Book Title: Shanti Namak Surio
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 1
________________ શાન્તિ” નામક સૂરિઓ સમાનનામક મુનિવરે (લેખાંક ૧) લેખકઃ હીરાલાલ ૨. કાપડિયા. એમ. એ. [ ક્રમાંકઃ ૧ર થી ચાલુ] પૂર્ણતલગચ્છના શાન્તિરિ—તિલભંજરીન ટિપ્પણની પ્રશસ્તિ જોતાં એ ટિપ્પણના કર્તા “પૂર્ણતલ” ગચ્છના શાંતિસૂરિ છે એ વાત જાણી શકાય છે. આથી જે આ જ ટિપ્પણને અંગે કલ્યાણવિજ્યજીનું કથન હોય તે તે વિચારણીય કરે છે, કેમકે થારાપદ્ધ અને પૂર્ણતલ એ બે ગ૭ શું ભિન્ન નથી? મેઘાલ્યુદયકાવ્યની વૃતિ પૂર્ણ તલ્લ–મચ્છીય અને વર્ધમાનસૂરિના પટ્ટધર શાન્તિસૂરિએ રચી છે. પં. લાલચંદના મતે આ સૂરિએ :વૃન્દાવન-કાવ્ય, ઘટખપૃ૨-કાવ્ય, શિવભદ્ર-કાવ્ય અને ચન્દ્રદૂત એ ચાર યમક કાવ્યોની પણ ટીકા રચી છે અને આ સૂરિનો સમય વિક્રમની ૧૧મીથી ૧૨મી સદીની વચમાને છે. ઉપર્યુક્ત ટિપ્પણકાર તે જ પાંચ યમક-કાવ્યના કૃત્તિકાર છે એમ ન માનવા માટે કઈ બાધક પ્રમાણુ જણાતું નથી એટલે એ પરિસ્થિતિમાં હું આ અભિન્નતા સ્વીકારું છું. બાકી પૂર્ણતલ ગ૭માં વિક્રમની ૧૧મી-૧૨મી સદીમાં બીજા કોઈ શાન્તિસૂરિ થયાને પ્રામાણિક ઉલ્લેખ મળી આવે તે હું મારા મત બદલું. ૧ ન્યાયાવતારના વાર્તિકકાર અને વૃત્તિ (વિવૃતિકાર) કણ?—ઉપર્યુક્ત પર્ણતલ-ગચ્છીય અને વર્ધમાનસૂરિના પટ્ટધરને જ ન્યાયાવતારની વાતિક વૃત્તિના કતા છે એમ પં. લાલચન્દ્રનું અને એમના આધારે સ્વ. મે. દ. દેસાઈનું માનવું છે. એમ માલવણિયા કહે છે, અને એઓ પણ આ મતને અનુસરે છે, કેમકે “વધ માન” એ નામ અન્ય શાન્તિસૂરિઓના ગુરુ તરીકે જાણવામાં નથી અને અન્ય શાન્તિસૂરિઓ સાથે આ વાર્તિકકારને અભેદ સિદ્ધ થતો નથી તેથી તેઓ પૂર્ણતલગચ્છના જ છે એમ એઓ કહે છે. પણ આ મારા નમ્ર મંતવ્ય પ્રમાણે માલવણિયાની દલીલે ચકાસી જોવા જેવી છે. ૧ આને બીજો શ્લોક હરિભદ્રસૂરિએ ધર્મવાદ' નામના તેરમા અષ્ટકમાં પાંચમા પદ્ય તરીકે ભાડે છે અને ચોથા પદ્યમાં એના કર્તા તરીકે “મહામતિને ઉલ્લેખ કર્યો છે. ૨:આનું નામ વિચારકલિકા છે.

Loading...

Page Navigation
1 2 3 4 5