________________ અંક : 4 ] ગુજરાતના..........અલનાઓ [ 85 (1 ઈસ્વીસન ૧૮૨૮માં એશિયાટિક રિસર્ચીસ' વ. ૧૬માં (પૃ. 302 ) એય. એચ. વિલ્સને ઉપર્યુક્ત લેખનું અંગ્રેજીમાં ભાષાંતર પ્રકટ કરાવ્યું છે. (2) “એપીયાક્ષિા ઈડિકા' વ. ૮માં ડો. પ્રો. એચ લ્યુડર્સ “જન ઈન્સિક્રપશન્સ એટ ધી ટેમ્પલ ઓફ નેમિનાથ ઓન માઉન્ટ આબૂ” એ હેડીંગ નીચે પૃ. 24 થી 208 માં પરિચય આપ્યા પછી પૃ. 208 થી 213 માં ઉપર્યુક્ત મૂળ સંસ્કૃત શિલાલેખની ફોટો કેપી જોડી છે અને તે સાથે 32 લેખો અંગ્રેજી ભાષાંતર સાથે ત્યાં પ્રકટ કર્યા છે. આ પુસ્તકનું ટાઈટલ ગયેલ હોવાથી પ્રકાશન સન દર્શાવી શકાતું નથી) | (3) ઈસ્વીસન ૧૮૮૩માં બેબે ગવર્નમેન્ટ સેન્ટ્રલ બૂક ડીપ દ્વારા પ્રકટ થયેલી કવિ સેમેશ્વરદેવે રચેલી “કીતિ કૌમુદી'ના પરિશિષ્ટ (A.)માં ઉપયુક્ત શિલાલેખને અંગ્રેજી ભાષાતર સાથે એડીટર આબાજી કાથવટે દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. (ત્યાં સંસ્કૃત લેખના અંતમાં સં. 1293 જણાવેલ છે, પરંતુ અંગ્રેજીમાં સંવત 1287 જણાવેલ છે.) તથા તેની સાથે સંબંધવાળો ત્યાંને બીજો શિલાલેખ જે સં. 1287 વાળે છે, જેમાં તે ધર્મસ્થાનની રક્ષા, તથા ઉત્સવદિ વ્યવસ્થા સૂચવેલી છે, તે પણ ત્યાં પરિશિષ્ટ (B) માં દર્શાવેલ છે. (4) સંવત 1978 ઈસ્વીસન 1921 માં જૈન આત્માનંદ સભા, ભાવનગર દ્વારા પ્રકટ થયેલ “પ્રાચીન જૈન લેખસંગ્રહ' (ભાગ બીજા) માં એ શિલાલેખ લે. 94 તરીકે ગુજરાતી સાર સાથે સુપ્રસિદ્ધ સાક્ષર શ્રીજિનવિજયજીના પ્રયત્નથી પ્રકટ થયેલ છે (5) સંવત 1994 માં શ્રીવિજ્યધર્મસૂરિજેન ગ્રંથમાળા, ઉન તરફથી પ્રકટ થયેલ “અબુંદ પ્રાચીન જેન લેખસદેહ' (આબુ ભાગ બીજે) એ પુસ્તકમાં ઈતિહાસપ્રેમી સ્વ. મુનિરાજ જયંતવિજયજીના પ્રયત્નથી લે. 250 તરીકે એ લેખ ગુજરાતી અવલોકન સાથે પ્રકાશિત થયેલ છે. આશા છે કે સત્ય સંશોધન-પ્રકાશનથી ગુજરાતને સાચે ઈતિહાસ પ્રકાશમાં આવશે, ત્યારે સર્વને આનંદ થશે. સંવત 2007 શ્રાવણ શુલ પંચમી શ્રીનેમિનાથ-જન્મકલ્યાણક છે