SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૫] શિક્ષુપાલગઢ [ ૧૧૫ આવેલા શિશુપાલગઢ નામના એક મજબૂત કિલ્લાની શોધખેાળ, એ આ દિશામાં થયેલી પ્રગતિનું સૂચન કરે છે. આ ખાદકામ પુરાતત્ત્વખાતાના સુપરિન્ટેન્ડન્ટ શ્રી. બી. બી. લાક્ષની ક્રૅખરેખ નીચે કરવામાં આવ્યું હતું અને ક્રિંદની કેટલીક વિદ્યાપીઠા અને સસ્થાઓ સાથે જોડાચેલા તથા અન્ય વિદ્વાના ઉપરાંત ચીન અને સીલેનમાંથી આવેલા વિદ્વાનેાએ પણ આ કામાં ભાગ લીધેા હતેા. ખાદકામ ચાલુ હતું ત્યારે હિંદના પુરાતત્ત્વ વિભાગના ડિરેકટર જનરલ ડેા. એન. પી. ચક્રવર્તીએ આ સ્થળેાની વારંવાર મુલાકાત લીધી હતી. શિશુપાલગઢની રાંગ આસપાસ અત્યારે જે જલસ્રોત વહી રહ્યો છે તે પુરાણા કાળમાં ગઢની આસપાસ ફરતી ઊંડી ખાઈનું સૂચન કરે છે. શિશુપાલગઢને વિસ્તાર આશ્રમુગ્ધ કરે એવા સપ્રમાણ છે. તે સમચેારસ જણાય છે. પ્રત્યેક બાજી આસરે પાણા માઈલ લાંખી છે. પ્રત્યેક બાજુએ મે એમ કુલ આઠ વિશાળ દરવાજા છે. તે ઉપરાંત ઠેરઠેર અનેક નાનાં નાકાંમેં પશુ છે. ખાદકામથી જાણવા મળ્યું છે કે શરૂઆતમાં આ ગઢની દીવાલા પાયામાં ૧૦૦ ફૂટ પહેાળી અને ૨૫ ફૂટ ઊંચી હાવી જોઈએ, ખીજે તબક્કે ત્રણ કે ચાર ફૂટ જાડુ પથ્થરનુ` આવરણ ચણી લેવામાં આવ્યું હશે. ત્રોજે તબક્કે ગઢની દીવાલની બંને બાજુએ પાકી ઈટનું ચણતર ચણી લેવામાં આવ્યું હોવું જોઇએ, અને માટીનું વચ્ચેનું પડ જેમનુ તેમ રહેવા દીધુ હાવુ જોઈએ. ત્યાર આઠમાના એક વિશાળ દરવાજાનું ખેાદકામ કરતાં માલુમ પડ્યું છે કે આ દરન વાજો ૧૫ ફૂટ પહોળા છે અને તેના દરવાન આગળ ૧૩ ફૂટ સાંકડા છે. દરવાજાની બન્ને બાજુએ પાંચ કે છ ફૂટ પહેાળા વિશેષ અવરજવર માટે માર્ગો છે. રાત્રે જ્યારે વાહનવ્યવહાર અધ થઈ જતા અને મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવતા મેાડા આવનારાએ આ સાંકડા દરવાજાના ઉપયોગ કરી શકતા. મૌર્યકાળના વિચક્ષણુ મુત્સદી કૌટિલ્યે તેના અર્થશાસ્ત્રમાં દુર્ગોંમાં દાખલ થવાની આ પ્રકારની સગવડ આપતા માગતા ઉલ્લેખ કરેલા છે. દરવાજાની બંને બાજુએ ૬૩ ફૂટ લાંબા અને ૨૮ ફૂટ પહેાળા મિનારા હતા અને તેની ટાચ પર જવાને પથ્થરનાં સાપાના બાંધવામાં આવેલાં હતાં. ગઢના મધ્ય ભાગમાં સાળ સ્ત ંભ છે. જે તે જમાનાના સભાગૃહના ખ્યાલ આપે છે, ભૂગર્ભ માંની જળસપાટીથી પશુ નીચે પંદર ફીટ ઊડે સુધી ખાદકામ કરવામાં આવ્યું હતું. અને પાણી ખેંચી કાઢવામાં પમ્પીંગ યંત્રો અને અન્ય સાધતાના ઉપયોગ કરવામાં આવ્યેા હતેા. કેટલીક નાની નાની વસ્તુઓ પણ શોધો કાઢવામાં આવી છે. તેમાં દેહસાદનાં સાધના જેમ કે–એરીંગ, માળા, કાચની બંગડી, કિંમતી પથ્થરી અને હાથીદાંતનાં સુશાભને આદિના સમાવેશ થાય છે. તે ઉપરાંત જ્ઞાન્તિકાળ અને યુદ્ધકાળમાં ખપ લાગતાં લેાઢાનાં ઓજારા, શસ્ત્રો પણ મળી આવ્યાં છે. સેાનું, ચાંદી, તાંબુ, સીસું વગેરે ધાતુના કેટલાક સિક્કાએ પણુ મળી આવ્યા છે. આ સિક્કાઓ ઉપલા ચરમાંથી મળી આવ્યા છે અને તે ઇ. સ. પછીના ખીજાથી એા સૈકાઓના હાય એમ માલુમ પડે છે.
SR No.249689
Book TitleShishupal Gadh
Original Sutra AuthorN/A
AuthorPrajabandhu
PublisherPrajabandhu
Publication Year
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size235 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy