Book Title: Shanti Namak Surio
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia
Catalog link: https://jainqq.org/explore/249688/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શાન્તિ” નામક સૂરિઓ સમાનનામક મુનિવરે (લેખાંક ૧) લેખકઃ હીરાલાલ ૨. કાપડિયા. એમ. એ. [ ક્રમાંકઃ ૧ર થી ચાલુ] પૂર્ણતલગચ્છના શાન્તિરિ—તિલભંજરીન ટિપ્પણની પ્રશસ્તિ જોતાં એ ટિપ્પણના કર્તા “પૂર્ણતલ” ગચ્છના શાંતિસૂરિ છે એ વાત જાણી શકાય છે. આથી જે આ જ ટિપ્પણને અંગે કલ્યાણવિજ્યજીનું કથન હોય તે તે વિચારણીય કરે છે, કેમકે થારાપદ્ધ અને પૂર્ણતલ એ બે ગ૭ શું ભિન્ન નથી? મેઘાલ્યુદયકાવ્યની વૃતિ પૂર્ણ તલ્લ–મચ્છીય અને વર્ધમાનસૂરિના પટ્ટધર શાન્તિસૂરિએ રચી છે. પં. લાલચંદના મતે આ સૂરિએ :વૃન્દાવન-કાવ્ય, ઘટખપૃ૨-કાવ્ય, શિવભદ્ર-કાવ્ય અને ચન્દ્રદૂત એ ચાર યમક કાવ્યોની પણ ટીકા રચી છે અને આ સૂરિનો સમય વિક્રમની ૧૧મીથી ૧૨મી સદીની વચમાને છે. ઉપર્યુક્ત ટિપ્પણકાર તે જ પાંચ યમક-કાવ્યના કૃત્તિકાર છે એમ ન માનવા માટે કઈ બાધક પ્રમાણુ જણાતું નથી એટલે એ પરિસ્થિતિમાં હું આ અભિન્નતા સ્વીકારું છું. બાકી પૂર્ણતલ ગ૭માં વિક્રમની ૧૧મી-૧૨મી સદીમાં બીજા કોઈ શાન્તિસૂરિ થયાને પ્રામાણિક ઉલ્લેખ મળી આવે તે હું મારા મત બદલું. ૧ ન્યાયાવતારના વાર્તિકકાર અને વૃત્તિ (વિવૃતિકાર) કણ?—ઉપર્યુક્ત પર્ણતલ-ગચ્છીય અને વર્ધમાનસૂરિના પટ્ટધરને જ ન્યાયાવતારની વાતિક વૃત્તિના કતા છે એમ પં. લાલચન્દ્રનું અને એમના આધારે સ્વ. મે. દ. દેસાઈનું માનવું છે. એમ માલવણિયા કહે છે, અને એઓ પણ આ મતને અનુસરે છે, કેમકે “વધ માન” એ નામ અન્ય શાન્તિસૂરિઓના ગુરુ તરીકે જાણવામાં નથી અને અન્ય શાન્તિસૂરિઓ સાથે આ વાર્તિકકારને અભેદ સિદ્ધ થતો નથી તેથી તેઓ પૂર્ણતલગચ્છના જ છે એમ એઓ કહે છે. પણ આ મારા નમ્ર મંતવ્ય પ્રમાણે માલવણિયાની દલીલે ચકાસી જોવા જેવી છે. ૧ આને બીજો શ્લોક હરિભદ્રસૂરિએ ધર્મવાદ' નામના તેરમા અષ્ટકમાં પાંચમા પદ્ય તરીકે ભાડે છે અને ચોથા પદ્યમાં એના કર્તા તરીકે “મહામતિને ઉલ્લેખ કર્યો છે. ૨:આનું નામ વિચારકલિકા છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ]' શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ સૌથી પ્રથમ વાતિકાર અને વૃત્તિકારને અભેદ સિદ્ધ થવો ઘટે. વાતિકકારે પિતાનો પરિચય વાર્તિકમાં સ્પષ્ટપણે કોઈ સ્થળે આપ્યો નથી. બાકી વાર્તિકના અંતિમ પહેલી અને પમી કારિકામાં સિદ્ધસેનને સૂર્યની ઉપમા આપી પોતાની જાતને પમી કારિકામાં ચન્દ્ર' તરીકે ઓળખાવી છે અને ચન્દ્ર શીતળ હોય છે, એ ઉપરથી એ “શાંતિ' સરિનું લેવાત્મક સૂચન છે એવી કલ્પના માલવણિયાએ કરી છે. વાતિકની :૧૯મી કારિકામાં “Rઃ' શબ્દ સમજાવતાં વૃત્તિકારે વાતિકકારનું નામ આપ્યું નથી એ અઝાનને આભારી નથી, પણ વૃત્તિકાર જાતે જ વાતિકકારને એમ સૂચવે છે. અહીં મને સંજયમંજરી ઉ૫ર ટીકા રચનારા કે જેઓ હેમહંસરિના શિષ્ય છે તેમણે મહેશ્વરસરિનું નામ ન આપતાં “પ્રકરણુકાર' કહ્યા છે, એ બાબત યાદ આવે છે. ૫૭ મી કારિકાની વૃત્તિ નથી એ પણ આ વિચારને પિષે છે. - કારિકા અને એની ટીકા એ બંનેના પ્રણેતા એક જ હોય એવી કેટલીક કૃતિઓ વાર્તિકકારના સમયમાં રચાયેલી જોવાય છે, એટલે પ્રસ્તુત વાર્તિકકાર, પણ એ જ કર્યું હશે. વાર્તિક એટલું બધું પ્રાચીન નથી કે એના કર્તાનું નામ ભૂલાઈ જાય. આ પ્રમાણે કારણે દર્શાવી વાર્તિકકાર અને કૃતિકારને અભેદ સિદ્ધ કરાયો છે, બાકી સૂચીઓમાં તે વાર્તિકકારનું નામ જેવાતું નથી. વાર્તિકની વૃત્તિના અંતમાં બે પદ્યો છે, તેમાં વૃત્તિકાર પિતાને “ચન્દ્ર' કુળના વર્ધમાનસૂરિના “શિષ્યાવયવ' તરીકે ઓળખાવે છે અને પિતાની કૃતિને વિચારકલિકા નામની વિકૃતિ કહે છે, આથી “વૃત્તિ” ન કહેતાં “વિવૃતિ' કહેવી વધારે ઉચિત જણાય છે. શિષ્યાવયવ' ના શિષ્યાણ, શિષ્યવઅને શિષ્યલેશની પેઠે બે અર્થ સંભવે છે (૧) લઘુ શિષ્ય અને (૨) પ્રશિષ્ય. કેટલીક વાર ગચ્છનાયકને ગુરુ તરીકે ઓળખાવાય છે. આ પરિસ્થિતિમાં વિકૃતિકાર શાતિરિ તે વર્ધમાનસૂરિના શિષ્ય જ છે એમ સર્વાશે કહેવા હું તૈયાર નથી. કલિકાલસર્વજ્ઞ” હેમચન્દ્રસૂરિના ગુરુભાઈ પ્રદ્યુમ્નસૂરિના શિષ્યાવયવ ચન્દ્રસેનસૂરિએ ઉપાદાદિસિદ્ધિપ્રકરણ સંસ્કૃતમાં ૩૨ ૫ઘોમાં રચ્યું છે. વિશેષમાં એના ઉપર એમણે વિ. સં. ૧૨૦૭ માં સંસ્કૃતમાં ટીકા રચી છે. આ ટીકા (પત્ર ૨૧૪)માં વિચારકલિકા નામની વિકૃતિ (પૃ. ૪૫)માં મળી આવતું અને ત્રવાર્થથી શરૂ થતું પા જેવાય