SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૫] શાન્તિ નામક સૂરિઓ ૧૧૧ સમ્મઈ પયરણનો ટીકાનો ઉપયોગ વિચારકલિકામાં કરાયો છે. આ ટીકાના કર્તા અભયદેવસરિન સમય વિ. સં. ૯૫૦થી ૧૦૫૦નો વચમાંનો ગણાય છે. એટલે આ ટીકાકાર પછી વિચારકલિકાના કર્તા શાન્તિસૂરિ થયા એમ આપણે કહી શકીએ. વિચારકલિકા (પૃ. ૭૭)માં અનન્તકીર્તિ તેમજ અનન્તવીર્યનાં નામ છે, જે આ અનન્તવીર્ય સર્વજ્ઞસિદ્ધિના કર્તા જ હોય તો એ વિ. સ. ૮૪૦થી ૧૯૮૨ના શાળામાં થઈ ગયા એમ શ્રી. નાથુરામ પ્રેમીનું કહેવું છે. પ્રભાચન્દ્રસૂરિને સમય વિ. સં. ૧૦૩૭ થી ૧૧૨૨ નો છે એમ ન્યાયયુદચન્દ્ર ( ભા. ૨)ની પ્રસ્તાવના (પૃ. ૧૮) માં ઉલ્લેખ છે. પ્રસ્તુત અનન્તવીર્ય એમની પૂર્વ થઈ ગયેલા છે એમ શ્રી મહેન્દ્રકુમારનું માનવું છે. ન્યાયાવતારના વાતિકની ૨૩, ૨૫, ૨૯, ૩૦, ૩૧ અને ૩૪ એ છ કારિકાઓ ઉત્પાદાદિસિદ્ધિની ટીકામાં ઉદ્દધૃત કરાઈ છે. જુઓ આ ટીકાનાં પત્ર કર ને ૧૩૨, ૨૨, ૨૬, ૨૮, ૨૮ અને ૧૧૯. આ ઉપરથી વાર્તિકકાર વિ. સં. ૧૨૦૭ પહેલાં થયાનું સિદ્ધ થાય છે. . કે. | વાતિકની ૫૩ મી કારિકા વાદી દેવસૂરિકૃત સ્યાદ્વાદરત્નાકર (પૃ. ૧૨૩૨, વસ્તુતઃ ૧૩૨) માં જોવાય છે. આ સુરિ વિ. સં. ૧૧૭૪માં આચાર્ય બન્યા અને વિ. સં. ૧૨૨૬માં સ્વર્ગ સંચર્યા. જે ઉપર્યુક્ત કારિકા વાતિકકારની જ હોય અને એ સ્યાદરત્નાકરમાં ઉદ્દધૃત કરાયેલી જ હોય તે આ હકીકતને આધારે વાર્તિકકારને લગભગ વિ. સં. ૧૧૭૫ની આસપાસમાં થયેલા માની શકાય. ન્યાયાવતારના ઉપર સિર્ષિની ટીકા છે અને એના ઉપર દેવભકનું ટિપ્પણ છે. વિસે સાવસ્મયભાસની બૃહદવૃત્તિ નામે શિષ્યહિતા માલધારી ” હેમચન્દ્રસૂરિએ વિ.સં. ૧૧૭૫ માં પૂર્ણ કરી. દેવભદ્રસૂરિએ મલધારી પાસે ભણતાં ભણતાં કરેલા ટિપ્પણ (પૃ. ૧૨) માં વાતિકની ચોથી કારિકા જોવાય છે. આથી પણ ઉપરનું અનુમાન સમર્થિત થાય છે. આ પ્રમાણેને ઊહાપોહ કરી માલવણિયાએ વાર્તિકકાર અને વૃત્તિકારને અભિનન ગણ એમનો સમય વિ. સં. ૧૦૫થ્થી ૧૧૭૫ નિધારિત કર્યો છે. પં. લાલચંદે આ શાન્તિસૂરિન સમય ૧૧ થી ૧૨ મી સદીના મધ્ય ભાગ માને છે, એટલે આમ આ બાબતમાં બંને એકમત છે. ૧ આ ટીકાનું સંપાદન-કાર્ય પં. સુખલાલ અને પં. બેચરદાસે કર્યું છે. એમાં મહત્વની કેટલીક ભૂલે છે એમ મુનિ શ્રીઅંબૂવિજયજીનું કહેવું છે. વિશેષમાં સાંભળ્યા મુજબ એમણે ૫. સુખલાલને આ ભૂલે કેટલાયે વખત થયાં બતાવી પણ છે. તે એનું શુદ્ધિપત્રક હવે તો સતવાર પ્રસિદ્ધ થવું ઘટે. જેથી આના અભ્યાસીને સુગમતા રહે. સાથે સાથે વિદવ લભ મુનિ શ્રીપુણયવિજયજીને પણ મારી સાદર વિજ્ઞપ્તિ છે કે આગમાદ્ધારકને હાથે સંપાદિત થયેલી આગમોની આવૃત્તિમાં જે અશુદ્ધિઓ હોવાનું એઓ અવારનવાર કહે છે તેનું શુદ્વિપત્રક તેઓ વિના વિલંબે પ્રસિદ્ધ કરે છે જેથી આગળ ઉપર એમણે હાથે તયાર થતાં સંરકરણની પ્રસિદ્ધિ સુધી આના સામાન્ય અભ્યાસીઓને રાહ જોવી ન પડે.
SR No.249688
Book TitleShanti Namak Surio
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size393 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy