સઘળા કરો એ માટે મારું કહેવું નથી, પણ વીર ભગવાનની આજ્ઞાનું આરાધન તેથી થતું જણાય તો તેમ કરવું. પણ આટલું સ્મૃતિમાં રાખવાનું છે કેઃ કેટલાંક પ્રમાણો આગમના સિદ્ધ થવા માટે પરંપરા, અનુભવ ઇત્યાદિકની અવશય છે. કુતર્કથી, જો તમે કહેતા હો તો આખા જૈન દર્શનનું પણ ખંડન કરી દર્શાવું, પણ તેમાં કલ્યાણ નથી. સત્ય વસ્તુ જ્યાં પ્રમાણથી, અનુભવથી સિદ્ધ થઈ ત્યાં જિજ્ઞાસુ પુરુષો પોતાની ગમે તેવી હઠ પણ મૂકી દે છે. આ મોટા વિવાદ આ કાળમાં જો પડ્યા ન હોત તો ધર્મ પામવાનું લોકોને બહુ સુલભ થાત. ટૂંકામાં પાંચ પ્રકારનાં પ્રમાણથી તે વાત હું સિદ્ધ કરું છું. 1. આગમપ્રમાણ. 2. ઇતિહાસપ્રમાણ. 3. પરંપરાપ્રમાણ. 4. અનુભવપ્રમાણ. 5. પ્રમાણપ્રમાણ. 1. આગમપ્રમાણ આગમ કોને કહેવાય એ પ્રથમ વ્યાખ્યા થવાની જરૂર છે. જેનો પ્રતિપાદક મૂળ પુરુષ આપ્ત હોય તે વચનો જેમાં રહ્યાં છે તે આગમ છે. વીતરાગ દેવના બોધેલા અર્થની યોજના ગણધરોએ કરી ટૂંકામાં મુખ્ય વચનોને લીધાં, તે આગમ, સૂત્ર એ નામથી ઓળખાય છે. સિદ્ધાંત, શાસ્ત્ર એ બીજાં તેનાં નામ છે. તીર્થકર દેવે બોધેલાં પુસ્તકોની યોજના દ્વાદશાંગીરૂપે ગણધરદેવે કરી, તે બાર અંગનાં નામ કહી જઉં છું. આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથાગ, ઉપાસકદશાંગ, અંતકૃતદશાંગ, અનુત્તરૌપપાતિક, પ્રશ્નવ્યાકરણ, વિપાક, અને દ્રષ્ટિવાદ.
Page #5
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 1. કોઈ પણ વીતરાગની આજ્ઞાનું પાલન થાય તેમ પ્રવર્તવું એ મુખ્ય માન્યતા છે. 2. પ્રથમ પ્રતિમા નહીં માનતો અને હવે માનું છું. તેમાં કંઈ પક્ષપાતી કારણ નથી, પણ મને તેની સિદ્ધિ જણાઈ તેથી માન્ય રાખું છું, અને સિદ્ધિ છતાં નહીં માનવાથી પ્રથમની માન્યતાની પણ સિદ્ધિ નથી, અને તેમ થવાથી આરાધકતા નથી. 3. મને આ મત કે તે મતની માન્યતા નથી, પણ રાગદ્વેષરહિત થવાની પરમાકાંક્ષા છે; અને તે માટે જે જે સાધન હોય, તે તે ઇચ્છવાં, કરવાં એમ માન્યતા છે, અને એ માટે મહાવીરનાં વચન પર મને પૂર્ણ વિશ્વાસ છે. 