છે. વળી સર્વરવાદમાં પૃ. ૨૯ વગેરેમાં મીમાંસકનો પૂર્વ પક્ષ વિચારકલિકાનાં પૃ. ૫ર ઇત્યાદિમીના આધારે રજૂ કરાયો છે. વિશેષમાં અહિની ચર્ચા માટે પણ આમ હકીકત છે. આ ૨ ત્રણ બાબતો વિચારતાં વિચારકલિકા વિ. સં. ૧૨૦૭ પહેલાં રચાઈ છે. એ હકીક્ત ફલિત થાય છે. ( ૧ વિઘાનનની આપ્તપરીક્ષા જિનેશ્વરનું પ્રમાલક્ષ્ય અને ચન્દ્રસેનનું ઉત્પાદાદિસિધિમકરણ, ૧ જુઓ ઉત્પાદાદિસિદ્ધિ ટીકા પત્ર ૬૭ અને વિચારકલિકા (૫, ૯૬). ૨ જુઓ માલવણિયાની પ્રસ્તાવના (૫, ૧૫૦ ) Page #3 -------------------------------------------------------------------------- ________________ અંક ૫] શાન્તિ નામક સૂરિઓ ૧૧૧ સમ્મઈ પયરણનો ટીકાનો ઉપયોગ વિચારકલિકામાં કરાયો છે. આ ટીકાના કર્તા અભયદેવસરિન સમય વિ. સં. ૯૫૦થી ૧૦૫૦નો વચમાંનો ગણાય છે. એટલે આ ટીકાકાર પછી વિચારકલિકાના કર્તા શાન્તિસૂરિ થયા એમ આપણે કહી શકીએ. વિચારકલિકા (પૃ. ૭૭)માં અનન્તકીર્તિ તેમજ અનન્તવીર્યનાં નામ છે, જે આ અનન્તવીર્ય સર્વજ્ઞસિદ્ધિના કર્તા જ હોય તો એ વિ. સ. ૮૪૦થી ૧૯૮૨ના શાળામાં થઈ ગયા એમ શ્રી. નાથુરામ પ્રેમીનું કહેવું છે. પ્રભાચન્દ્રસૂરિને સમય વિ. સં. ૧૦૩૭ થી ૧૧૨૨ નો છે એમ ન્યાયયુદચન્દ્ર ( ભા. ૨)ની પ્રસ્તાવના (પૃ. ૧૮) માં ઉલ્લેખ છે. પ્રસ્તુત અનન્તવીર્ય એમની પૂર્વ થઈ ગયેલા છે એમ શ્રી મહેન્દ્રકુમારનું માનવું છે. ન્યાયાવતારના વાતિકની ૨૩, ૨૫, ૨૯, ૩૦, ૩૧ અને ૩૪ એ છ કારિકાઓ ઉત્પાદાદિસિદ્ધિની ટીકામાં ઉદ્દધૃત કરાઈ છે. જુઓ આ ટીકાનાં પત્ર કર ને ૧૩૨, ૨૨, ૨૬, ૨૮, ૨૮ અને ૧૧૯. આ ઉપરથી વાર્તિકકાર વિ. સં. ૧૨૦૭ પહેલાં થયાનું સિદ્ધ થાય છે. . કે. | વાતિકની ૫૩ મી કારિકા વાદી દેવસૂરિકૃત સ્યાદ્વાદરત્નાકર (પૃ. ૧૨૩૨, વસ્તુતઃ ૧૩૨) માં જોવાય છે. આ સુરિ વિ. સં. ૧૧૭૪માં આચાર્ય બન્યા અને વિ. સં. ૧૨૨૬માં સ્વર્ગ સંચર્યા. જે ઉપર્યુક્ત કારિકા વાતિકકારની જ હોય અને એ સ્યાદરત્નાકરમાં ઉદ્દધૃત કરાયેલી જ હોય તે આ હકીકતને આધારે વાર્તિકકારને લગભગ વિ. સં. ૧૧૭૫ની આસપાસમાં થયેલા માની શકાય. ન્યાયાવતારના ઉપર સિર્ષિની ટીકા છે અને એના ઉપર દેવભકનું ટિપ્પણ છે. વિસે સાવસ્મયભાસની બૃહદવૃત્તિ નામે શિષ્યહિતા માલધારી ” હેમચન્દ્રસૂરિએ વિ.