Book Title: Shishupal Gadh
Author(s): Prajabandhu
Publisher: Prajabandhu
Catalog link: https://jainqq.org/explore/249689/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શિશુપાલગઢ [ ૨૧૦૦ વર્ષ પુરાણું કિલો] ભારતવર્ષનાં અવશેષોમાંથી સમ્રાટ ખારવેલને કંડારેલો જે ઈતિહાસ મળી આવ્યા છે તે જૈન ઈતિહાસના પુરાવાની નાનીસૂની સિદ્ધિ ન ગણાય. પુરાતત્ત્વજ્ઞોએ એમાં અસંદિગ્ધ જૈનત્વનાં દર્શન કર્યા ને એ શિલાલેખને જેન તરીકે કબુલ્યો ને વધાવ્યો. આજ સુધીમાં એવાં કેટલાંયે જેનશૈલિનાં સ્થાપત્યો, મૂર્તિઓ, આલેખે કંઈક સંદિગ્ધ કે ભળતાં લાગ્યાં તે બૌદ્ધ ને બ્રાહ્મણધર્મના નામે ચડી ગયા, કેમકે ઇતિહાસના અનુસંધાનમાં બૌદ્ધ સાહિત્ય કે હિંદુ પુરાણ એટલે આધાર જેન અનુકૃતિઓને લેવાય નથી અને તેથી જ અમે કહી શકીએ એમ છીએ કે એ અવશેષોનું એ દ્રષ્ટિએ પુનરાવર્તન કરવામાં આવે તો કેટલાયે નિર્ણય ફેરવવા પડે. ખારવેલના આ શિલાલેખ માટે એવું બન્યું નથી એ આનંદદાયક હકીકત છે. એ જ શિલાલેખવાળી ભૂમિ જે એકસાના ઉદયગિરિ અને ખંડગિરિ નામે ઓળખાય છે ત્યાં નવા ખોદકામથી જે વધુ જાણવાલાયક હકીકત મળી છે તે જેને માટે ઉપગી હેવાથી વાચકે સમક્ષ રજૂ કરીએ છીએ. સંપા. પ્રાચીન અવશેના સંબંધમાં હિંદ ઘણે સમૃદ્ધ દેશ છે. ભૂતકાળમાં હિંદના પુરાતન ઇતિહાસની શોધ અંગે ઘણું કામ કરવામાં આવેલું છે. તો પણ તેના પુરાતન અવશષને ઘણો મોટો ભાગ હજુયે સંશોધન વિના દટાયેલો પડયો છે. છેલ્લાં બે વર્ષ થયાં હિંદ સરકારના પુરાતત્વખાતા તરફથી કેટલુંક વ્યવસ્થિત ખોદકામ ચાલુ કરવામાં આવ્યું છે. પિડીચેરી આગળ આરિકામડુ પાસે અને મહિસર રાજ્યમાં બ્રહમગિરિ અને ચાવલિ આગળ યોજનાપૂર્વક પુરાતત્વ અવશેષો મેળવવાને ખોદકામ ચાલુ કરવામાં આવેલું છે. પુરાણી સંસ્કૃતિઓને કડીબંધ ઈતિહાસ મેળવવાના દ્રષ્ટિબિન્દુથી આ કાર્ય હાથ ધરવામાં આવેલ છે. એમ માનવામાં આવે છે કે આ સંસ્કૃતિઓ એક બીજાની ગાઢી અસર હેઠળ આવેલી હતી. ઈ. સ. ની આસપાસના સમયની દક્ષિણાત્ય સંસ્કૃતિઓના સપષ્ટ ચિત્રો હવે આલેખી શકાય એમ છે. દક્ષિણમાં શરૂ કરેલું કામ ઉત્તર તરફ ગતિમાન થયું છે. નજદીકના જ ભવિષ્યમાં હજુ સુધી અસ્પષ્ટ રહેલું બૌદ્ધિક, ઓપનિષદિક, બ્રાહ્મણિક અને પૂર્વવેદિક સંસ્કૃતિઓની કલાઓ અને ગુદાનું ચોક્કસ માપ કાઢી શકાશે, અને ઈ. સ. પૂર્વે ત્રણ હજાર વર્ષની સિંધુસંસ્કૃતિ અને ઈ. સ. પૂર્વ ત્રીજા-ચોથા સૈકાની સંસ્કૃતિ વચ્ચેની કડીઓ સાંધી શકાશે. એરિસ્સા વિસ્તારમાં ભુવનેશ્વર નજદીક પૂર્વ તરફ બે માઈલ દૂર બેદી કાઢવામાં Page #2 -------------------------------------------------------------------------- ________________ અંક ૫] શિક્ષુપાલગઢ [ ૧૧૫ આવેલા શિશુપાલગઢ નામના એક મજબૂત કિલ્લાની શોધખેાળ, એ આ દિશામાં થયેલી પ્રગતિનું સૂચન કરે છે. આ ખાદકામ પુરાતત્ત્વખાતાના સુપરિન્ટેન્ડન્ટ શ્રી. બી. બી. લાક્ષની ક્રૅખરેખ નીચે કરવામાં આવ્યું હતું અને ક્રિંદની કેટલીક વિદ્યાપીઠા અને સસ્થાઓ સાથે જોડાચેલા તથા અન્ય વિદ્વાના ઉપરાંત ચીન અને સીલેનમાંથી આવેલા વિદ્વાનેાએ પણ આ કામાં ભાગ લીધેા હતેા. ખાદકામ ચાલુ હતું ત્યારે હિંદના પુરાતત્ત્વ વિભાગના ડિરેકટર જનરલ ડેા. એન. પી. ચક્રવર્તીએ આ સ્થળેાની વારંવાર મુલાકાત લીધી હતી. શિશુપાલગઢની રાંગ આસપાસ અત્યારે જે જલસ્રોત વહી રહ્યો છે તે પુરાણા કાળમાં ગઢની આસપાસ ફરતી ઊંડી ખાઈનું સૂચન કરે છે. શિશુપાલગઢને વિસ્તાર આશ્રમુગ્ધ કરે એવા સપ્રમાણ છે. તે સમચેારસ જણાય છે. પ્રત્યેક બાજી આસરે પાણા માઈલ લાંખી છે. પ્રત્યેક બાજુએ મે એમ કુલ આઠ વિશાળ દરવાજા છે. તે ઉપરાંત ઠેરઠેર અનેક નાનાં નાકાંમેં પશુ છે. ખાદકામથી જાણવા મળ્યું છે કે શરૂઆતમાં આ ગઢની દીવાલા પાયામાં ૧૦૦ ફૂટ પહેાળી અને ૨૫ ફૂટ ઊંચી હાવી જોઈએ, ખીજે તબક્કે ત્રણ કે ચાર ફૂટ જાડુ પથ્થરનુ` આવરણ ચણી લેવામાં આવ્યું હશે. ત્રોજે તબક્કે ગઢની દીવાલની બંને બાજુએ પાકી ઈટનું ચણતર ચણી લેવામાં આવ્યું હોવું જોઇએ, અને માટીનું વચ્ચેનું પડ જેમનુ તેમ રહેવા દીધુ હાવુ જોઈએ. ત્યાર આઠમાના એક વિશાળ દરવાજાનું ખેાદકામ કરતાં માલુમ પડ્યું છે કે આ દરન વાજો ૧૫ ફૂટ પહોળા છે અને તેના દરવાન આગળ ૧૩ ફૂટ સાંકડા છે. દરવાજાની બન્ને બાજુએ પાંચ કે છ ફૂટ પહેાળા વિશેષ અવરજવર માટે માર્ગો છે. રાત્રે જ્યારે વાહનવ્યવહાર અધ થઈ જતા અને મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવતા મેાડા આવનારાએ આ સાંકડા દરવાજાના ઉપયોગ કરી શકતા. મૌર્યકાળના વિચક્ષણુ મુત્સદી કૌટિલ્યે તેના અર્થશાસ્ત્રમાં દુર્ગોંમાં દાખલ થવાની આ પ્રકારની સગવડ આપતા માગતા ઉલ્લેખ કરેલા છે. દરવાજાની બંને બાજુએ ૬૩ ફૂટ લાંબા અને ૨૮ ફૂટ પહેાળા મિનારા હતા અને તેની ટાચ પર જવાને પથ્થરનાં સાપાના બાંધવામાં આવેલાં હતાં. ગઢના મધ્ય ભાગમાં સાળ સ્ત ંભ છે. જે તે જમાનાના સભાગૃહના ખ્યાલ આપે છે, ભૂગર્ભ માંની જળસપાટીથી પશુ નીચે પંદર ફીટ ઊડે સુધી ખાદકામ કરવામાં આવ્યું હતું. અને પાણી ખેંચી કાઢવામાં પમ્પીંગ યંત્રો અને અન્ય સાધતાના ઉપયોગ કરવામાં આવ્યેા હતેા. કેટલીક નાની નાની વસ્તુઓ પણ શોધો કાઢવામાં આવી છે. તેમાં દેહસાદનાં સાધના જેમ કે–એરીંગ, માળા, કાચની બંગડી, કિંમતી પથ્થરી અને હાથીદાંતનાં સુશાભને આદિના સમાવેશ થાય છે. તે ઉપરાંત જ્ઞાન્તિકાળ અને યુદ્ધકાળમાં ખપ લાગતાં લેાઢાનાં ઓજારા, શસ્ત્રો પણ મળી આવ્યાં છે. સેાનું, ચાંદી, તાંબુ, સીસું વગેરે ધાતુના કેટલાક સિક્કાએ પણુ મળી આવ્યા છે. આ સિક્કાઓ ઉપલા ચરમાંથી મળી આવ્યા છે અને તે ઇ. સ. પછીના ખીજાથી એા સૈકાઓના હાય એમ માલુમ પડે છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ 116] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ 15 આ સ્થળને કાળ ઈ. સ. પૂર્વે 300 ને બાંધવામાં આવ્યો છે. ખંડગિરિ-ઉદયગિરિની ટેકરીઓ પરથી મળી આવેલા શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે સમ્રાટ ખારવેલે તેના રાજ્યના અમલના પ્રથમ વર્ષમાં તેની રાજ્યધાની કલિંનગરના ગઢની રામ અને દરવાજાઓનું મરામત કામ કરાવ્યું હતું. આ ટેકરીઓની આસપાસ આજ પર્યત આ શિશુપાલગઢનું જ અસ્તિત્વ હેય એમ જણાયું છે અને તેથી કલિંગનગર તે આ જ શિશુપાલગઢ હોવું જોઈએ એવું માનવાને કારણું મળે છે. ત્યાં તે વખતે ખારવેલના રાજ્ય અમલનું કલિંગ સામ્રાજ્ય પ્રવર્તમાન હોવું જોઈએ એવું અનુમાન બાંધવામાં આવ્યું છે. છે. આ સ્થળેથી પ્રાપ્ત થતા પુરાવાઓ ઉપરથી એમ કહી શકાય કે અહીં ઈ. સ. પછીના ચોથા સૈકાના મધ્યકાળ સુધી વસવાટ રહ્યો હતો. જો કે કેટલાંક લખાણો ઉપરથી એવું પણ સમજાય છે કે અહીં છેક મધ્યયુગ સુધી લોકો વસવાટ કરીને રહેતા હતા. આપણુ પુરાતન ઈતિહાસ ઉપર આ શોધળની ઘણી અસર થઈ છે. પહેલાં પ્રથમ તે 2100 વર્ષ પુરાણું કિલ્લાની અને તેના વિશાળ દરવાજા અને દીવાની સપ્રમાણ બાંધણીની શોધથી આપણું પુરાતત્ત્વજ્ઞાનમાં એક વિશિષ્ટ ઉમેરો થયો છે. કેઈ પણ પ્રકારની પરદેશી અસર વિનાની બાંધણીવાળા સ્થાપત્યનો આ નમૂને હિંદને ગૌરવ આપનાર છે.' મળી આવેલાં કેટલાંક સચિત્ર માટીનાં વાસણો ઉપરથી એવું પણ અનુમાન બાંધવામાં આવે છે કે હિંદના પૂર્વ વિસ્તારના કલિંગ સમ્રાટને, સીધી યા આડકતરી રીતે રામન સમ્રાટ સાથે ભૂમધ્ય સાગરની દુનિયા સાથે સંપર્ક હોવો જોઈએ. પ્રજાબંધુ’] [ તા. 15 ઓગસ્ટ સને 1948 _ અનુસંધાન પૃષ્ઠ ૧૧૩નું ચાલુ ] શાતિરિ થયા છે અને બંનેના ગુરુનું નામ સુમતિ છે. એમના એક વિ. સં. ૧૫૯૭માં થઈ ગયા છે તે બીજા એમના કરતાં કેટલીક પેઢીઓ પૂર્વે થયા છે. - જે. સા. સં. ઈ. (પૃ. પર૬)માં “સાંડેર' ગચ્છને ઉલ્લેખ છે તે જ “સંઢેર' છે. અહીં સૂચવાયું છે કે વિ. સં. ૧૫૫૦ની આસપાસમાં “સાંડેર' કચ્છના સુમતિસૂરિના શિષ્ય સાગરદત્તરાસ રમે છે, અને આ શાન્તિસૂરિના શિષ્ય ઇશ્વરસૂરિએ વિ. સં. ૧૫૬૧માં લલિતાં ચરિત્ર રચ્યું છે. આ પ્રમાણે અહીં “સમાનનામક મુનિવ” નામની જે લેખમાળા મેં લખવા ધારી છે તેને “લેખાંક 1" પૂરે થાય છે. હવે પછી “લેખાંક 2" તરીકે “મહેશ્વર' નામક સરિઓ આપવા વિચાર છે. 1. દાનનું માહાત્મ દર્શાવનારી આ કૃતિમાં 137 કડીઓ છે. એ પાઈ અવઢ અને ગુજ. રાતી એમ ત્રણ ભાષામાં ગુંથાયેલી છે. 2. આ તૈયાર કરવામાં મને માલવણિયાની પ્રસ્તાવના વિશેષતઃ પ્રેરક તેમજ સહાયક નિવડી છે એથી હું એ બાબતની અહીં સાભાર નોંધ લઉં છું.