________________
૧૧૦ ]' શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ સૌથી પ્રથમ વાતિકાર અને વૃત્તિકારને અભેદ સિદ્ધ થવો ઘટે. વાતિકકારે પિતાનો પરિચય વાર્તિકમાં સ્પષ્ટપણે કોઈ સ્થળે આપ્યો નથી. બાકી વાર્તિકના અંતિમ પહેલી અને પમી કારિકામાં સિદ્ધસેનને સૂર્યની ઉપમા આપી પોતાની જાતને પમી કારિકામાં ચન્દ્ર' તરીકે ઓળખાવી છે અને ચન્દ્ર શીતળ હોય છે, એ ઉપરથી એ “શાંતિ' સરિનું લેવાત્મક સૂચન છે એવી કલ્પના માલવણિયાએ કરી છે. વાતિકની :૧૯મી કારિકામાં “Rઃ' શબ્દ સમજાવતાં વૃત્તિકારે વાતિકકારનું નામ આપ્યું નથી એ અઝાનને આભારી નથી, પણ વૃત્તિકાર જાતે જ વાતિકકારને એમ સૂચવે છે. અહીં મને સંજયમંજરી ઉ૫ર ટીકા રચનારા કે જેઓ હેમહંસરિના શિષ્ય છે તેમણે મહેશ્વરસરિનું નામ ન આપતાં “પ્રકરણુકાર' કહ્યા છે, એ બાબત યાદ આવે છે. ૫૭ મી કારિકાની વૃત્તિ નથી એ પણ આ વિચારને પિષે છે. - કારિકા અને એની ટીકા એ બંનેના પ્રણેતા એક જ હોય એવી કેટલીક કૃતિઓ વાર્તિકકારના સમયમાં રચાયેલી જોવાય છે, એટલે પ્રસ્તુત વાર્તિકકાર, પણ એ જ કર્યું હશે. વાર્તિક એટલું બધું પ્રાચીન નથી કે એના કર્તાનું નામ ભૂલાઈ જાય.
આ પ્રમાણે કારણે દર્શાવી વાર્તિકકાર અને કૃતિકારને અભેદ સિદ્ધ કરાયો છે, બાકી સૂચીઓમાં તે વાર્તિકકારનું નામ જેવાતું નથી.
વાર્તિકની વૃત્તિના અંતમાં બે પદ્યો છે, તેમાં વૃત્તિકાર પિતાને “ચન્દ્ર' કુળના વર્ધમાનસૂરિના “શિષ્યાવયવ' તરીકે ઓળખાવે છે અને પિતાની કૃતિને વિચારકલિકા નામની વિકૃતિ કહે છે, આથી “વૃત્તિ” ન કહેતાં “વિવૃતિ' કહેવી વધારે ઉચિત જણાય છે.
શિષ્યાવયવ' ના શિષ્યાણ, શિષ્યવઅને શિષ્યલેશની પેઠે બે અર્થ સંભવે છે (૧) લઘુ શિષ્ય અને (૨) પ્રશિષ્ય. કેટલીક વાર ગચ્છનાયકને ગુરુ તરીકે ઓળખાવાય છે. આ પરિસ્થિતિમાં વિકૃતિકાર શાતિરિ તે વર્ધમાનસૂરિના શિષ્ય જ છે એમ સર્વાશે કહેવા હું તૈયાર નથી.
કલિકાલસર્વજ્ઞ” હેમચન્દ્રસૂરિના ગુરુભાઈ પ્રદ્યુમ્નસૂરિના શિષ્યાવયવ ચન્દ્રસેનસૂરિએ ઉપાદાદિસિદ્ધિપ્રકરણ સંસ્કૃતમાં ૩૨ ૫ઘોમાં રચ્યું છે. વિશેષમાં એના ઉપર એમણે વિ. સં. ૧૨૦૭ માં સંસ્કૃતમાં ટીકા રચી છે. આ ટીકા (પત્ર ૨૧૪)માં વિચારકલિકા નામની વિકૃતિ (પૃ. ૪૫)માં મળી આવતું અને ત્રવાર્થથી શરૂ થતું પા જેવાય છે. વળી સર્વરવાદમાં પૃ. ૨૯ વગેરેમાં મીમાંસકનો પૂર્વ પક્ષ વિચારકલિકાનાં પૃ. ૫ર ઇત્યાદિમીના આધારે રજૂ કરાયો છે. વિશેષમાં અહિની ચર્ચા માટે પણ આમ હકીકત છે. આ ૨ ત્રણ બાબતો વિચારતાં વિચારકલિકા વિ. સં. ૧૨૦૭ પહેલાં રચાઈ છે. એ હકીક્ત ફલિત થાય છે. ( ૧ વિઘાનનની આપ્તપરીક્ષા જિનેશ્વરનું પ્રમાલક્ષ્ય અને ચન્દ્રસેનનું ઉત્પાદાદિસિધિમકરણ,
૧ જુઓ ઉત્પાદાદિસિદ્ધિ ટીકા પત્ર ૬૭ અને વિચારકલિકા (૫, ૯૬). ૨ જુઓ માલવણિયાની પ્રસ્તાવના (૫, ૧૫૦ )