સં. ૧૧૭૫ માં પૂર્ણ કરી. દેવભદ્રસૂરિએ મલધારી પાસે ભણતાં ભણતાં કરેલા ટિપ્પણ (પૃ. ૧૨) માં વાતિકની ચોથી કારિકા જોવાય છે. આથી પણ ઉપરનું અનુમાન સમર્થિત થાય છે. આ પ્રમાણેને ઊહાપોહ કરી માલવણિયાએ વાર્તિકકાર અને વૃત્તિકારને અભિનન ગણ એમનો સમય વિ. સં. ૧૦૫થ્થી ૧૧૭૫ નિધારિત કર્યો છે. પં. લાલચંદે આ શાન્તિસૂરિન સમય ૧૧ થી ૧૨ મી સદીના મધ્ય ભાગ માને છે, એટલે આમ આ બાબતમાં બંને એકમત છે. ૧ આ ટીકાનું સંપાદન-કાર્ય પં. સુખલાલ અને પં. બેચરદાસે કર્યું છે. એમાં મહત્વની કેટલીક ભૂલે છે એમ મુનિ શ્રીઅંબૂવિજયજીનું કહેવું છે. વિશેષમાં સાંભળ્યા મુજબ એમણે ૫. સુખલાલને આ ભૂલે કેટલાયે વખત થયાં બતાવી પણ છે. તે એનું શુદ્ધિપત્રક હવે તો સતવાર પ્રસિદ્ધ થવું ઘટે. જેથી આના અભ્યાસીને સુગમતા રહે. સાથે સાથે વિદવ લભ મુનિ શ્રીપુણયવિજયજીને પણ મારી સાદર વિજ્ઞપ્તિ છે કે આગમાદ્ધારકને હાથે સંપાદિત થયેલી આગમોની આવૃત્તિમાં જે અશુદ્ધિઓ હોવાનું એઓ અવારનવાર કહે છે તેનું શુદ્વિપત્રક તેઓ વિના વિલંબે પ્રસિદ્ધ કરે છે જેથી આગળ ઉપર એમણે હાથે તયાર થતાં સંરકરણની પ્રસિદ્ધિ સુધી આના સામાન્ય અભ્યાસીઓને રાહ જોવી ન પડે. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ નાગેન્દ્રકાના શાન્તિસૂરિ–ઉદયપ્રભે ઉપદેશમાલાની વૃત્તિ-કર્ણિકા રચી છે. એમાં એમણે પોતાની ગુરુપરંપરાને ઉલેખ કર્યો છે. એમના કથન મુજબ નાગેન્દ્રકુળના મહેન્દ્રસૂરિના પટ્ટધર તે શાન્તિસૂરિ છે. આ વૃત્તિમાં એમના પ્રશિષ્ય અમરચંદ્રને વિ. સં. ૧૧૫૦ થી ૧૧૯૯ સુધી રાજ્ય કરનારા સિદ્ધરાજની સભામાં પુષ્કળ માન મળતું હતું એમ કહ્યું છે, તે એ ઉપરથી આ શાતિરિ સિદ્ધરાજના સમયમયી કે પળ પૂર્વવતી હશે એમ લાગે છે. પ્રાચીન જૈન લેખસંગ્રહમાંના ૩૮૧મા લેખમાં વિજયસેનસૂરિન જે ૧૨૮૮ ને અતિલેખ છે તેમાં શાન્તિસૂરિને ઉલ્લેખ મહેન્દ્રસૂરિના સંતાન તરીકે છે એથી આ સરિ દાય સાક્ષાત્ શિષ્ય ન પણ હોય. - જે. સા. સં. ઈ. (પૃ. ૩૯૦)માં કહ્યું છે કે વિ.સં. ૧૨૮૮ના બે શિલાલેખે “જૈન”ના તા. ૧૩-૧૧-૨૭ ના અંકમાં છપાયા છે. એમાં “ખંડેરક' ગ૭નાં આચાર્યોના ઉપાસક યૌવીરે કરાવેલા ચેત્યમાં શાન્તિસૂરિએ શાન્તિનાથનું બિંબ અને જિનયુગલની કાયોત્સર્ગસ્થ મતિઓ પ્રતિષ્ઠિત કર્યાને ઉલ્લેખ છે. વહદ’ ગચ્છના શાનિતરિ–વીરસંવત ૧૬૩૧ માં અર્થાત વિ. સં. ૧૧૬૧ માં બૃહદગચ્છના નેમિચન્દ્રના શિષ્ય શાન્તિસૂરિએ પોતાના શિષ્ય મુનિચન્દ્ર માટે પૃથ્વીચંદ્ર- . થાત્રિ મ્યું છે. એમણે આ ચરિત્ર મોટું તેમજ નાનું એમ બે પ્રકારનું રચ્યું છે. વિશેજમાં ધમરયણુપયરણ (ધર્મરત્નપ્રકરણ) પણ એમની જ કૃતિ છે, કેમકે એમાં એમણે ચિન્ધચરિત્ર જોવાની ભલામણ કરી છે. જે. સા. સં. ઈ. (પૃ. ૫૧૫)માં કહ્યું છે કે “વિ. સં. ૧૫૧૫ માં શાન્તાચાર્ય કૃત પૃથ્વીચન્દ્રમહર્ષિચરિતની પ્રત તાડપત્ર પર લખાઈ” - કવિ શાન્તિસૂરિ–શ્રી ચન્દ્રસૂરિએ વિ. સં. ૧૨૧૪માં સર્ણકુમારચયિ રચ્યું છે. આમાં એમણે પ્રારંભમાં અનેક કવિઓની પ્રશંસા કરી છે. તેમાંના એકનું નામ સાતિસૂરિ છે. (જુઓ જે. સા. સં ઈ. નું પૃ. ૨૭૭) આ શાન્તિસૂરિ તે કયા ખોડિલ ગચ્છના શાન્તિસૂરિ–ભક્તામર સ્તોત્રની એક વૃત્તિ “ખંડિલ્ય ગચ્છના શાતિરિએ રચી છે એમ જૈન ગ્રન્થાવલી (૫. ૨૮૫)માં ઉલ્લેખ છે. તપાગચ્છનાં શાન્તિસૂરિ જૈન ગૂર્જર કવિઓ (ભા. ૨, ૫, ૭૫૭)માં સચવાયા મુજબ વાદી દેવસૂરિએ પોતાના શિષ્યો પૈકી ચોવીસને “આચાર્ય પદવી આપી ૧. જૈ. સા. સં. ઈ. (પૃ. ૨૪૯) માં સૂચવાયા મુજબ સિદ્ધરાજે આને “સિંહશિશુક” એવું મિસ આપ્યું હતું. ૨. આ શાન્તિસૂરિએ સિદ્ધ નામના શ્રાવકે બંધાવેલા નેમિચેત્યમાં પિતાની પાટે આઠ આચાં નામે મહેન્દ્ર, વિજયસિંહ, દેવેન્દ્રચ%, ૫ાદેવ, પૂર્ણ ચન્દ્ર, જયદેવ, હેમપ્રભ અને જિનેચર સ્થાપ્યા અને પિતાને ગ૭ “પિપલ” ગચ્છ પ્રસિદ્ધ કર્યો. જાઓ જે. સા. સ.ઈ. (પૃ. ૨૩૮). આ પિકી વિજયસિંહસૂરિએ વિ. સં. ૧૫૮૩ માં શ્રાવક પ્રતિકમણુસૂવ ઉપર ચૂર્ણિ રચી છે, આ બાબતમાં જણાવતાં જે. સા. સં. ઈ. (પૃ. ૨૫૦) માં એમના ગુરુ શાન્તિસૂરિને “ચન્દ્રગચ્છના સર્વદેવના પટ્ટધર કહ્યા છે. આ સર્વદેવના તે જ શું વાદિવેતાળના ગુરુ ગણાય ખરા ? Page #5 -------------------------------------------------------------------------- ________________ . [ 113 અર્ક 5] શાનિ નામસૂરિઓ હતી. એમાંના એક તે શાન્તિસૂરિ છે. એમને સમય વિક્રમની બારમી સદીના ઉત્તરાર્ધથી તેરમી સદીના પૂર્વાર્ધ સુધીને ગણય. પરમાનન્દના પ્રગુરુ શાન્તિસૂરિ–છ પ્રાચીન કર્મગ્રન્થો પૈકી કમ્મવિભાગ કવિપાક) નામને પહેલે કર્મચન્ય વર્ગવિએ રચ્યો છે, એના ઉપર પરમાનન્દ ટીકા રચી છે, આ ટીકાની પ્રશસ્તિમાં એમણે ગુરુપરંપરા આપી છે, એ ઉપરથી જણાય છે કે ભદ્રેશ્વરસૂરિના શિષ્ય શાતિરિ છે, એમના શિષ્ય અભયદેવ છે અને એમના શિષ્ય પરમાનન્દ છે. નાયાધમ્મકહાની દેવેન્દગણિકત થયણચડાકહા પરમાનન્દસૂરિ અને ચશ્વરસૂરિના ઉપદેશથી વિ સં. ૧૨૨૧માં તાડપત્ર ઉપર લખાઈ. આ પરમાનન્દસરિ તે ઉપયુકત સૂરિ હશે, એમ જે. સા. સં. ઈ. (પૃ. 280) માં કહ્યું છે. ' " નાણકીય ગચ્છના શાનિતસૂરિ પ્રાચીન જૈન લેખસંગ્રહના લેખાંક 403 પ્રમાણે આ શાન્તિસૂરિને એક શિલાલેખ વિ. સં. ૧૨૬૫ને છે. એમાં એમના ગુરુનું નામ કલ્યાણવિજય દર્શાવાયું છે. સાથે સાથે એમના ગચ્છને “નાણકીય' કહ્યો છે. “ચન્દ્રગચ્છના શાન્તિસૂરિ–જે. સાં, સં. ઈ. (પૃ. 397) માં કથા મુજબ જે દેવેન્દ્રસૂરિએ વિ. સં. 1298 માં ઉપમિતિભવપ્રપંચાકથાસારદ્વાર એક છે. તેઓ શાન્તિસૂરિના સંતાનય છે, કેમકે આ પૃષ્ઠમાં નીચે મુજબ ઉલ્લેખ છે - - ":( ભદ્રેશ્વરસરિ–હરિભદ્ર-શાનિસરિઅભયદેવ-પ્રસન્નચન્દ્ર-મુનિરત્ન-કીચન્દસરિ શિષ્ય) દેવેન્દ્રસૂરિ.” મડાહડીય ગચ્છના શાનિતરિ–પ્રાચીન જૈ-લેખ સંગ્રહના ૫૦૮મા લેખ ઉપરથી જણાય છે કે કોઈ એક શાન્તિસૂરિએ “માહડીય' ગઠના થશેદેવસૂરિની મૂર્તિની પ્રતિષ્ઠા વિ. સં. ૧૩૮૭માં કરાવી હતી. એક ગચ્છના મુનિ અન્ય ગરછ માટે આવું કાર્ય ભાગ્યે જ કરે. આથી એવા અનુમાન માટે અવકાશ રહે છે કે આ શાન્તિસૂરિ તો મડાહડીય’ ગચ્છના હોવા જોઈએ. મડાહડીય” કચ્છના વધમાને પિતાના ગ૭ને કઈ કઈ સ્થળે “હ ગ૭ કલો છે તો માહિડીયગછ એ બ્રહદ્ ગચ્છની શાખા હશે? ચન્દ્ર' ગુચછના શાન્તિસૂરિ વિ. સં. ૧૦૨૨માં શાતિનાથચરિત્ર રચનાર મુનિદેવના ગુરુ દવાનન્દ્ર છે જેમણે સિદ્ધસારસ્વત નામ શબ્દાનુશાસન રચ્યું છે. આ દેવાનન્દની પેઢીઓ નીચે મુજબ છે - ચન્દ્રપ્રભ–ધનેશ્વર-શાન્તિસૂરિ–દેવભદ-દેવાનન્દ. “ર ગચ્છના શાન્તિસૂરિઓ–પ્રાચીનલેખસંગ્રહને 336 લેખ વિચારતાં એ જાણી શકાય છે કે વિ. સં. ૧૫૯૭ના લેખમાં સૂચવાયા મુજબ “સંઢેર' કચ્છમાં 1. જુઓ પ્રાચીન જૈન લેખ સંગ્રહના લેખ ર૯૨ અને 550. 2. જુઓ જે. સા. સં. ઈ. (પૃ.૪૧૩). [ જુઓ અનુસંધાન પૃષ્ઠ 116 ]