SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ 116] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ 15 આ સ્થળને કાળ ઈ. સ. પૂર્વે 300 ને બાંધવામાં આવ્યો છે. ખંડગિરિ-ઉદયગિરિની ટેકરીઓ પરથી મળી આવેલા શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે સમ્રાટ ખારવેલે તેના રાજ્યના અમલના પ્રથમ વર્ષમાં તેની રાજ્યધાની કલિંનગરના ગઢની રામ અને દરવાજાઓનું મરામત કામ કરાવ્યું હતું. આ ટેકરીઓની આસપાસ આજ પર્યત આ શિશુપાલગઢનું જ અસ્તિત્વ હેય એમ જણાયું છે અને તેથી કલિંગનગર તે આ જ શિશુપાલગઢ હોવું જોઈએ એવું માનવાને કારણું મળે છે. ત્યાં તે વખતે ખારવેલના રાજ્ય અમલનું કલિંગ સામ્રાજ્ય પ્રવર્તમાન હોવું જોઈએ એવું અનુમાન બાંધવામાં આવ્યું છે. છે. આ સ્થળેથી પ્રાપ્ત થતા પુરાવાઓ ઉપરથી એમ કહી શકાય કે અહીં ઈ. સ. પછીના ચોથા સૈકાના મધ્યકાળ સુધી વસવાટ રહ્યો હતો. જો કે કેટલાંક લખાણો ઉપરથી એવું પણ સમજાય છે કે અહીં છેક મધ્યયુગ સુધી લોકો વસવાટ કરીને રહેતા હતા. આપણુ પુરાતન ઈતિહાસ ઉપર આ શોધળની ઘણી અસર થઈ છે. પહેલાં પ્રથમ તે 2100 વર્ષ પુરાણું કિલ્લાની અને તેના વિશાળ દરવાજા અને દીવાની સપ્રમાણ બાંધણીની શોધથી આપણું પુરાતત્ત્વજ્ઞાનમાં એક વિશિષ્ટ ઉમેરો થયો છે. કેઈ પણ પ્રકારની પરદેશી અસર વિનાની બાંધણીવાળા સ્થાપત્યનો આ નમૂને હિંદને ગૌરવ આપનાર છે.' મળી આવેલાં કેટલાંક સચિત્ર માટીનાં વાસણો ઉપરથી એવું પણ અનુમાન બાંધવામાં આવે છે કે હિંદના પૂર્વ વિસ્તારના કલિંગ સમ્રાટને, સીધી યા આડકતરી રીતે રામન સમ્રાટ સાથે ભૂમધ્ય સાગરની દુનિયા સાથે સંપર્ક હોવો જોઈએ. પ્રજાબંધુ’] [ તા. 15 ઓગસ્ટ સને 1948 _ અનુસંધાન પૃષ્ઠ ૧૧૩નું ચાલુ ] શાતિરિ થયા છે અને બંનેના ગુરુનું નામ સુમતિ છે. એમના એક વિ. સં. ૧૫૯૭માં થઈ ગયા છે તે બીજા એમના કરતાં કેટલીક પેઢીઓ પૂર્વે થયા છે. - જે. સા. સં. ઈ. (પૃ. પર૬)માં “સાંડેર' ગચ્છને ઉલ્લેખ છે તે જ “સંઢેર' છે. અહીં સૂચવાયું છે કે વિ. સં. ૧૫૫૦ની આસપાસમાં “સાંડેર' કચ્છના સુમતિસૂરિના શિષ્ય સાગરદત્તરાસ રમે છે, અને આ શાન્તિસૂરિના શિષ્ય ઇશ્વરસૂરિએ વિ. સં. ૧૫૬૧માં લલિતાં ચરિત્ર રચ્યું છે. આ પ્રમાણે અહીં “સમાનનામક મુનિવ” નામની જે લેખમાળા મેં લખવા ધારી છે તેને “લેખાંક 1" પૂરે થાય છે. હવે પછી “લેખાંક 2" તરીકે “મહેશ્વર' નામક સરિઓ આપવા વિચાર છે. 1. દાનનું માહાત્મ દર્શાવનારી આ કૃતિમાં 137 કડીઓ છે. એ પાઈ અવઢ અને ગુજ. રાતી એમ ત્રણ ભાષામાં ગુંથાયેલી છે. 2. આ તૈયાર કરવામાં મને માલવણિયાની પ્રસ્તાવના વિશેષતઃ પ્રેરક તેમજ સહાયક નિવડી છે એથી હું એ બાબતની અહીં સાભાર નોંધ લઉં છું.
SR No.249689
Book TitleShishupal Gadh
Original Sutra AuthorN/A
AuthorPrajabandhu
PublisherPrajabandhu
Publication Year
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size235 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy