Book Title: Shishupal Gadh
Author(s): Prajabandhu
Publisher: Prajabandhu

View full book text
Previous | Next

Page 1
________________ શિશુપાલગઢ [ ૨૧૦૦ વર્ષ પુરાણું કિલો] ભારતવર્ષનાં અવશેષોમાંથી સમ્રાટ ખારવેલને કંડારેલો જે ઈતિહાસ મળી આવ્યા છે તે જૈન ઈતિહાસના પુરાવાની નાનીસૂની સિદ્ધિ ન ગણાય. પુરાતત્ત્વજ્ઞોએ એમાં અસંદિગ્ધ જૈનત્વનાં દર્શન કર્યા ને એ શિલાલેખને જેન તરીકે કબુલ્યો ને વધાવ્યો. આજ સુધીમાં એવાં કેટલાંયે જેનશૈલિનાં સ્થાપત્યો, મૂર્તિઓ, આલેખે કંઈક સંદિગ્ધ કે ભળતાં લાગ્યાં તે બૌદ્ધ ને બ્રાહ્મણધર્મના નામે ચડી ગયા, કેમકે ઇતિહાસના અનુસંધાનમાં બૌદ્ધ સાહિત્ય કે હિંદુ પુરાણ એટલે આધાર જેન અનુકૃતિઓને લેવાય નથી અને તેથી જ અમે કહી શકીએ એમ છીએ કે એ અવશેષોનું એ દ્રષ્ટિએ પુનરાવર્તન કરવામાં આવે તો કેટલાયે નિર્ણય ફેરવવા પડે. ખારવેલના આ શિલાલેખ માટે એવું બન્યું નથી એ આનંદદાયક હકીકત છે. એ જ શિલાલેખવાળી ભૂમિ જે એકસાના ઉદયગિરિ અને ખંડગિરિ નામે ઓળખાય છે ત્યાં નવા ખોદકામથી જે વધુ જાણવાલાયક હકીકત મળી છે તે જેને માટે ઉપગી હેવાથી વાચકે સમક્ષ રજૂ કરીએ છીએ. સંપા. પ્રાચીન અવશેના સંબંધમાં હિંદ ઘણે સમૃદ્ધ દેશ છે. ભૂતકાળમાં હિંદના પુરાતન ઇતિહાસની શોધ અંગે ઘણું કામ કરવામાં આવેલું છે. તો પણ તેના પુરાતન અવશષને ઘણો મોટો ભાગ હજુયે સંશોધન વિના દટાયેલો પડયો છે. છેલ્લાં બે વર્ષ થયાં હિંદ સરકારના પુરાતત્વખાતા તરફથી કેટલુંક વ્યવસ્થિત ખોદકામ ચાલુ કરવામાં આવ્યું છે. પિડીચેરી આગળ આરિકામડુ પાસે અને મહિસર રાજ્યમાં બ્રહમગિરિ અને ચાવલિ આગળ યોજનાપૂર્વક પુરાતત્વ અવશેષો મેળવવાને ખોદકામ ચાલુ કરવામાં આવેલું છે. પુરાણી સંસ્કૃતિઓને કડીબંધ ઈતિહાસ મેળવવાના દ્રષ્ટિબિન્દુથી આ કાર્ય હાથ ધરવામાં આવેલ છે. એમ માનવામાં આવે છે કે આ સંસ્કૃતિઓ એક બીજાની ગાઢી અસર હેઠળ આવેલી હતી. ઈ. સ. ની આસપાસના સમયની દક્ષિણાત્ય સંસ્કૃતિઓના સપષ્ટ ચિત્રો હવે આલેખી શકાય એમ છે. દક્ષિણમાં શરૂ કરેલું કામ ઉત્તર તરફ ગતિમાન થયું છે. નજદીકના જ ભવિષ્યમાં હજુ સુધી અસ્પષ્ટ રહેલું બૌદ્ધિક, ઓપનિષદિક, બ્રાહ્મણિક અને પૂર્વવેદિક સંસ્કૃતિઓની કલાઓ અને ગુદાનું ચોક્કસ માપ કાઢી શકાશે, અને ઈ. સ. પૂર્વે ત્રણ હજાર વર્ષની સિંધુસંસ્કૃતિ અને ઈ. સ. પૂર્વ ત્રીજા-ચોથા સૈકાની સંસ્કૃતિ વચ્ચેની કડીઓ સાંધી શકાશે. એરિસ્સા વિસ્તારમાં ભુવનેશ્વર નજદીક પૂર્વ તરફ બે માઈલ દૂર બેદી કાઢવામાં

Loading...

Page Navigation
1 2 3