4. અત્યારે એટલી પ્રસ્તાવના માત્ર કરી પ્રતિમા સંબંધી અનેક પ્રકારથી દર્શાવેલી મને જે સિદ્ધિ તે હવે કહું છું. તે સિદ્ધિને મનન કરતાં પહેલાં વાંચનારે નીચેના વિચારો કૃપા કરીને લક્ષમાં લેવાઃ (અ) તમે પણ તરવાના ઇચ્છુક છો, અને હું પણ છું, બન્ને મહાવીરના બોધ, આત્મહિતૈષી બોધને ઇચ્છીએ છીએ અને તે ન્યાયમાં છે, માટે જ્યાં સત્યતા આવે ત્યાં બન્નેએ અપક્ષપાતે સત્યતા કહેવી. (આ) કોઈ પણ વાત જ્યાં સુધી યોગ્ય રીતે ન સમજાય ત્યાં સુધી સમજવી; તે સંબંધી કંઈ કહેતાં મૌન રાખવું. (ઇ) અમુક વાત સિદ્ધ થાય તો જ ઠીક; એમ ન ઇચ્છવું, પણ સત્ય સત્ય થાય એમ ઇચ્છવું. પ્રતિમા પૂજવાથી જ મોક્ષ છે, કિંવા તે નહીં માનવાથી મોક્ષ છે; એ બન્ને વિચારથી આ પુસ્તક યોગ્ય પ્રકારે મનન કરતાં સુધી મૌન રહેવું. (ઈ) શાસ્ત્રની શૈલી વિરુદ્ધ, કિંવા પોતાના માનની જાળવણી અર્થે કદાગ્રહી થઈ કંઈ પણ વાત કહેવી નહીં. (ઉ) એક વાતને અસત્ય અને એકને સત્ય એમ માનવામાં જ્યાં સુધી અત્રુટક કારણ ન આપી શકાય, ત્યાં સુધી પોતાની વાતને મધ્યસ્થવૃત્તિમાં રોકી રાખવી. (ઊ) કોઈ ધર્મ માનનાર આખો સમુદાય કંઈ મોક્ષે જશે એવું શાસ્ત્રકારનું કહેવું નથી, પણ જેનો આત્મા ધર્મત્વ ધારણ કરશે તે, સિદ્ધિસંપ્રાપ્ત થશે, એમ કહેવું છે. માટે સ્વાત્માને ધર્મબોધની પ્રથમ પ્રાપ્તિ કરાવવી જોઈએ. તેમાંનું એક આ સાધન પણ છે; તે પરોક્ષ પ્રત્યક્ષ અનુભવ્યા વિના ખંડી નાંખવા યોગ્ય નથી. (એ) જો તમે પ્રતિમાને માનનાર હો તો તેનાથી જે હેતુ પાર પાડવા પરમાત્માની આજ્ઞા છે તે પાર પાડી લેવો અને જો તમે પ્રતિમાના ઉત્થાપક હો તો આ પ્રમાણોને યોગ્ય રીતે વિચારી જોજો. બન્નેએ મને શત્રુ કે મિત્ર કંઈ માનવો નહીં. ગમે તે કહેનાર છે, એમ ગણી ગ્રંથ વાંચી જવો. (ઐ) આટલું જ ખરું અથવા આટલામાંથી જ પ્રતિમાની સિદ્ધિ થાય તો અમે માનીએ એમ આગ્રહી ન થશો. પણ વીરનાં બોધેલાં શાસ્ત્રોથી સિદ્ધિ થાય તેમ ઇચ્છશો.
