________________ Errorl Reference source not found. Error! Reference source not found. અનેક પદ્ધતિએ અનેક મનુષ્યો તે ધર્મનું પ્રતિપાદન કરતાં હોય અને તે મનુષ્યોને પરસ્પર મતભેદનું કારણ થતું હોય તો તેમાં તીર્થકર દેવની એક પદ્ધતિને દોષ નથી પણ તે મનુષ્યોની સમજણ શક્તિનો દોષ ગણી શકાય. એ રીતે નિર્ગથધર્મપ્રવર્તક અમે છીએ, એમ જુદા જુદા મનુષ્યો કહેતા હોય, તો તેમાંથી તે મનુષ્ય પ્રમાણાબાધિત ગણી શકાય કે જે વીતરાગ દેવની આજ્ઞાના સભાવે પ્રરૂપક અને પ્રવર્તક હોય. આ કાળ દુ:સમ નામથી પ્રખ્યાત છે. દુ:સમકાળ એટલે જે કાળમાં મનુષ્યો મહાદુઃખ વડે આયુષ્ય પૂર્ણ કરતા હોય, તેમ જ ધર્મારાધનારૂપ પદાર્થો પ્રાપ્ત કરવામાં દુ:સમતા એટલે મહાવિઘ્નો આવતાં હોય, તેને કહેવામાં આવે છે. અત્યારે વીતરાગ દેવને નામે જૈન દર્શનમાં એટલા બધા મત ચાલે છે કે તે મત, તે મતરૂપ છે, પણ સતરૂપ જ્યાં સુધી વીતરાગ દેવની આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તતા ન હોય ત્યાં સુધી કહી શકાય નહીં. એ મતપ્રવર્તનમાં મુખ્ય કારણો મને આટલાં સંભવે છેઃ (1) પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિર્ગથદશાની પ્રાધાન્યતા ઘટાડી હોય. (2) પરસ્પર બે આચાર્યોને વાદવિવાદ. (3) મોહનીય કર્મનો ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું. (4) ગ્રહાયા પછી તે વાતનો માર્ગ મળતો હોય તોપણ તે દુર્લભબોધિતાને લીધે ન ગ્રહવો. (5) મતિની ન્યૂનતા. (6) જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારાં ઘણાં મનુષ્યો. 7) દુઃસમ કાળ અને (8) શાસ્ત્રજ્ઞાનનું ઘટી જવું. એટલા બધા મતો સંબંધી સમાધાન થઈ નિઃશંકપણે વીતરાગની આજ્ઞારૂપે માર્ગ પ્રવર્તે એમ થાય તો મહાકલ્યાણ, પણ તેવો સંભવ ઓછો છે; મોક્ષની જિજ્ઞાસા જેને છે તેની પ્રવર્તતા તો તે જ માર્ગમાં હોય છે; પણ લોક કે ઓઘદ્રષ્ટિએ પ્રવર્તનારા પુરુષો, તેમ જ પૂર્વના દુર્ઘટ કર્મના ઉદયને લીધે મતની શ્રદ્ધામાં પડેલાં મનુષ્યો તે માર્ગનો વિચાર કરી શકે, કે બોધ લઈ શકે એમ તેના કેટલાક દુર્લભબોધી ગરઓ કરવા દે, અને મતભેદ ટળી પરમાત્માની આજ્ઞાનું સમ્મદશાથી આરાધન કરતાં તે મતવાદીઓને જોઈએ, એ બહુ અસંભવિત છે. સર્વને સરખી બુદ્ધિ આવી જઈ, સંશોધન થઈ, વીતરાગની આજ્ઞારૂપ માર્ગનું પ્રતિપાદન થાય એ સર્વથા જોકે બને તેવું નથી; તોપણ સુલભબોધી આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કર્યા રહે, તો પરિણામ શ્રેષ્ઠ આવે, એ વાત મને સંભવિત લાગે છે. દુ:સમ કાળના પ્રતાપે, જે લોકો વિદ્યાનો બોધ લઈ શક્યા છે, તેમને ધર્મતત્વ પર મૂળથી શ્રદ્ધા જણાતી નથી. જેને કંઈ સરળતાને લીધે હોય છે, તેને તે વિષયની કંઈ ગતાગમ જણાતી નથી, ગતાગમવાળો કોઈ નીકળે તો તેને તે વસ્તુની વૃદ્ધિમાં વિઘ્ન કરનારા નીકળે, પણ સહાયક ન થાય, એવી આજની કાળચર્યા છે. એમ કેળવણી પામેલાને ધર્મની દુર્લભતા થઈ પડી છે.