________________
૧૧૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ નાગેન્દ્રકાના શાન્તિસૂરિ–ઉદયપ્રભે ઉપદેશમાલાની વૃત્તિ-કર્ણિકા રચી છે. એમાં એમણે પોતાની ગુરુપરંપરાને ઉલેખ કર્યો છે. એમના કથન મુજબ નાગેન્દ્રકુળના મહેન્દ્રસૂરિના પટ્ટધર તે શાન્તિસૂરિ છે. આ વૃત્તિમાં એમના પ્રશિષ્ય અમરચંદ્રને વિ. સં. ૧૧૫૦ થી ૧૧૯૯ સુધી રાજ્ય કરનારા સિદ્ધરાજની સભામાં પુષ્કળ માન મળતું હતું એમ કહ્યું છે, તે એ ઉપરથી આ શાતિરિ સિદ્ધરાજના સમયમયી કે પળ પૂર્વવતી હશે એમ લાગે છે.
પ્રાચીન જૈન લેખસંગ્રહમાંના ૩૮૧મા લેખમાં વિજયસેનસૂરિન જે ૧૨૮૮ ને અતિલેખ છે તેમાં શાન્તિસૂરિને ઉલ્લેખ મહેન્દ્રસૂરિના સંતાન તરીકે છે એથી આ સરિ દાય સાક્ષાત્ શિષ્ય ન પણ હોય. - જે. સા. સં. ઈ. (પૃ. ૩૯૦)માં કહ્યું છે કે વિ.સં. ૧૨૮૮ના બે શિલાલેખે “જૈન”ના તા. ૧૩-૧૧-૨૭ ના અંકમાં છપાયા છે. એમાં “ખંડેરક' ગ૭નાં આચાર્યોના ઉપાસક યૌવીરે કરાવેલા ચેત્યમાં શાન્તિસૂરિએ શાન્તિનાથનું બિંબ અને જિનયુગલની કાયોત્સર્ગસ્થ મતિઓ પ્રતિષ્ઠિત કર્યાને ઉલ્લેખ છે.
વહદ’ ગચ્છના શાનિતરિ–વીરસંવત ૧૬૩૧ માં અર્થાત વિ. સં. ૧૧૬૧ માં બૃહદગચ્છના નેમિચન્દ્રના શિષ્ય શાન્તિસૂરિએ પોતાના શિષ્ય મુનિચન્દ્ર માટે પૃથ્વીચંદ્ર- . થાત્રિ મ્યું છે. એમણે આ ચરિત્ર મોટું તેમજ નાનું એમ બે પ્રકારનું રચ્યું છે. વિશેજમાં ધમરયણુપયરણ (ધર્મરત્નપ્રકરણ) પણ એમની જ કૃતિ છે, કેમકે એમાં એમણે
ચિન્ધચરિત્ર જોવાની ભલામણ કરી છે. જે. સા. સં. ઈ. (પૃ. ૫૧૫)માં કહ્યું છે કે “વિ. સં. ૧૫૧૫ માં શાન્તાચાર્ય કૃત પૃથ્વીચન્દ્રમહર્ષિચરિતની પ્રત તાડપત્ર પર લખાઈ” - કવિ શાન્તિસૂરિ–શ્રી ચન્દ્રસૂરિએ વિ. સં. ૧૨૧૪માં સર્ણકુમારચયિ રચ્યું છે. આમાં એમણે પ્રારંભમાં અનેક કવિઓની પ્રશંસા કરી છે. તેમાંના એકનું નામ સાતિસૂરિ છે. (જુઓ જે. સા. સં ઈ. નું પૃ. ૨૭૭) આ શાન્તિસૂરિ તે કયા
ખોડિલ ગચ્છના શાન્તિસૂરિ–ભક્તામર સ્તોત્રની એક વૃત્તિ “ખંડિલ્ય ગચ્છના શાતિરિએ રચી છે એમ જૈન ગ્રન્થાવલી (૫. ૨૮૫)માં ઉલ્લેખ છે.
તપાગચ્છનાં શાન્તિસૂરિ જૈન ગૂર્જર કવિઓ (ભા. ૨, ૫, ૭૫૭)માં સચવાયા મુજબ વાદી દેવસૂરિએ પોતાના શિષ્યો પૈકી ચોવીસને “આચાર્ય પદવી આપી
૧. જૈ. સા. સં. ઈ. (પૃ. ૨૪૯) માં સૂચવાયા મુજબ સિદ્ધરાજે આને “સિંહશિશુક” એવું મિસ આપ્યું હતું.
૨. આ શાન્તિસૂરિએ સિદ્ધ નામના શ્રાવકે બંધાવેલા નેમિચેત્યમાં પિતાની પાટે આઠ આચાં નામે મહેન્દ્ર, વિજયસિંહ, દેવેન્દ્રચ%, ૫ાદેવ, પૂર્ણ ચન્દ્ર, જયદેવ, હેમપ્રભ અને જિનેચર સ્થાપ્યા અને પિતાને ગ૭ “પિપલ” ગચ્છ પ્રસિદ્ધ કર્યો. જાઓ જે. સા. સ.ઈ. (પૃ. ૨૩૮).
આ પિકી વિજયસિંહસૂરિએ વિ. સં. ૧૫૮૩ માં શ્રાવક પ્રતિકમણુસૂવ ઉપર ચૂર્ણિ રચી છે, આ બાબતમાં જણાવતાં જે. સા. સં. ઈ. (પૃ. ૨૫૦) માં એમના ગુરુ શાન્તિસૂરિને “ચન્દ્રગચ્છના સર્વદેવના પટ્ટધર કહ્યા છે. આ સર્વદેવના તે જ શું વાદિવેતાળના ગુરુ ગણાય ખરા ?