Page #6
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. (ઓ) એટલા જ માટે વીરનાં બોધેલાં શાસ્ત્રો કોને કહી શકાય, અથવા માની શકાય, તે માટે પ્રથમ ધ્યાનમાં લેવું પડશે; એથી એ સંબંધી પ્રથમ હું કહીશ. (ઔ) મને સંસ્કૃત, માગધી કે કોઈ ભાષાનો મારી યોગ્યતા પ્રમાણે પરિચય નથી એમ ગણી, મને અપ્રમાણિક ઠરાવશો તો ન્યાયની પ્રતિકૂળ જવું પડશે, માટે મારું કહેવું શાસ્ત્ર અને આત્મમધ્યસ્થતાથી તપાસશો. (અ) યોગ્ય લાગે નહીં, એવા કોઈ મારા વિચાર હોય તો સહર્ષ પૂછશો; પણ તે પહેલાં તે વિષે તમારી સમજણથી શંકારૂપ નિર્ણય કરી બેસશો નહીં. (અ) ટૂંકામાં કહેવાનું એ કે, જેમ કલ્યાણ થાય તેમ પ્રવર્તવા સંબંધમાં મારું કહેવું અયોગ્ય લાગતું હોય તો, તે માટે યથાર્થ વિચાર કરી પછી જેમ હોય તેમ માન્ય કરવું. શાસ્ત્ર-સૂત્ર કેટલા ? 1. એક પક્ષ એમ કહે છે કે અત્યારે પિસ્તાલીસ કે તેથી વધારે સૂત્રો છે, અને તેની નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા એ સઘળું માનવું. એક પક્ષ કહે છે કે બત્રીસ જ સૂત્ર છે; અને તે બત્રીસ જ ભગવાનનાં બોધેલાં છે; બાકી મિશ્ર થઈ ગયાં છે; અને નિર્યુક્તિ ઇત્યાદિક પણ તેમ જ છે. માટે બત્રીસ માનવાં. આટલી માન્યતા માટે પ્રથમ મારા સમજાયેલા વિચાર દર્શાવું છું. બીજા પક્ષની ઉત્પત્તિને આજે લગભગ ચારસેં વર્ષ થયાં. તેઓ જે બત્રીસ સૂત્ર માને છે તે નીચે પ્રમાણેઃ 11 અંગ, 12 ઉપાંગ, 4 મૂળ, 4 છેદ, 1 આવશ્યક છેવટની ભલામણ હવે એ વિષયને સંક્ષેપમાં પૂર્ણ કર્યો. પ્રતિમાથી એકાંત ધર્મ છે, એમ કહેવા માટે અથવા પ્રતિમાના પૂજનનો જ ભાગ સિદ્ધ કરવા મેં આ લઘુ ગ્રંથમાં કલમ ચલાવી નથી. પ્રતિમા માટે મને જે જે પ્રમાણો જણાયાં હતાં તે ટૂંકામાં જણાવી દીધાં. તેમાં વાજબી ગેરવાજબીપણું શાસ્ત્રવિચક્ષણ, અને ન્યાયસંપન્ન પુરુષે જોવાનું છે, અને પછી જેમ સપ્રમાણ લાગે તેમ પ્રવર્તવું કે પ્રરૂપવું એ તેમના આત્મા પર આધાર રાખે છે. આ પુસ્તકને હું પ્રસિદ્ધ કરત નહીં, કારણ કે જે મનુષ્ય એક વાર પ્રતિમાપૂજનથી પ્રતિકૂળતા બતાવી હોય, તે જ મનુષ્ય જ્યારે તેની અનુકૂળતા બતાવે; ત્યારે પ્રથમ પક્ષવાળાને તે માટે બહુ ખેદ અને કટાક્ષ આવે છે. આપ પણ હું ધારું છું કે મારા ભણી થોડા વખત પહેલાં એવી સ્થિતિમાં આવી ગયા હતા, તે વેળા જો આ પુસ્તકને મેં પ્રસિદ્ધિ આપી હોત તો આપનાં અંતઃકરણો વધારે દુભાત અને દુભાવવાનું નિમિત્ત હું થાત, એટલા માટે મેં તેમ કર્યું નહીં. કેટલોક વખત વીત્યા પછી મારા અંતઃકરણમાં એક એવા વિચારે જન્મ લીધો કે તારા માટે તે ભાઈઓને સંક્લેશ વિચારો આવતા રહેશે, તેં જે પ્રમાણથી માન્યું છે, તે પણ માત્ર એક તારા હૃદયમાં રહી જશે. માટે તેને સત્યતાપૂર્વક જરૂર પ્રસિદ્ધિ આપવી, એ વિચારને મેં ઝીલી લીધો. ત્યારે તેમાંથી ઘણા નિર્મળ
Page #7
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. વિચારની પ્રેરણા થઈ; તે સંક્ષેપમાં જણાવી દઉં છું. પ્રતિમા માનો એ આગ્રહ માટે આ પુસ્તક કરવાનો કંઈ હેતુ નથી. તેમ જ તેઓ પ્રતિમા માને તેથી મને કંઈ ધનવાન થઈ જવાનું નથી, તે સંબંધી જે વિચારો મને લાગ્યા હતા [ અપૂર્ણ મળેલ ].
Page #8
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found.